વસ્ત્રાપુરની ગલીમાં કોલ્ડપ્લેની ટીમને રસ્તામાં મળેલા ગુજરાતી યુવકનું નસીબ ચમક્યું
Coldplay Concert In Ahmedabad : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થોડીવારમાં કોલ્ડપ્લે કોન્સર્ટનો પ્રારંભ થશે... શુક્રવારે રાતે અમદાવાદ પહોંચ્યા બાદ કોલ્ડપ્લેની ટીમ અમદાવાદની ગલીઓમાં લટાર મારવા નીકળી હતી, જ્યાં કોલ્ડપ્લે સ્ટાર ક્રિસ માર્ટિને એક ગુજરાતી યુવક સાથે ટુવ્હીલર પર સફર માણી હતી, અને બાદમાં તેને કોન્સર્ટની બે ટિકિટ પણ આપી
Trending Photos
Ahmedabad News : થોડા ક્ષણોની વાર છે. અમદાવાદના આંગણે કોલ્ડપ્લેના સૂર ગુંજી ઉઠશે. દોઢ લાખ લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચી ગયા છે. આખું સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું છે. કોલ્ડપ્લેના સ્ટાર્સની એક ઝલક જોવા માટે ફેન્સ તલપાપડ છે. લોખંડી બંદોબસ્ત વચ્ચે કોલ્ડપ્લેના સ્ટાર્સ ભારત પ્રવાસમાં જોવા મળી રહ્યાં છે. પરંતું અમદાવાદના વસ્ત્રાપુરની ગલીઓમાં કોલ્ડપ્લેના ક્રુ મેમ્બર્સની લટારમાં રસ્તામાં મળેલા ગુજરાતી યુવકનું નસીબ ચમકી ગયું.
કોલ્ડપ્લેની ટીમ વસ્ત્રાપુરમાં આવેલી આઈટીસી નર્મદા હોટલમાં રોકાયા છે. શુક્રવારે રાતે કોલ્ડપ્લેના ક્રુ મેમ્બર્સ હોટલ પહોંચી ગયા હતા. પરંતું આ ક્રુ મેમ્બર્સ છાનાછપના અમદાવાદમાં ફરવા નીકળ્યા હતા. આવામાં એક અમદાવાદી યુવકનું નસીબ ચમકી ગયું. કોલ્ડ પ્લેના સિંગર ક્રિસ માર્ટીનને એક્ટિવા પર બેસાડી અમદાવાદ ફેરવનાર મલય અડલજાનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે આટલા મોટા સ્ટારને મળીને તેની સાથે સેલ્ફી લેવાનું મલય અડલજાનું સપનું પૂરું થયું છે.
આ આકસ્મિક અને સુખદ મુલાકાત વિશે મલય અડલજાએ ઝી 24 કલાકને જણાવ્યું કે, હું વસ્ત્રાપુરથી શ્યામલ મારા ઘર તરફ આવતો હતો. તે સમયે કોલ્ડપ્લેનું ક્રુ મને રસ્તા વચ્ચે મળ્યું હતું. એટલે મેં ક્રુ મેમ્બરને કહ્યું કે મને એક સેલ્ફી આપશો. તો તેમણે કહ્યું કે સેલ્ફી આપું પણ મને એક્ટિવા પર એક રાઉડ જોઇએ છે. ત્યારે ક્રિસ માર્ટિન મારી પાછળ બેસી ગયા અને 100 મીટર જેટલી રાઉડ કરી હતી.
આગળ મલય કહે છે કે, રાઈડ દરમિયાન ક્રિસ માર્ટિનએ મને પૂછ્યુ કે તમે કોન્સેપ્ટની ટિકિટ લીધી છે? એટલે મેં ના પાડી કે નથી લીધી. ત્યારે સિંગર ક્રિસ માર્ટિને મને 26 જાન્યુઆરીની કોલ્ડપ્લેની 2 ટિકિટ આપી હતી. મને કોલ્ડપ્લેમાં જવાની ઇચ્છા હતી, પણ ટિકિટ મળતી ન હતી. પણ હવે સિંગર ક્રિસ માર્ટિન મને મળી ગયા એટલે કોલ્ડપ્લેમાં જવાની ઇચ્છા પૂરી થઈ ગઈ.
દેશ દુનિયાભરમાં જાણીતા કોલ્ડ પ્લે બેન્ડનું કોન્સર્ટ આજથી બે દિવસ માટે અમદાવાદમાં શરૂ થઈ જઈ રહ્યું છે. દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટનું આયોજન કરાયું છે. દુનિયાભરમાં કોલ્ડ પ્લેનું બેન્ડ જાણીતું છે ત્યારે લાખો લોકો કોલ્ડ પ્લેમાં ભાગ લેવા આવી રહ્યા છે. VVIP, VIP સહિતના દિગ્ગજો અમદાવાદ પહોંચી રહ્યા છે. ત્યારે લોકોના સુરક્ષા માટે પોલીસે પણ જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દીધો છે. કોલ્ડ પ્લેના કોન્સર્ટ દરમિયાન 3 હજાર 285 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો પહેરો રહેશે. સાથે જ 142 PSI, 63 PI, 25 ACP, 14 DCP તહેનાત રહેશે, તો NSGની એક ટીમ, BDDSની 10 ટીમ, 3 ક્વિક રિસ્પોન્સ ટીમ, SDRFની 1 ટીમ બંદોબસ્તમાં ખડેપગે રહેશે. આ ઉપરાંત CCTV સર્વેલન્સની બે વાન સ્ટેડિયમ પર હાજર રહેશે, જે લોકોની અવરજવર પર બાદ નજર રાખશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ શરૂ થાય તે પહેલા કંઈક અનોખું જોવા મળ્યું હતું. દુનિયાભરના ફેન્સ જેની એક જલક જોવા માગે છે તે કોલ્ડપ્લેનો લીડ સિંગર ક્રિસ માર્ટિન 24 જાન્યુઆરીની મોડીરાત્રે અમદાવાદની ગલિયોમાં ટુ-વ્હીલર પર ફરવા નીકળી પડ્યો હતો. કોઈપણ જાતની સિક્યુરિટી વગર ક્રિસ માર્ટિનએ ટુ-વ્હીલર પાછળ બેસીને સવારીની મજા માણી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે