PM Modi Mother Health Update : પીએમ મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત, અમદાવાદની યુએન હોસ્પિટલમાં દાખલ કરાયા

PM Narendra Modi Mother Admitted In Hospital : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાને યુએન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા છે, ત્યારે પીએમ મોદી પણ તેમની તબિયત જોવા માટે આવી શકે તેવી શક્યતા છે

PM Modi Mother Health Update : પીએમ મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત, અમદાવાદની યુએન હોસ્પિટલમાં દાખલ કરાયા

Ahmedabad : ગુજરાતના સૌથી મોટા સમાચાર એ છે કે પીએમ મોદીના માતા હીરાબાને યુએન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. જેમની તબિયત નાદુરસ્ત છે. આ અંગે સત્તાવાર વિગતો બહાર આવી નથી. પીએમ મોદીના માતા 100 વર્ષના છે. મોદી ગુજરાતમાં આવે ત્યારે માતાને મળવા માટે અચૂક જાય છે. પીએમ મોદી પણ ગુજરાત આવે તેવી સંભાવના છે. જો કે તેમની તબિયત સારી અને સુધારા પર હોવાનું સામે આવ્યું છે. થોડાંક સમયમાં જ સત્તાવાર રીતે આ અંગે જાહેરાત કરશે. હોસ્પિટલ તરફથી પણ બુલેટિન બહાર પડાશે. સવારે સામાન્ય બલ્ડપ્રેશરની તકલીફના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારને પણ અકસ્માત નડ્યો હતો. 

હવે ધીમેધીમે ભાજપના નેતાઓ અને અધિકારીઓ યુએન મહેતા હોસ્પિટલમાં પહોંચી રહ્યાં છે. કે કૈલાસનાથન બાદ દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન હોસ્પિટલમાં પહોંચ્યા છે. એવી પણ ચર્ચા છેકે બપોરે પીએમ મોદી અમદાવાદ આવી શકે છે.

ગઈકાલે પ્રહલાદ મોદીની કારને નડ્યો હતો અકસ્માત
કર્ણાટકમાં મંગળવારે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારને અકસ્માત નડ્યો હતો. કારમાં પ્રહલાદ મોદી સહિત તેમના પુત્ર મેહુલ મોદી, પુત્રવધૂ જીનલ મોદી અને પૌત્ર મહાર્થ મોદી સહિત 5 લોકો સવાર હતા. દરેક વ્યક્તિ ઘાયલ થયા છે. અકસ્માતમાં કારની ડ્રાઇવર સાઇડ મોટું નુકસાન થયું છે. તમામ ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોઈની હાલત ગંભીર નથી. 

hiraba_guj_zee.jpg

પીએમ મોદી ક્યારેય પોતાની માતાના સંઘર્ષનો ઉલ્લેખ કરવાનું ભૂલતા નથી
હીરાબા એ અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પોતાના બાળકોને ઉછેર્યા. પીએમ મોદી પણ પોતાની માતાના સંઘર્ષનો ઉલ્લેખ કરવાનું ક્યારેય ભૂલતા નથી. સપ્ટેમ્બર 2015માં જ્યારે પીએમ મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા ત્યારે તેમણે ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ સાથે ટાઉનહોલ સેશન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ તેમની માતાના સંઘર્ષનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમના પિતાજી હવે આ દુનિયામાં રહ્યા નથી. પરંતુ પોતાના છ બાળકોને ઉછેરવા અને ખવડાવવા માટે મારી માતા અન્યના ઘરમાં વાસણો સાફ કરતી હતી, પાણી ભરવાનું કામ કરતી હતી.

આ પણ વાંચોઃ 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news