રાજ્યમાં વરસાદી માહોલ, અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન

રાજ્યમાં ધમાકેદાર રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. તમામ જિલ્લાના મોટાભાગના તાલુકામાં વરસાદનું આગમન થઈ ગયું છે. 

 

રાજ્યમાં વરસાદી માહોલ, અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન

અમદાવાદઃ રાજયમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સુરતના અનેક વિસ્તારોમાં મોડી રાતથી શરૂ થયેલો ધોધમાર વરસાદ યથાવત રહ્યો છે. તો તાપી જિલ્લાના સોનગઢ, ઉચ્છલ, વ્યારા, ડોલવણ, વાલોડ, કુકરમુંડા, નિઝરમાં વરસાદ થઇ રહ્યો છે. બીજી તરફ આણંદમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થતા અમુક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જયારે ડેરી રોડ પર લાઇટ ડુલ થઇ હતી. ખેડાના નડિયાદ, કપડવંજ, કઠલાલ, મહુધા પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વલસાડના પારડી અને વાપીમાં પણ છેલ્લાં 24 કલાકમાં 5થી 6 ઇંચ જેટલો વરસાદ પડતા રોડ રસ્તા પર પાણીનો ભરાવો જોવા મળ્યો હતો.   વડોદરામાં પણ ગઇકાલે રાતથી ધીમીધારે વરસાદ વરસતા લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે અને  વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ત્યારે સમગ્ર રાજયમાં વરસાદને પગલે ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news