લાયા બાપુ લાયા,... ધાનાણી ચૂંટણી પ્રચારમાં મહિલાઓની ફેવરિટ પાણીપુરી લાવ્યા
Trending Photos
Loksabha Election 2024 : કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી હંમેશા તેમના આગવા અંદાજમાં રહેતા હોય છે. લોકો વચ્ચે જવાની તેમની સ્ટાઈલ અતરંગી હોય છે. હાલમાં તેઓ ગોવાળિયાના વેશમાં ચૂંટણી પ્રચારમા આવ્યા હતા. ત્યારે હવે તેમણે રાજકોટની પ્રજાને લુભાવવા માટે પાણીપુરીનો સહારો લીધો છે.
દિલ્હી મોકલેલા તમારા ભાઈએ લિપસ્ટિક અને પાણીપુરીના ભાવ મોંઘા કર્યાં
રાજકોટ લોકસભામાં પ્રચાર દરમિયાન પરેશ ધાનાણીએ મહિલાઓ સામે મોંઘવારીનો મુદ્દો ઉઠાવવા પાણીપુરી અને મેકઅપનો ઉપયોગ કર્યો. પરેશ ધાનાણીએ મહિલાઓને કહ્યું, પહેલા 10 રૂપિયાની 10 પાણીપુરી આવતી હતી, હવે 20 રૂપિયાની 6 જ આવે છે. મોંઘવારી એટલી છે કે મહિલાઓ હવે કટકી પણ નહિ કરી શકતી હોય. મહિલાઓ પાવડર લિપસ્ટિક લેવા તો જતી જ હશે. મેં પ્રચાર દરમિયાન પૂછ્યું એક બેનને કે આ લિપસ્ટિક કેટલાની. તો કહે કે, 10 રૂપિયાની. પહેલા કેટલાની આવતી તો કહે 6 રૂપિયાની. બંગડી કેટલાની 20 રૂપિયાની.પહેલા 6 રૂપિયાની આવતી. દિલ્હી મોકલેલા તમારા ભાઈએ લિપસ્ટિક અને પાણીપુરીના ભાવ મોંઘા કરી દીધા છે.
અડોશી પાડોશી અને સગા સબંધીઓને 10-10 ફોન કરી મતદાન કહેજો
તો કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનો ચૂંટણી પ્રચારમાં અનોખો અંદાજ સામે આવ્યો. નવાગામમાં આવેલ ખોડલધામ રેસિડેન્સીમાં જાહેરસભા સંબોધી હતી. તેમણે આ સભામાં કહ્યું હતું કે, 'અમારા સાહેબ દોઢ મહિનાથી ટેસ્ટ રમતા હતા, સ્કોર ન થયો જેથી મારા ભાગે 20-20 રમવાની આવી. રાજકોટ પ્રીમિયર લીગમાં રમવા તો આવ્યો છું પણ બધાને ન મળી શકાયું હોઈ તો હાથે જ ફિલ્ડિંગ ગોઠવી લેજો. અડોશી પાડોશી અને સગા સબંધીઓને 10-10 ફોન કરી મતદાન કરવા અપીલ કરી.
ધાનાણીએ પટેલ અને બાપુઓને હરખ પદુડા કહ્યાં હતા
હાલામં ચૂંટણી પ્રચાર દરમિયાન પરેશ ધાનાણીએ પટેલ અને બાપુઓને હરખ પદુડા કહ્યાં હતા. મરછા નગરમાં યોજાયેલ સભામાં ધાનાણીએ વર્ષ 1995 નું ઉદાહરણ આપી કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર નાબુદ કરવા આપણે ભાજપનું બી વાવ્યું. પટેલિયાવ અને બાપુએ હરખ પદુડા થઈ દરરોજ ભાજપના બીને 10 ડોલ પાણી પાયું છે. વર્ષ 2015માં અમને ખ્યાલ આવ્યો તો વાહા ફાટી ગયા, બધા સમાજનો વારો આવી ગયો, બાપુ બચ્યા હતા તો હવે ઝપટે ચડ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે