રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ખેડાના મહુધા અને અમરેલીના વાડીયામાં
Trending Photos
હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 89 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ ખેડાના મહુધા અને અમરેલીના વાડીયામાં ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ થયો છે.
જ્યારે રાજકોટના કોટડાસાંગાણીમાં બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આ બાજુ છોટાઉદેપુરના પાવીજેતપુર, ભરૂચના નેત્રંગ અને દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સુરતના કામરેજ અને પોરબંદર સીટી માં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો. સુરતના માંગરોળમાં પણ એક ઇંચ વરસાદ વરસ્યો છે.
અત્રે જણાવવાનું કે આગામી ચારેક દિવસ રાજ્યમાં વરસાદ લાવે તેવી સિસ્ટમ કાર્યરત ન હોવાથી છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. પણ ભારે વરસાદ પડવાની શક્યતા નહિવત હોવાનું હવામાન ખાતુ જણાવી રહ્યું છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે