પુરુષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી પર થયો રૂપિયાનો વરસાદ, બન્ને નેતાઓએ ભાતીગળ રાસ રમી, Video વાયરલ
અમરેલીના ચિતલ રોડ પર દક્ષેશ્વર મહાદેવનુ તેમણે ભુમિપુજન કર્યુ હતુ. બાદમા નાના માચીયાળા ખાતે ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ધ્વજારોહણ કર્યુ હતુ. ચિતલના આસ્થાના કેન્દ્ર એવા ધારનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
Trending Photos
કેતન બગડા/અમરેલી: કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને ઇફકોના ચેરમેન દિલીપ સંધાણી પર શિવરાત્રીના દિવસે રૂપિયાનો વરસાદ થયો છે. કેન્દ્રીય મંત્રીના ગામ ઇશ્વરીયામાં યોજાયેલ ડાયરામાં દિલીપ સંઘાણી અને પુરુષોત્તમ રૂપાલા રાસના તાલે ઝૂમી ઉઠ્યા હતી. બન્ને નેતાઓએ ભાતીગળ રાસ રમી કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. બન્ને નેતાઓ રાસ રમતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે હાલ વાયુવેગે ફરી રહ્યો છે.
શિવરાત્રીએ ઈશ્વરિયામાં યોજાયેલા ડાયરામાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી પર રૂપિયાનો વરસાદ#Gujarat #Mahashivratri #Shivratri pic.twitter.com/BdoB7umJBH
— Zee 24 Kalak (@Zee24Kalak) March 2, 2022
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમણે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા શિવરાત્રીના દિવસે અમરેલી જિલ્લાની મુલાકાતે હતા, તેમની સાથે ઈફ્ફોના ચેરમેન દિલીપ સંઘાણીએ પણ સ્થાનિક ભાજપના આગેવાનો સાથે જિલ્લાના જુદાજુદા શિવાલયો ખાતે દર્શન યાત્રા યોજી હતી. અમરેલી જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં અનેક સુપ્રસિધ્ધ શિવાલયો આવેલા છે. મહાશિવરાત્રીના પર્વ પર જ કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલા અમરેલી જિલ્લાના પ્રવાસે હોવાથી તેમણે અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી તથા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા દ્વારા દર્શન યાત્રાનુ આયોજન કરાયુ હતુ.
અમરેલીના ચિતલ રોડ પર દક્ષેશ્વર મહાદેવનુ તેમણે ભુમિપુજન કર્યુ હતુ. બાદમા નાના માચીયાળા ખાતે ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ધ્વજારોહણ કર્યુ હતુ. ચિતલના આસ્થાના કેન્દ્ર એવા ધારનાથ મહાદેવના દર્શન કર્યા હતા. બાબરાના ગરણી ગામે સ્વયંભુ ગરણેશ્વર મહાદેવની યાત્રા બાદ અમરેલીમા નાગનાથ મહાદેવ ખાતે યજ્ઞ અને શોભાયાત્રામા પણ ભાગ લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે