પાટીદારોનો પાવર છે! પાટીદાર બિઝનેસ સમિટ હવે ખરા અર્થમાં ગ્લોબલ બનશે, વિદેશની ધરતી પર યોજાશે

Global Patidar Business Summit 2025 : : આગામી વર્ષે 2026માં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અમેરિકામાં યોજાશે, નાના-મોટા ઉદ્યોગકારોને વૈશ્વિક સ્તરે પ્લેટફોર્મ મળે તે માટે લેવાયો આ નિર્ણય... 

પાટીદારોનો પાવર છે! પાટીદાર બિઝનેસ સમિટ હવે ખરા અર્થમાં ગ્લોબલ બનશે, વિદેશની ધરતી પર યોજાશે

Patidar Samaj : ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ' હવે ખરા અર્થમાં ગ્લોબલ બનવા જઈ રહી છે. કારણ કે, આ સમિટ હવે પછીના વર્ષે અમેરિકામાં યોજાશે તેવી પાટીદારોએ જાહેરાત કરી છે. હવે વર્ષ ૨૦૨૬માં અમેરિકા ખાતે ગ્લોબલ બિઝનેસ સમિટ યોજવા નક્કી કરવામાં આવ્યુ છે.

યહૂદીઓની જેમ પાટીદારોને પણ વર્લ્ડ લિડર બનાવવા છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS) 2025નો ગાંધીનગર ખાતે પ્રારંભ કરવામાં આવ્યો. આ સમિટ માટે દેશ-વિદેશથી પાટીદાર સમાજના અગ્રણીઓ ગુજરાત પહોંચ્યા છે. આ પ્રસંગે પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયાએ જાહેરાત કરી કે, માઈન્ડ, મની અને મેનેજમેન્ટ પાવર માટે જાણીતા યહૂદીઓની જેમ પાટીદારોને પણ વર્લ્ડ લિડર બનાવવા છે. જેની શરૂઆત અમેરિકાથી થશે. આગામી વર્ષ ૨૦૨૬ માં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અમેરિકા ખાતે યોજાશે.

મુખ્યમંત્રી દ્વારા આ અવસરે દરેક પ્રકારના ઉદ્યોગો અને ઉદ્યોગ સાહસિકોને એક મંચ પર લાવતા ડિજિટલ ઇ-કોમર્સ પ્લેટફોર્મ Sardar Patel International Business Organization (SPIBO)નું લોન્ચિંગ તેમજ ‘GPBS-2026, USA’નું પ્રિ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ અવસરે ઈવેન્ટ પાર્ટનર્સ તેમજ મુખ્ય દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ GPBS-2025ના આયોજન માટે અભિનંદન પાઠવતા સંબોધનમાં જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના વિઝનને પરિણામે આજે ગુજરાતે આર્થિક પ્રગતિ સાધી છે. તેમણે વાઇબ્રન્ટ સમિટ, આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ, રણોત્સવ સહિતના વિઝનરી આયોજન અને તેની સફળતાનો ઉલ્લેખ કરવાની સાથે ‘યહી સમય હૈ સહી સમયે હૈ’ ના મંત્રને અનુસરીને સહિયારા પ્રયાસોથી આગળ વધવા માટેની પ્રેરણા આપી હતી. તેમણે ઉદ્યોગોને ગ્રીન એનર્જી સરકારની પ્રોત્સાહક યોજનાઓની રૂપરેખા આપવાની સાથોસાથ તેમણે GPBS પ્રકારની સમિટ આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક વિકાસથી વિકસિત ગુજરાતના નિર્માણમાં નવી વૈશ્વિક દિશા આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

મુખ્યમંત્રીએ GPBS-2025 ના ઉપલક્ષ્યમાં આયોજિત એક્ઝિબિશનનું ઉદઘાટન કર્યું હતું તેમજ વિવિધ પેવેલિયન-સ્ટોલ્સની મુલાકાત લઈ પ્રદર્શિત કરવામાં આવેલ પ્રોડક્ટ્સની જાણકારી મેળવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news