ગુજરાત પોલીસમાં જેમના નામના સિક્કા પડે છે તે IPS અધિકારીનું રાજીનામું, નિવૃતિ પહેલા પદ છોડ્યું!
રાજ્યમાં વધુ એક IPS અધિકારીનું રાજીનામું. આઈપીએસ અભય ચુડાસમાએ આપ્યું રાજીનામું. ઓક્ટોબરમાં વય નિવૃત્ત થાય તે પહેલા આપ્યું રાજીનામું. 1999 બેચના IPS અધિકારી છે અભય ચુડાસમા.
Trending Photos
Gujarat Police: પોલીસ તંત્રમાં જેમના નામના સિક્કા પડે છે તે IPS અભય ચુડાસમાએ આખરે રાજીનામું આપી દીધું છે. ઓક્ટોબરમાં વય નિવૃત્ત થાય તે પહેલા રાજીનામું આપી દીધું છે. અભય ચુડાસમા 1999 બેચના IPS અધિકારી છે. આ નિર્ણય પાછળનું કારણ હજું સુધી સામે આવ્યું નથી. તમને જણાવી દઈએ કે ગુજરાત પોલીસમાં મહત્વની ભૂમિકા ભજવનારા અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટની જાણીતા અભય ચુડાસમાએ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. રાજીનામું આપ્યાં બાદ અભય ચુડાસમા સમાજ સેવામાં જોડાય તેવી ચર્ચાંઓ છે. IPS અભય ચૂડાસમા હાલ કરાઈ પોલીસ તાલીમ શાળામાં કાર્યરત હતા, તેઓ 1998 બેચના IPS અધિકારી છે.
હીરો તરીકેની ઈમેજ
અભય ચુડાસમા વર્ષ 2007-09માં ક્રાઈમ બ્રાન્ચમાં આવતાં પહેલાં જ 'એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ' તરીકે 'હિરો' ગણાવા લાગ્યા હતા. સ્ટાયલિશ કપડાં, ગોગલ્સ અને ફેશન એસેસરિઝના શોખીન અભય ચુડાસમા નેટવર્કિંગ ઉપરાંત ટેક્નોલોજીના શાર્પ યુઝ માટે પણ જાણીતા હતા. ધોળકા નજીક રતનપુર ગામના વતની ચુડાસમાએ ફિઝિક્સમાં બી.એસ.સી. કર્યા પછી GPSCની એક્ઝામ પ્રથમ પ્રયત્ને જ પાસ કરી હતી અને બહુ નાની વયે અંકલેશ્વર ખાતે DySp તરીકે પોસ્ટિંગ મેળવ્યું.
ક્રાઈમ બ્રાન્ચના સર્વેસર્વા બનતાં પહેલાં પણ તેઓ ક્રાઈમ બ્રાન્ચમાં કામ કરી ચૂક્યા હતા અને પોતાના પૂરોગામી વણઝારાની કાર્યપદ્ધતિ બહુ નજીકથી જોઈ હતી. અમિત શાહના ખાસમખાસ હોવાના નાતે ક્રાઈમ બ્રાન્ચમાં ચુડાસમાને છૂટો દોર આપવા માટે જ વણઝારાને પ્રમોટ કરવામાં આવ્યા એવી ચર્ચા પણ જે-તે વખતે થઈ હતી. 8 એન્કાઉન્ટરનો સ્કોર ધરાવનારા ચુડાસમા પર ફેક એન્કાઉન્ટર ઉપરાંત ખંડણી, પ્રોટેક્શન મની ઉઘરાવવાના ગંભીર આરોપો પણ થયા હતા.
જોકે, એમાંથી એ બહાર આવી ગયા હતા. લાંબો સમય જેલમાં રહી ચૂકેલા ચુડાસમા કમર અને ઢીંચણની તકલીફો શરૂ થઈ હતી. પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર રેન્જમાંથી બદલી કરાઈ ચુડાસમાને પ્રિન્સિપાલ, સ્ટેટ પોલીસ એકેડમી, કરાઈ, ગાંધીનગરની કેડર પોસ્ટ પર નાયબ પોલીસ મહાનિરીક્ષકમાં એક્સ-કેડર પોસ્ટ અપગ્રેડ કરીને નિમણૂક કરવામાં આવી છે.
સરકારની ગુડબુકમાં
અભય ચુડાસમા ક્વિક એક્શનમાં માનનારા અધિકારી છે. જેમના નામે કેસના ડિટેક્શનનું લાંબુ લિસ્ટ છે. કહેવાય છે કે ચુડાસમાના હાથમાં જે પણ કેસ આવતો તેમાં દિલ લગાવીને મહેનત કરતા હતા. તેમની આગવી સૂઝબૂઝ, ટેકનીકલ માસ્ટર અને પોલીસની રગેરગથી વાકેફ આ અધિકારીએ ક્યારેય પાછી પાની કરી નથી. એટલે જ સરકારની ગુડબુકમાં રહ્યાં છે. જેઓ જામીન પરથી છૂટ્યા, તુરંત જ સરકારે પોસ્ટિંગ આપી દીધું હતું.
એક હાથે ક્યારેય તાળી ના પડે એમ અભય ચુડાસ્માનું નામ આજે પણ અતિ સન્માનપૂર્વક લેવાય છે એનું કારણ એમની ગુજરાત પોલીસ માટે જબરદસ્ત કામગીરી છે. તમને એમના સૌથી ચર્ચાસ્પદ અમદાવાદ બ્લાસ્ટના કેસની વાત કરીએ તો બાતમીદારોના બાદશાહ ગણાતા અભય ચુડાસમાના આ બાતમીદારે પડોશના ઘરમાં એક ડોકું કર્યું અને અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આરોપીઓનો વારો પડી ગયો હતો.
ચુડાસમાની નકલી એન્કાઉન્ટર કેસમાં 28 એપ્રિલ 2010ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ચાર વર્ષની કાર્યવાહી બાદ 28 એપ્રિલ 2014ના રોજ મુંબઈની કોર્ટે તેમની જામીન અરજી મંજૂર કરી હતી. અભય ચુડાસમા 6 મહિનાના જામીન બાદ અમદાવાદ પરત ફર્યા છે. તેઓ ત્રણ વર્ષ સુધી નડિયાદ (ગુજરાત)ની બિલોદરા જેલમાં કેદ હતા. આ પછી તે એક વર્ષ સુધી મુંબઈ સેન્ટ્રલ જેલમાં રહ્યાં હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે