સસ્તી થઈ ગઈ દેશની નંબર-1 SUV, 5-સ્ટાર રેટિંગવાળી આ કારમાં મળે છે શાનદાર ફીચર્સ
Tata Punch on Discount: ટાટા પંચમાં 1.2 લીટર રેવોટ્રોન એન્જિન છે, જેનાથી 6,700 rpm પર 87.8 PS નો પાવર મળે છે. કારના પેટ્રોલ વેરિએન્ટમાં મેનુઅલ ટ્રાન્સમિશનની સાથે ARAI માઇલેજ 20.09 kmpl છે.
Trending Photos
Tata Punch Discount Offer in February 2025: ટાટા મોટર્સ ભારતીય બજારમાં એક આગવી ઓળખ ધરાવે છે. દેશની સૌથી વધુ વેચાતી કાર પંચ પણ આ કંપનીની છે. હવે કંપની પોતાની ટાટા પંચ કાર પર 25 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. તમને ટાટા પંચના તમામ વેરિઅન્ટ્સ પર આ ડિસ્કાઉન્ટ મળશે.
છેલ્લા 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
છેલ્લા 40 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે બિન-મારુતિ કાર બેસ્ટ સેલર બની છે. ટાટા પંચે વર્ષ 2024માં SUVના 2 લાખ 20 હજારથી વધુ યુનિટ વેચ્યા અને દેશની સૌથી વધુ વેચાતી કારનો ખિતાબ હાંસલ કર્યો. જો તમે પણ આ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે કાર પરના ડિસ્કાઉન્ટ વિશે જાણવા માટે તમારી નજીકની ડીલરશિપનો સંપર્ક કરી શકો છો.
Tata Punch ની કિંમત અને પાવર
ભારતીય બજારમાં ટાટા પંચની એક્સ-શોરૂમ કિંમત 6.12 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેમાં 1.2-લિટર રેવોટ્રોન એન્જિન છે. આ એન્જિન 6,700 rpm પર 87.8 PS નો પાવર અને 3,150 થી 3,350 rpm સુધી 115 Nm નો ટોર્ક પ્રદાન કરે છે. આ વાહનનું એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનથી સજ્જ છે. ટોપ વેરિઅન્ટમાં ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.
ટાટા પંચ માઇલેજ
મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે પેટ્રોલ વેરિઅન્ટમાં ટાટાની આ કારની ARAI માઇલેજ 20.09 kmpl છે. અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે, આ કાર 18.8 kmplની માઈલેજ આપવાનો દાવો કરે છે. આ કાર CNG વેરિઅન્ટમાં પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. ટાટા પંચ CNG વાહનની ARAI માઇલેજ 26.99 કિમી/કિલો છે.
Tata Punch ના ફીચર્સ
ટાટાની આ કારમાં ઈલેક્ટ્રિક સનરૂફ લાગેલું છે. ગાડીમાં 26.03 સેન્ટીમીટરની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ લાગેલી છે. આ કારમાં મોબાઈલ ફોનને ચાર્જ કરવા માટે વાયરલેસ ચાર્જિંગ ફીચર પણ સામેલ છે. ટાટા પંચને ગ્લોબલ એનસીપી તરફથી 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે