તમારી ઇકો કાર કોઇને આપતા પહેલા ખાસ વાંચજો આ અહેવાલ, નહી તો થશે મોટુ નુકસાન
Trending Photos
* અરવલ્લીમાં ઇકો કારમાંથી સાયલન્સર ચોરીનો મામલો
* સાયલન્સરમાંથી કિંમતી ધાતુ કાઢવાના ષડયંત્રનો પર્દાફાશ
* ક્રાઇમબ્રાન્ચે મેઘરજ અને હિંમતનગરના બે શખ્શોને ઝડપી લીધા
* અત્યાર સુધીમાં ૫૦ ઇકો કારમાંથી સાયલન્સર ચોરીની કબૂલાત કરી
* એક સાયલન્સરમાંથી કિંમતી ધાતુ કાઢી ૨૦ હજારમાં વેચી દેતા હતા
* અરવલ્લી એલસીબી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી
અરવલ્લી: જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ઇકો કાર માંથી સાયલન્સર ચોરી કરી સાયલન્સર માંથી કિંમતી ધાતુ કાઢવાના ષડયંત્રનો પરદાફાશ કર્યો છે પોલીસે આ ગુના હેઠળ બે શખ્સોને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે. છેલ્લા કેટલાક સમયથી અરવલ્લી જિલ્લા સહિત સાબરકાંઠા જિલ્લામાં ઇકો કારમાંથી સાયલન્સર ચોરીના બનાવો વધી રહ્યા હતા. અરવલ્લી જિલ્લામાં પણ 21 સપ્ટેમ્બરે પણ કે જી એન મોટર્સ નામની એક ગેરેજ માંથી સાયલેન્સરની ચોરી થવાની ઘટના બની હતી. ત્યાર બાદ અરવલ્લી એલસીબી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે આ ગુના હેઠળ મેઘરજ અને હિમતનગરનાં બે શખ્સોને જડપી પાડી સાયલન્સરમાંથી કિંમતી ધાતુ કાઢવાના ષડયંત્રનો પરદાફાશ કર્યો છે. અત્યાર સુધીમાં આરોપીઓએ જુદા જુદા ૨૨ સ્થળોએથી સાયલેન્સર ચોરી કરી હોવાની કબુલાત કરી છે.
આ ગુનાઓ આચરવામાં આરોપીઓ ઇકો કારના માલિકને વિશ્વાસમાં લઇ ઇકો કાર ભાડે લઇ જતા હતા. ગાડી ભાડે લીધા બાદ ઇકો કારમાં લગાવેલા સાયલેન્સરમાંથી કીમાંતીધાતું કાઢી લીધા બાદ પરત ઇકો કાર મૂકી જતા હતા. સામાન્ય રીતે આ સાયલેન્સરમાં આવતો પાવડર પોલ્યુસન રોકવા માટે ભરવામાં આવતો હોય છે. જેની બજાર કિંમત અંદાજે ૧૨ થી ૧૫ હજાર ગણવામાં આવે છે. ત્યારે આ આરોપીઓએ આ મોડેસ ઓપરેન્ડીથી ૨૨ ગુનાઓ આચરવામાં આવ્યા છે. ત્યારે હજી વધુ આ ગુનાની સંખ્યા ૫૦ થી વધુ હોવાની શક્યતા હાલ જણાઈ રહી છે ત્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે