અમિત શાહનો વીડિયો વાયરલ કરનારા બેની ગુજરાતથી ધરપકડ, એક મેવાણીનો પીએ, બીજો આપનો કાર્યકર્તા
Amit Shah Edited VIDEO : અમિત શાહના ફેક વીડિયો મુદ્દે અમદાવાદ સાઈબર ક્રાઈમે કરી 2 શખ્સોની ધરપકડ... એક આપ કાર્યકર્તા, બીજો જિગ્નેશ મેવાણીનો PA..
Trending Photos
Amit Shah Fake Video Case : રવિવારે 28 એપ્રિલના રોજ દિલ્હી પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયો અંગે FIR નોંધી હતી. આ વીડિયોમાં શાહ એસસી-એસટી અને ઓબીસીની અનામતને ખતમ કરવાની વાત કરતા જોવા મળે છે. જો કે ન્યૂઝ એજન્સી પીટીઆઈના ફેક્ટ ચેકમાં આ વીડિયો નકલી સાબિત થયા હતા. ત્યારે આ એડિટેડ વીડિયોને ફેલાવવા અંગેની એક ફરિયાદ ભાજપ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે બીજી ફરિયાદ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. ભાજપે આ વીડિયોને લઈને દેશભરમાં FIR નોંધવાનો નિર્ણય લીધો છે. ત્યારે આ એડિટેડ વીડિયોને શેર કરતા ગુજરાતથી બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પીએ છે, અને બીજો આપનો કાર્યકર્તા છે.
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે અમિત શાહની સભાના વીડિયોને ખોટી રીતે વાયરલ કરનારની ધરપકડ કરી છે. આરોપીઓએ કેન્દ્રીય ગૃહમંત્રીની જાહેર સભાના વીડિયોને એડિટ કરીને વાયરલ કર્યો હતો. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે 2 શખ્સોની ધરપકડ કરી છે. જેઓએ અમિત શાહની પાલનપુર અને લીમખેડાની સભાના વીડિયોને એડિટ કરીને વાયરલ કર્યા હતા. સતિષ વસાણી અને આરબી બારીયાની ધરપકડ કરાઈ છે. જેમાં આરબી બારીયા આપનો કાર્યકર્તા છે. તો સતીષ વસાણી કોગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો pa છે.
આરક્ષણ પર શાહનો ફેક વીડિયો
ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને અનામત નાબૂદ કરવાના નિવેદનને ખોટી રીતે એડિટ કરીને વાયરલ કરવામાં આવી રહ્યું છે. દિલ્હી પોલીસે X હેન્ડલ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે, જેણે અમિક શાહના નિવેદનને સંપાદિત કર્યું હતું અને તેને વાયરલ કર્યો હતો. આ કેસમાં દેશભરમાંથી ધરપકડ થઈ રહી છે.
કોંગ્રેસ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ
અગાઉ, ભાજપે શનિવારે આંધ્રપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના સોશિયલ મીડિયા હેન્ડલે પરંપરાગત રીતે વંચિત સમુદાયો માટે આરક્ષણના મુદ્દા પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું 'સંબોધન કરેલું ભાષણ' પોસ્ટ કર્યું હતું. ભાજપના આંધ્ર પ્રદેશ એકમ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં રાજ્યના ચૂંટણી પંચના અધિકારીને કાર્યવાહી કરવા અને કોંગ્રેસનું 'X' એકાઉન્ટ બંધ કરવા વિનંતી કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે શાહના એક જાહેર સભામાં આપેલા મૂળ ભાષણમાં એવી છાપ આપવામાં આવી હતી કે તેઓ અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી) અને અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે અનામતની વિરુદ્ધ બોલ્યા હતા. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, 'કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે SC, ST અને OBCની અનામત વિરુદ્ધ આવો કોઈ શબ્દનો પ્રયોગ કર્યો નથી. કોંગ્રેસ પાર્ટીના સોશિયલ મીડિયા કાર્યકર્તાઓએ ચૂંટણીમાં ભાજપને રાજકીય લાભ અને નુકસાન માટે તેનો ઉપયોગ કર્યો હતો. આંધ્રપ્રદેશ અને સમગ્ર ભારતમાં તેને પહોંચાડવા માટે મૂળ ભાષણ સાથે છેડછાડ કરવામાં આવી હતી. ભાજપે પણ આવી જ ફરિયાદ પોલીસના સાયબર ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન વિભાગને કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે