ICCની 2024ની બેસ્ટ T20I ટીમમાં ભારતીયોનો દબદબો, આ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરેલ ખેલાડીને બનાવ્યો કેપ્ટન

ICC Best T20I Team 2024: 2024માં પોતાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવનાર રોહિત શર્માને ICCની 2024ની બેસ્ટ, T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેના સિવાય ત્રણ અન્ય ભારતીય પણ આ ટીમનો ભાગ છે.

ICCની 2024ની બેસ્ટ T20I ટીમમાં ભારતીયોનો દબદબો, આ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરેલ ખેલાડીને બનાવ્યો કેપ્ટન

ICC Best T20I Team 2024: ICCએ 2024ની બેસ્ટ T20 ઈન્ટરનેશનલ ટીમ પસંદ કરી છે, જેમાં T20 વર્લ્ડ કપ વિજેતા રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ દરમિયાન 2024નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ સાથે જ તેમણે T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી. ICC દ્વારા પસંદ કરાયેલ બેસ્ટ ટીમમાં ભારતીયોનું વર્ચસ્વ છે. આ ટીમમાં રોહિત ઉપરાંત ત્રણ અન્ય ભારતીય ક્રિકેટર છે. આ સાથે જ પાકિસ્તાનના એક ક્રિકેટરને પણ આ બેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

રોહિત સહિત ચાર ભારતીય ખેલાડીઓના નામ
રોહિત શર્મા ઉપરાંત ICCએ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને 2024ની બેસ્ટ T20 ટીમમાં સામેલ કર્યા છે. નોંધનીય છે કે, બુમરાહ, અર્શદીપ અને હાર્દિકે ભારતને 2024 T20 વર્લ્ડ કપ વિજેતા બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. ખાસ કરીને દક્ષિણ આફ્રિકા સામેની ફાઇનલમાં. ભારતે 2007 બાદ પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી.

વિસ્ફોટક બેટ્સમેનોમાં પાકિસ્તાનનો એક ખેલાડી
ICCએ ઓસ્ટ્રેલિયાના ખતરનાક બેટ્સમેન ટ્રેવિસ હેડ અને ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટને બેટિંગ યુનિટમાં બેસ્ટ ગણાવ્યા છે. આ સિવાય આ ટીમમાં બાબર આઝમ પાકિસ્તાનનો એકમાત્ર ક્રિકેટર છે. ICCએ આ ટીમમાં નિકોલસ પુરનને વિકેટકીપર બેટ્સમેન તરીકે સ્થાન આપ્યું છે. ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર એલેક્ઝાન્ડર રાજાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

અફઘાનિસ્તાન અને શ્રીલંકાનો પણ એક-એક ક્રિકેટર
અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાનને આ ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે શ્રીલંકાના વાનિંદુ હસરંગા પણ 2024ની બેસ્ટ T20 ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે. હસરંગા 2024માં T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનારો ત્રીજો બોલર બન્યો હતો. તેમણે 20 મેચમાં 38 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. જ્યારે રાશિદ ખાને 14 મેચમાં 31 વિકેટ લીધી હતી.

ICC ની 2024 ની બેસ્ટ T20I ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ફિલ સોલ્ટ, બાબર આઝમ, નિકોલસ પૂરન, સિકંદર રઝા, હાર્દિક પંડ્યા, રાશિદ ખાન, વાનિન્દુ હસરંગા, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news