આજે ચૂંટણી જાહેર થયા બાદ PM મોદી ફરી આવશે ગુજરાત, જાણો ક્યારે આવશે અને શું હશે કાર્યક્રમ?

PM Modi Gujarat Visit: 6 નવેમ્બરે પીએમ મોદી ફરી ગુજરાતના એક દિવસના પ્રવાસે આવશે. ચૂંટણી જાહેરાત બાદ પીએમ મોદીનો આ પહેલો ગુજરાત પ્રવાસ હશે. જેમાં પીએમ મોદી ભાવનગરમાં સમૂહલગ્નના કાર્યક્રમમાં હાજરી આપશે.

આજે ચૂંટણી જાહેર થયા બાદ PM મોદી ફરી આવશે ગુજરાત, જાણો ક્યારે આવશે અને શું હશે કાર્યક્રમ?

PM Modi Gujarat Visit: આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થશે. ત્યારબાદ તમામ પક્ષો એક્શન મોડમાં આવીને ચૂંટણી પ્રચારમાં લાગી જશે. આજે ચૂંટણી જાહેર થયા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છઠ્ઠી નવેમ્બરે ગુજરાત આવશે. પીએમ મોદી વલસાડના કપરાડામાંથી ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ કરશે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં પણ પ્રધાનમંત્રીના કાર્યક્રમો હોવાનું જાણવા મળ્યું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, 6 નવેમ્બરે પીએમ મોદી ફરી ગુજરાતના એક દિવસના પ્રવાસે આવશે. ચૂંટણી જાહેરાત બાદ પીએમ મોદીનો આ પહેલો ગુજરાત પ્રવાસ હશે. જેમાં પીએમ મોદી ભાવનગરમાં સમૂહલગ્નના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ સુરેન્દ્રનગર અને વલસાડમાં સભા સંબોધશે.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી તાજેતરમાં ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા, પરંતુ બીજા જ દિવસે મોરબીની દુર્ઘટના બની હતી. ત્યારબાદ પીએમ મોદીએ તમામ કાર્યક્રમો કેન્સલ કરીને મોરબી દુર્ઘટનાગ્રસ્ત સ્થળ અને ઈજાગ્રસ્તોની મુલાકાત લઇને સાંત્વના આપી હતી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કરી અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી. PM મોદીએ હોસ્પિટલમાં મુલાકાત લઇને તબીબોને જરૂરી સૂચનો પણ કર્યા હતા. આ સિવાય આ માટે જવાબદાર લોકો વિરુદ્ધ કડક પગલાં લેવા સૂચના પણ આપી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news