ઢોંગી પ્રશાંત ઉપાધ્યાયને પોલીસે ઝડપી પાડ્યો, જડબેસલાક આયોજન સાથે ભાગ્યો હતો
Trending Photos
હાર્દિક દીક્ષિત/વડોદરા : છેલ્લા 15 દિવસથી નાસતો-ફરતો બગલામુખી મંદિરના ઠગ તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાયને વડોદરા પોલીસે દબોચી લીધો છે. આટલા દિવસથી આ ઠગ તાંત્રિક ક્યાં હતો? શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલા બગલામુખી મંદિરનો ઠગ તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાય છેલ્લા કેટલા સમયથી પોતાની કરતૂતોના કારણે ચર્ચામાં છે. આજથી પંદર દિવસ અગાઉ વારસિયા પોલીસ સ્ટેશનમાં પ્રશાંત ઉપાધ્યાય વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ થયા બાદ આ ઠગ તાંત્રિક કેટલાય દિવસથી પોલીસ પકડથી બચવા નાસતો ફરતો હતો.
ઠગ પ્રશાંતને પકડવા વારસિયા પોલીસે 4 અલગ અલગ ટિમ બનાવીને આનંદ, ખેડા, સુરત, ખાતે તપાસનો દોર શરૂ કર્યો હતો. સર્વેલન્સના આધારે પોલીસે વાપી ચીખલી રોડ પર આવેલી રૂચિ રેસ્ટોરન્ટમાંથી પ્રશાંત ઉપાધ્યાયને દબોચી લીધો હતો. યંત્ર બનાવી આપવાના બહાના હેઠળ 21 લાખની છેતરપિંડી કરી હતી. પ્રશાંત છેલ્લા 15 દિવસથી નાસતો ફરતો હતો. ચીખલી પાસે રુચિ રેસ્ટોરન્ટમાંથી સર્વેલન્સના આધારે ધરપકડ પોલીસ દ્વારા પ્રશાંતના ઘર તેમજ મંદિરમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. તેના અનુયાયીઓની પણ કડકાઈથી પૂછપરછ કરવામાં આવી હતી.
જો કે સફળતા ન મળતા પોલીસે સર્વેલન્સની મદદથી આરોપીને ઝડપી પાડ્યો હતો. ઠગ પ્રશાંત ઉપાધ્યાય પોલીસના ડરથી ગભરાઈને ફરાર થઈ ગયો હતો, અને છેલ્લા પંદર દિવસથી મુંબઇ ખાતે આવેલા બગલામુખી મંદિરમાં બીમારીની સારવાર કરાવવા મુંબઇ આવ્યો હોવાનું તેના અનુયાયીઓને જણાવતો હતો. પ્રશાંત ઉપાધ્યાનને મદદ કરનારની પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જો કોઈએ મદદ કરી હશે તો તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવશે. ઝડપાયેલા પ્રશાંત ઉપાધ્યાય સાથે મીડિયાએ વાત કરવાનો પ્રયાસ કરતા તે પોતે નિર્દોષ છે તેમજ તમામ આરોપો ખોટા હોવાનું જણાવ્યું હતું. પ્રશાંત ઉપાધ્યાય પોલીસ ધરપકડથી ડરીને ભાગી ગયો હતો. પોલીસ પકડી ન શકે એના માટે અલગ અલગ સિમ કાર્ડનો ઉપયોગ કરતો હતો. મદદ કરનાર વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવશે. પ્રશાંતની કરતૂતોથી ત્રાહિત લોકો આગળ આવી તેના વિરુદ્ધ ફરિયાદ આપે તેવી પોલીસે અપીલ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે