PM Modi બુધવારે રાજકોટને આપશે રીજનલ સાયન્સ સેન્ટરની ભેટ, જાણો વિશેષતાઓ

PM Narendra Modi: આ સાયન્સ સેન્ટરની અન્ય વિશેષતાઓ ઉપર વાત કરીએ તો તેનો દેખાવ પીરામિડની સન્મુખાકૃતી જેવો છે, જેમાં 18 આર્કની ડિઝાઈન છે.

PM Modi બુધવારે રાજકોટને આપશે રીજનલ સાયન્સ સેન્ટરની ભેટ, જાણો વિશેષતાઓ

રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાત દરમિયાન 19મી ઓક્ટોબરે રાજકોટમાં નવનિર્મિત રીજનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરશે. લગભગ 10 એકર વિસ્તારમાં ફેલાયેલું આ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર રૂપિયા 85 કરોડથી પણ વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ વિજ્ઞાન કેન્દ્રથી લોકો ગમ્મત સાથે વિજ્ઞાનની દુનિયામાં વિહાર કરી શકશે. તો આવો લઈએ આ સાયન્સ સેન્ટરની એક મુલાકાત...

રાજકોટના ઈશ્વરીયા પાર્ક નજીક નિર્માણ પામેલું રીજનલ સાયન્સ સેન્ટર. જેનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થશે. આ વિજ્ઞાન કેન્દ્રની 6 અદભૂત ગેલેરીઓમાં પ્રાચીનથી માંડીને અર્વાચીન યુગ સુધીની યાત્રા કરાવશે. અલગ- અલગ થીમ આધારિત ગેલેરીમાં હાઉ-ટુ-સ્ટફ વર્ક ગેલેરી, મશીન એન્ડ એન્જિનિયરિંગ ગેલેરી, નોબેલ પ્રાઈઝ તથા ફિઝિક્સ ગેલેરી, રોબોટીક્સ ગેલેરી, સિરામિક એન્ડ ગ્લાસ ગેલેરી અને લાઈફ સાયન્સ ગેલેરીનો સમાવેશ થાય છે. આ સિવાય જ્ઞાન સાથે ગમ્મત કરાવતી વિવિઘ રાઇડ્સ અને ઝોન્સ પણ વિકસાવવામાં આવી છે.

આ સાયન્સ સેન્ટરની અન્ય વિશેષતાઓ ઉપર વાત કરીએ તો તેનો દેખાવ પીરામિડની સન્મુખાકૃતી જેવો છે, જેમાં 18 આર્કની ડિઝાઈન છે. અહીં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીની મદદથી 95 કે.વી. જેટલી વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતી સોલાર સિસ્ટમ લગાવવામાં આવી છે. આ ઉપરાંત 3D થીએટર, થીમ આધારિત પાર્ક, દિવ્યાંગો અને વૃધ્ધોને અનુકૂળ મ્યુઝિયમની ડિઝાઇન, આઉટડોર મનોરંજક પ્રવૃત્તિઓ અને કાફેટેરિયા જેવી સુવીધાઓ પણ અહીં વિકસાવવામાં આવી છે. આ સાયન્સ સેન્ટર રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, અમરેલી, જુનાગઢ, સુરેન્દ્રનગર, પોરબંદર જિલ્લાના નાગરિકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનું કામ કરશે.

રાજકોટને મળશે રીજનલ સાયન્સ સેન્ટરની ભેટ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે રાજકોટની મુલાકાતે
- 19મી ઓક્ટોબરે રાજકોટ જિલ્લાને ધરશે વિવિધ પ્રકલ્પોની ભેટ
- નવનિર્મિત રીજનલ સાયન્સ સેન્ટર-રાજકોટનું કરશે લોકાર્પણ
- 10 એકર જમીન પર વિશાળ રીજનલ સાયન્સ સેન્ટર થયું તૈયાર
- રૂ. 85 કરોડથી પણ વધુના ખર્ચે થયું છે સાયન્સ સેન્ટરનું નિર્માણ
- થીમ આધારિત 6 સાયન્સ ગેલેરીમાં થશે પ્રાચીનથી અર્વાચીન યુગની યાત્રા
- હાઉ-ટુ-સ્ટફ વર્ક ગેલેરી, મશીન એન્ડ એન્જિનિયરિંગ ગેલેરી, નોબેલ પ્રાઈઝ તથા ફિઝિક્સ ગેલેરી
- રોબોટીક્સ ગેલેરી, સિરામિક એન્ડ ગ્લાસ ગેલેરી અને લાઈફ સાયન્સ ગેલેરીનો સમાવેશ
- જ્ઞાન સાથે ગમ્મત કરાવતી વિવિઘ રાઇડ્સ બનશે આકર્ષણનું કેન્દ્ર

રીજનલ સાયન્સ સેન્ટરની વિશેષતાઓ
- પીરામિડની સન્મુખાકૃતી જેવો સાયન્સ સેન્ટરનો દેખાવ
- 18 આર્કની ડિઝાઈન આકર્ષક ડીઝાઈન
- ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીની સહાયથી લગાવી સોલાર સિસ્ટમ
- 95 કે.વી. જેટલી વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતી સોલાર સિસ્ટમ
- દિવ્યાંગો અને વૃધ્ધોને અનુકૂળ મ્યુઝિયમની ડિઝાઇન
- થીમ આધારિત પાર્ક, 3D થીએટર અને કાફેટેરિયા જેવી સુવીધાઓ
- બાળકો માટે આઉટડોર મનોરંજન એક્ટીવીટી
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news