કેદી નંબર 1750: બળાત્કારી નારાયણના કાજુ-બદામ બંધ, જેલનું ખાવાનું મળશે
બળાત્કારી આશારામના પુત્ર ઉપર હવે બળાત્કારીનો સિક્કો લાગી ગયો છે. પોતાની સેવિકા પર જ બળાત્કાર કરવાના કેસમાં સુરતની એડિશનલ સેસન્સ કોર્ટે નારાયણ સાંઈને આજીવન કેદની સજા મંગળવારે ફટકારી હતી. ત્યારે આજે બુધવારથી નારાયણ સાંઈ સુરતની લાજપોર જેલમાં પાકા કામના કેદી તરીકે ઓખાશે. જ્યારે પણ કોઈ આરોપીને કોર્ટ સજા કરતી હોય છે ત્યારે તેને જેલમાં પાકા કામના કેદી તરીકે રહેવું પડતું હોય છે.
Trending Photos
તેજશ મોદી/સુરત: બળાત્કારી આશારામના પુત્ર ઉપર હવે બળાત્કારીનો સિક્કો લાગી ગયો છે. પોતાની સેવિકા પર જ બળાત્કાર કરવાના કેસમાં સુરતની એડિશનલ સેસન્સ કોર્ટે નારાયણ સાંઈને આજીવન કેદની સજા મંગળવારે ફટકારી હતી. ત્યારે આજે બુધવારથી નારાયણ સાંઈ સુરતની લાજપોર જેલમાં પાકા કામના કેદી તરીકે ઓખાશે. જ્યારે પણ કોઈ આરોપીને કોર્ટ સજા કરતી હોય છે ત્યારે તેને જેલમાં પાકા કામના કેદી તરીકે રહેવું પડતું હોય છે.
પાકા કામના કેદી માટે ખાસ જેલ મેન્યુઅલ બનવવામાં આવ્યા છે, તેનું પાલન હવે નારાયણ સાંઈએ કરવા પડશે, મહત્વું છે કે જ્યારે કાચા કામનો કેદી હતો ત્યારે દરરોજ સૂકો મેવો-ફ્રૂટ સાથે ઘરનું ખાવાનું નારાયણને જેલમાં મળતું હતું, જોકે હવે તેની તમામ સુવિધાઓ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. નારાયણને પાકાકામની નંબર ટિકિટ આપવામાં આવ્યો છે. તે હવે જેલમાં કેદી નંબર 1750થી ઓખવામાં આવશે.
વડોદારા: પીવાના દૂષિત પાણી મુદ્દે કોંગ્રેસનો કોર્પોરેશન કચેરી ખાતે હલ્લાબોલ
સાંઈને હાઈપ્રોફાઈલ કેદીઓ માટેની બેરેક સી-6માં રાખવામાં આવ્યો છે. સાથે જ પાંખડી નારાયણ હવે સાધુના વેશમાંથી નહીં પરતું કેદીઓના કપડામાં જોવા મળશે, આજે બુધવારથી નારાયણ સાંઈને જેલ સત્તાધીશો તરફથી સફેદ કફની અને પાયજામોમાં પહેરવા માટે આપવામાં આવ્યો છે. સાથે જ માથા પર પીળી ટોપી પહેરવી પડશે, જેનાથી તેની સજા કેવી રીતની છે તે ખબર પડશે.
જેલમાં તેને નવી એક થાળી, વાટકી અને ગ્લાસ આપવામાં આવ્યું છે. બે ધાબળા, બે ચાદર અને એક ઓશીકું નવું આપવામાં આવ્યું છે. મુલાકાતીઓ નારાયણ સાંઈની મહિનામાં બે વખત મુલાકાત કરી શકશે. ઘરનું ટિફિટ સદંતર બંધ થઈ જશે. હવે જેલમાં પાકા કામના કેદીઓ માટે બનાવવામાં આવેલું ખાવાનું ખાવુ પડશે, તેને મહિને 800 રૂપિયાનો મની-ઓર્ડર મોકલી શકશે, જેનાથી જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદી શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે