22 વર્ષ બાદ વ્યાજ સાથે રૂપાલાએ કરી વસૂલાત! ગુજરાતમાં ક્ષત્રિયોના અરમાનોનાં સપૂડાં સાફ
Lok Sabha Election Result 2024: ગુજરાતમાં સૌથી ચર્ચાનું કેન્દ્ર બનેલી રાજકોટ બેઠકનું એવું પરિણામ જેની કલ્પના કદાચ પરશોત્તમ રૂપાલાએ પણ નહીં કરી હોય. જે ક્ષત્રિયોએ લાંબા સમય સુધી કર્યો અને માહોલ એવું બન્યો હતો કે રૂપાલાને રાજકોટથી જીતવું અઘરુ પડી જશે, પણ જ્યારે પરિણામ આવ્યું ત્યારે બધુ ઉલટું જોવા મળ્યું.
- રાજકોટમાં રૂપાલાની રેકોર્ડબ્રેક જીત
- કલ્પના કરતાં મળ્યા વધારે મત!
- ક્ષત્રિયોના વિરોધની ન થઈ કોઈ અસર
Trending Photos
Lok Sabha Election Result 2024: લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે, ગુજરાતમાં ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરી દીધા, પરંતુ 2014 અને 2019નું પરિણામ 2024માં ન દોહરાયું. ક્લીપ સ્વીપની ભાજપ હેટ્રીક ન કરી શક્યું. બનાસકાંઠામાં ગેનીબેનની જીત થતાં ભાજપને થોડી નિરાશા થઈ. પરંતુ આ બધાની વચ્ચે સૌથી વધુ ચર્ચા રાજકોટની હતી, ક્ષત્રિય આંદોલનથી ચર્ચામાં આવેલી આ બેઠક ભાજપે રેકોર્ડબ્રેક મતથી જીતી. જુઓ ક્ષત્રિયોના આકરા વિરોધ વચ્ચે રેકોર્ડમતથી જીતેલા રૂપાલાનો આ અહેવાલ.
ગુજરાતમાં સૌથી ચર્ચાનું કેન્દ્ર બનેલી રાજકોટ બેઠકનું એવું પરિણામ જેની કલ્પના કદાચ પરશોત્તમ રૂપાલાએ પણ નહીં કરી હોય. જે ક્ષત્રિયોએ લાંબા સમય સુધી કર્યો અને માહોલ એવું બન્યો હતો કે રૂપાલાને રાજકોટથી જીતવું અઘરુ પડી જશે, પણ જ્યારે પરિણામ આવ્યું ત્યારે બધુ ઉલટું જોવા મળ્યું. રૂપાલાએ મોહન કુંડારિયાનો પણ રેકોર્ડ તોડીને 4 લાખ 82 હજારથી વધુ મતોથી શાનદાર જીત મેળવી. આ જીતથી સાબિત થઈ ગયું કે ગુજરાત અને રાજકોટના દીલમાં ભાજપ હતું. ક્ષત્રિયોનો વધારે પડતો ઉત્સાહ કદાચ ભારે પડી ગયો.
રૂપાલાની આ જીતથી ન માત્ર ક્ષત્રિયોને મેસેજ મળી ગયો. રૂપાલાએ 22 વર્ષ બાદ બદલો પણ વ્યાજ સાથે લીધો. 2002ના વર્ષમાં જે લબરમૂછિયા પરેશ ધાનાણીએ રૂપાલાને અમરેલીથી હાર આપી હતી. તે જ પરેશ ધાનાણીને રાજકોટ લોકસભામાં રૂપાલાએ જોરદાર હાર આપી. હવે એ જોવાનું મહત્વનું રહેશે કે 2019ની મોદી સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા રૂપાલા 2024ની નવી સરકારમાં મંત્રી બનશે કે નહીં?.
રૂપાલાએ 23 માર્ચે એક સમાજના કાર્યક્રમમાં આપેલું એક નિવેદન ખુબ જ વાયરલ થયું. અને નિવેદન બાદ પછી તો ક્ષત્રિયોએ તેને પોતાની અસ્મિતા સાથે જોડી દીધું. અને વિરોધનો વંટોળ એવો શરૂ થયો કે ઠેર ઠેર પોસ્ટરો લાગ્યા. ઉગ્ર વિરોધ થયો અને વિરોધ ધીરે ધીરે એટલો ઉગ્ર બની ગયો કે ભાજપના કાર્યક્રમોમાં પણ પ્રદર્શન થવા લાગ્યા. રૂપાલાએ લગભગ 4 વખત માફી માગી. ભાજપના અન્ય મોટા નેતાઓએ પણ વિરોધ શાંત કરવા પ્રયાસો કર્યા પરંતુ ક્ષત્રિયો જાણે માનવા તૈયાર જ નથી. છેલ્લે સુધી તેમણે રૂપાલાને માફ ન જ કર્યા. ક્ષત્રિયોના વિરોધને કારણે ભાજપને રાજકોટ સિવાય પણ અન્ય બેઠકો પર નુકસાન જશે તેવી ભીતિ સેવાઈ રહી હતી પરંતુ એક પણ સીટ પર ક્ષત્રિયોના વિરોધનું સૂરસુરિયુ થઈ ગયું.
વિરોધ વધતાં ધીરે ધીરે ક્ષત્રિયોમાં પણ બે ભાગ પડી ગયા હતા. એક તરફ એક મોટો વર્ગ રૂપાલાના વિરોધમાં હતો પરંતુ ગોંડલથી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ખુલ્લીને રૂપાલાના સમર્થનમાં આવ્યા. તેમણે ક્ષત્રિયોનું સંમેલન બોલાવ્યું. જેમાં રૂપાલા પણ હાજર રહ્યા. અને માફી પણ માગી. આ માફી પછી ક્ષત્રિયોએ જયરાજસિંહ જાડેજાનો પણ ખુલ્લીને વિરોધ કર્યો ત્યારપછી પદ્મિનીબા વાળા નામનો એક મહિલા ક્ષત્રિય ચહેરો સૌથી વધારે ચર્ચામાં આવ્યો. પદ્મિનીબા પણ પાછળથી ક્ષત્રિયોની જ સંકલન સમિતિ પર સવાલો ઉઠાવા લાગ્યા અને આડકતરી રીતે ભાજપને સપોર્ટ કરવા લાગ્યા.
ક્ષત્રિયોનો આકરો વિરોધ, રાજકોટમાં લેઉવા-કડવા વચ્ચેની લડાઈ, અને પરેશ ધાનાણીનું ઉમેદવાર બનવું આ બધા જ પાસા ભાજપના વિરોધમાં હતા. જો કે આ બધાની વચ્ચે રૂપાલાની મક્કમતા અને શાંત ચિત્તે માત્રને માત્ર પોતાના ચૂંટણી પ્રચાર પર ફોકસ કર્યું. રૂપાલાએ ક્ષત્રિયો વિરુદ્ધ એક પણ શબ્દ ન ઉચ્ચાર્યો અને તેનું જ પરિણામ આપણી સામે છે. ક્ષત્રિયોના વિરોધને કારણે કદાચ લેઉવા-કડવા પાટીદાર એક થઈ ગયા અને મત ભાજપને આપ્યા. તો અન્ય ક્ષાતિઓ પણ જે કોંગ્રેસ સાથે રહેતી હતી તેમણે પણ ખુલ્લીને ભાજપને મત આપ્યા અને તેના જ કારણે રૂપાલા 5 લાખની લીડની નજીક પહોંચી શક્યા. હવે એ જોવાનું રહેશે કે મોદી સરકારમાં તેમનું કદ વધે છે કે પછી વેતરાય છે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે