'પટ્ટા મારનારના પટ્ટા ઉતારો નહીં તો ગુજરાત ગજવીશું, કોંગ્રેસે આપ્યું 10 દિવસનું અલ્ટિમેટમ

અમરેલી લેટરકાંડ આરોપી પાયલ ગોટીના સમર્થનમાં અમરેલીમાં પરેશ ધાનાણીના ધરણાં પર બેઠા છે. ડો. જીવરાજ મહેતા ચોક ખાતે પૂર્વ વિપક્ષ નેતા ઉપવાસ કરશે. ગુજરાત કોંગ્રેસના અન્ય નેતાઓ પણ ઉપવાસ આંદોલનમાં જોડાયા છે.

'પટ્ટા મારનારના પટ્ટા ઉતારો નહીં તો ગુજરાત ગજવીશું, કોંગ્રેસે આપ્યું 10 દિવસનું અલ્ટિમેટમ

ઝી બ્યુરો/અમરેલી: અમરેલી લેટરકાંડ મામલે રાજકારણ હવે ચરમસીમાએ પહોંચી ગયું છે. પાયલ ગોટીને માર મારવાના કેસમાં SITની રચના કરવામાં આવી. પરંતુ SITની તપાસ પર વિશ્વાસ ન હોવાનું કહેવામાં આવ્યું. તો કોંગ્રેસે હવે આ મામલે આંદોલન કરવાનો મૂડ બનાવી લીધો છે. અમરેલીના લેટરકાંડ મામલે ગુજરાતની રાજનીતિ ચમરસીમાએ પહોંચી ગઈ છે. અમરેલીમાં કોંગ્રેસ ધરણાં કરી રહ્યું છે. જી હા...પૂર્વ વિપક્ષ નેતા ધાનાણી 24 કલાકના ધરણાં પર બેઠા છે. પોલીસે સાંજે છ વાગ્યા સુધીની જ મંજૂરી આપી છે. તેમની સાથે લલિત વસોયા, લલિત કગથરા સહિતના પૂર્વ MLA હાજર છે.

અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીને ન્યાય અપાવવાની માંગ સાથે ગુજરાત કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે. કોંગ્રેસના ધરણાં દરમિયાન પૂર્વ ધારાસભ્યએ ખુલ્લો પડકાર ફેંક્યો છે. લલિત કગથરાનો પૂર્વ સાંસદ કાછડિયાને પડકાર ફેંકીને જણાવ્યું છે કે નારણ કાછડિયાને જાહેરમાં ચર્ચા કરે. પૂર્વ MLA લલિત વસોયાએ 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે અને આ ઘટનામાં જવાબદાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા માંગ કરી છે. જો પગલાં નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

તમામ દીકરીઓને ડર છે કે મારો શેઠ પત્ર લખાવશે અને પાયલ જેવું થશે તો...
અમરેલી લેટરકાંડ મામલે રાજકારણ ગરમાઈ ચૂક્યું છે, ત્યારે પૂર્વ ધારાસભ્ય લલીત કગથરાએ પૂર્વ સાંસદ નારણ કાછડિયાને ખુલ્લો પડકાર ફેંક્યો છે અને જાહેર મંચ પર આવવા જણાવ્યું છે. નારણ કાછડિયા પોલીસ તંત્ર સામે સવાલો ઉઠાવે છે તો જાહેરમાં ચર્ચા કરવા આવે. પૂર્વ ધારાસભ્ય લલીત કગથરાએ કહ્યું કે પાટીદાર દીકરી નહિ સર્વ સમાજની દીકરીઓ માટે લડીએ છીએ. ગુજરાતમાં નોકરી કરતી તમામ દીકરીઓને ડર છે કે મારો શેઠ પત્ર લખાવશે અને પાયલ જેવું થશે તો...

10 દિવસનું સરકારને અલ્ટીમેટમ આપીએ છીએ: પૂર્વ ધારાસભ્ય લલીત વસોયા
લેટરકાંડમાં પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. જવાબદાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડેડ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. તેઓએ 10 દિવસનું સરકારને અલ્ટીમેટમ આપીએ છીએ. જો સરકાર પગલાં નહિ લે તો આખા ગુજરાતમાં આંદોલનની શરૂઆત કરીશું. 

કૌશિક વેકરિયાના સમર્થનની પોસ્ટ વાયરલ
બીજી બાજુ અમરેલી લેટરકાંડ મામલે ધારાસભ્ય કૌશિક વેકરિયાના સમર્થનની પોસ્ટ વાયરલ થઈ છે. સોશ્યલ મીડિયામાં પોસ્ટ શેર કરવામાં આવી છે. અમરેલીના અનેક લોકોએ પોસ્ટ સ્ટેટ્સમાં મૂકી છે. જેમાં લખવામાં આવ્યું છે કે  ''I SUPPORT KAUSHI VEKARIYA'' લખવામાં આવ્યું છે. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ઘરણા કરતા રાજકારણ ગરમાયું છે.

પાયલ ગોટી કોઈ મેડિકલ ચેકઅપ નહીં કરાવે તેવી કરાઈ હતી જાહેરાત
ઉલ્લેખનીય છે કે, અમરેલી લેટરકાંડમાં રાજનીતિ હવે ચરમસીમા પર પહોંચી ગઇ છે. પાયલ ગોટીએ પોલીસ પર માર મારવાના આક્ષેપ કરતાં તપાસ માટે SITની રચના કરાઈ છે. જોકે, સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિક SP ઓફિસમાં સંજય ખરાટને મળ્યા હતા. ત્યારબાદ પાયલ ગોટી કોઈ મેડિકલ ચેકઅપ નહીં કરાવે તેવી જાહેરાત કરી. SITની ટીમ પાયલ ગોટીને મેડિકલ ચેકઅપ માટે લઇ જઈ રહી હતી પરંતુ ધાનાણીએ ટીમને અટકાવી અને હાઈવોલ્ટેડ ડ્રામા કર્યા. ત્યારપછી પાયલ તેના વકીલ સાથે SP ઓફિસમાં પહોંચી. તેની સાથે કોંગ્રેસના નેતા જેની ઠુમ્મર પણ હતા.

કૌશિકભાઈ ન આવે તો ભાજપના કાર્યકર્તાનો પત્ર સાચો!
તો કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ફુલજોશમાં આ મામલામાં આગળ આવ્યા છે. તેમણે અમરેલીમાં ચર્ચાનો ચોરો કાર્યક્રમ પણ કર્યો હતો. પરેશ ધાનાણીએ કહ્યું કે મંચ ઉપરથી ચર્ચા થાય અને લખાયેલો પત્ર અને તેના મુદ્દા ખોટા સાબિત કરે તો મંચ પરથી પરેશ ધાનાણી તેની માફી માંગશે અને જો કૌશિકભાઈ ન આવે તો ભાજપના કાર્યકર્તાનો પત્ર સાચો છે, તેના મુદ્દા સાચા છે. તમારા પર લાગેલા આરોપો પણ સાચા છે. તો પરેશ ધાનાણીએ જ પાયલને ઈન્ચાર્જ મામલતદાર સમક્ષ નિવેદન અપાવ્યું હતું..જેમાં પાયલે દાવો કર્યો કે તેને મહિલા પોલીસ કર્મીએ માર માર્યો હતો.

માર માર્યાના 10 દિવસ પછી મેડિકલ ચેકઅપ કરાવવાનો કોઈ મતલબ નથી!
તો જે મામલતદાર સમક્ષ આ નિવેદન આપવામાં આવ્યું તે મીડિયા સમક્ષ આવ્યા. અને તેમણે કહ્યું કે હું જજ નથી. છતાં પણ પરેશ ધાનાણીએ મારી સમક્ષ નિવેદન અપાવ્યું. તો આ સમગ્ર વિવાદને સૌથી પહેલા જેમણે ઉઠાવ્યો હતો તે પ્રતાપ દૂધાતે કહ્યું કે આ મામલે રાજકારણ ન કરવું જોઈએ. પોલીસે તૈયાર કરેલી SIT પર વિશ્વાસ નથી. માર માર્યાના 10 દિવસ પછી મેડિકલ ચેકઅપ કરાવવાનો કોઈ મતલબ નથી. પાયલ આક્ષેપ તો લગાવી રહી છે કે મને પોલીસે માર માર્યો. પરંતુ પોલીસ મેડિકલ તપાસ કરાવવા માટે તૈયાર છે પરંતુ પાયલ હવે ના પાડી રહી છે. જેના કારણે પાયલ સામે સવાલો થઈ રહ્યા છે. બીજી તરફ હવે આ મામલામાં કોંગ્રેસ પણ કૂદી ગયું છે અને દબાણ ઉભુ કરી રહ્યું છે...ત્યારે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news