શું ગુજરાતમાં કંઈક મોટું કરવાનો પ્લાન હતો? 10-10 વર્ષથી વોન્ટેડ હથિયારોનો સોદાગર ઝડપાયો!

વર્ષ ૨૦૧૫માં માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો એક ગુનો નોંધાયો હતો જેમાં આ શખ્સનું હથિયારના સપ્લાયર તરીકે નામ સામે આવ્યું હતું. જો કે છેલ્લા ૧૦ વર્ષથી આ શખ્સ પોલીસ પકડથી દૂર હતો. દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી.

શું ગુજરાતમાં કંઈક મોટું કરવાનો પ્લાન હતો? 10-10 વર્ષથી વોન્ટેડ હથિયારોનો સોદાગર ઝડપાયો!

ગૌરવ દવે/રાજકોટ: હવે વાત હથિયારના એક એવા સોદાગરની કે જે છેલ્લા 10-10 વર્ષથી વોન્ટેડ હતો. ગુજરાતના અલગ અલગ ખુણાઓમાં હથિયારો સપ્લાય કરીને તે ફરાર થઇ જતો હતો. જો કે રાજકોટ પોલીસે મધ્યપ્રદેશથી હથિયારના આ સોદાગરની ધરપકડ કરી છે. કોણ છે આ શખ્સ અને અત્યાર સુધીમાં કેટલા હથિયારોની કરી હતી સપ્લાઈ?

  • હથિયારોનો સોદાગર ઝડપાયો
  • ૧૦-૧૦ વર્ષથી હતો વોન્ટેડ
  • ગુજરાત ATS સહિત અનેક જિલ્લાઓમાં હતો વોન્ટેડ

પોલીસના સકંજામાં રહેલા આ શખ્સને જુઓ આ છે હથિયારોનો સોદાગર આ શખ્સનું નામ પ્રીતમસિંગ નીમસિંગ ભાટીયા છે, વર્ષ ૨૦૧૫માં માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો એક ગુનો નોંધાયો હતો જેમાં આ શખ્સનું હથિયારના સપ્લાયર તરીકે નામ સામે આવ્યું હતું. જો કે છેલ્લા ૧૦ વર્ષથી આ શખ્સ પોલીસ પકડથી દૂર હતો. દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે આ શખ્સ મધ્યપ્રદેશના બડવાણી જિલ્લામાં હાલમાં છે જેના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મધ્યપ્રદેશ પહોંચી હતી અને આ શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. 

અનેક ગુનાઓમાં વોન્ટેડ છે આરોપી
રાજકોટ શહેર ઉપરાંત આ શખ્સ ગુજરાત એટીએસના ચોપડે ૧૦ જેટલા ગુનાઓમાં હથિયાર સપ્લાય કરવાના ગુનામાં પોલીસ ચોપડે વોન્ટેડ હતો. પોલીસના કહેવા પ્રમાણે રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર, માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તાર,જુનાગઢ શહેરના સી ડિવીઝન, એ ડિવીઝન, જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન અને વંથલી પોલીસ સ્ટેશનમાં આ શખ્સ વિરુદ્ધ આર્મ એક્ટ અંતર્ગત હથિયારો સપ્લાઇ કરવાનો ગુનો નોંધાયેલો છે. 

છેલ્લા ઘણાં વર્ષોથી આ શખ્સ મધ્યપ્રદેશ જ રહેતો હતો. આ શખ્સ મધ્યપ્રદેશથી અહીં હથિયારો લઇને આવતો હતો અને હથિયારનું વેચાણ કરીને ફરી તે મધ્યપ્રદેશ ફરાર થઇ જતો હતો. જે હથિયારો આ શખ્સે સપ્લાય કર્યા છે તેનો ગેરકાયદેસર પ્રવૃતિમાં ઉપયોગ કરાયો હોવાનો ખુલાસો થયો છે. હાલ પોલીસે આ શખ્સને પકડી પાડ્યો છે. આ શખ્સે અત્યાર સુધીમાં કેટલા હથિયારોની સપ્લાઇ કરી છે. આ શખ્સ સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે. આટલા વર્ષોથી ફરાર હતો ત્યારે તેને કોઇ ગુનાહિત પ્રવૃતિને અંજામ આપ્યો છે કે કેમ સહિતના મુદ્દે તપાસ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news