ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો, અમરેલી-સાવરકુંડલામાં વરસ્યો મેઘ
રાજ્યમાં કેટલાંક વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે, કરા અને વીજળી પડવાની શક્યતા હોવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના કહેવા અનુસાર, રાજસ્થાન ઉપર સર્જાયેલા હવાના દબાણને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જેને લઈને રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળશે. જોકે, આગામી દિવસોમાં હીટવેવની આગાહી કરવામાં આવી નથી. આગામી દિવસોમાં રાજ્યમાં ગરમી મહત્તમ 41 ડિગ્રી રહેશે, જેથી ગુજરાતના લોકોને ગરમીમાં રાહત મળે તેવી શક્યતા છે.
Trending Photos
કેતન બગડા/અમરેલી :રાજ્યમાં કેટલાંક વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે, કરા અને વીજળી પડવાની શક્યતા હોવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના કહેવા અનુસાર, રાજસ્થાન ઉપર સર્જાયેલા હવાના દબાણને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જેને લઈને રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળશે. જોકે, આગામી દિવસોમાં હીટવેવની આગાહી કરવામાં આવી નથી. આગામી દિવસોમાં રાજ્યમાં ગરમી મહત્તમ 41 ડિગ્રી રહેશે, જેથી ગુજરાતના લોકોને ગરમીમાં રાહત મળે તેવી શક્યતા છે.
અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ખાંભા પંથકમાં અચાનક વરસાદ પડતાં આંબાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સાવરકુંડલામાં પણ કેટલાંક સ્થળોએ વરસાદી ઝાપટાં હોવાના સમાચાર મળી રહ્યા છે. આંબરડી, વીજપડી, ભમ્મર, ધાડલા, ચીખલીમાં વરસાદી ઝાપટું પડ્યું હોવાના સમાચાર છે. રાજ્યના હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે, ત્યારે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે