અંબાલાલની નવી આગાહી, બંગાળની ખાડીમાં થશે મોટી હલચલ, ગુજરાતીઓનો ફેબ્રુઆરી બગડશે

Ambalal Patel Prediction : ઠંડીને લઈ અંબાલાલની આગાહી... ગુજરાતમાં હાલ ઠંડી પડી રહી છે... 27 તારીખ સુધી ઠંડી રહેવાની શક્યતા... 30-31 જાન્યુઆરી બાદ માવઠાની શક્યતા... 5 ફેબ્રુઆરી સુધીમાં માવઠું થાય તેવી આગાહી... ફેબ્રુઆરી બાદ ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થશે
 

અંબાલાલની નવી આગાહી, બંગાળની ખાડીમાં થશે મોટી હલચલ, ગુજરાતીઓનો ફેબ્રુઆરી બગડશે

Gujarat Weather Forecast : દરિયામાં ઉઠી રહેલા તોફાનની અસર ગુજરાત સુધી થઈ રહી છે. જાન્યુઆરીની શરૂઆતથી જ ગુજરાતના વાતાવરણમાં એક પછી એક પલટા આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં વધુ એક માવઠાની આગાહી છે. 30-31 જાન્યુઆરી બાદ ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે તેની આગાહી કરી છે. હવામાન નિષ્ણાતે 27 તારીખ સુધી ઠંડી રહેવાની શકયતા વ્યક્ત કરી છે. સાથે જ 5 ફેબ્રુઆરી સુધી માવઠાની શક્યતા છે અને ફેબ્રુઆરી બાદ ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થશે તેવી ભવિષ્યાવાણી કરી છે. 

નવી ભવિષ્યવાણી
હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું કે, ઠંડી લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં 27 જાન્યુઆરી સુધી સવારના ભાગોમાં રહેવાની શક્યતાઓ છે. 28 જાન્યુઆરીથી મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો આવી શકે છે. 28 મી જાન્યુઆરીએ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં આવશે. 30 અને 31 જાન્યુઆરી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવવાની શક્યતાઓ છે. જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પવનના તોફાનો થશે અને કમોસમી વરસાદ, કરા પડવા અને ક્યાંક મેઘ ગર્જના થાય તેવી શક્યતા છે. 

તેમણે વધુમાં કહ્યું કે, ફેબ્રુઆરી માસની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતાં, બંગાળ ઉપ સાગર અને અરબી સમુદ્રના ભેજ સજાતા મહારાષ્ટ્રના ભાગો, ગોવા નજીકના ભાગોમાં કમોસમી વરસાદ આવવાની શક્યતાઓ છે. આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠા, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગોમાં કમોસમી વરસાદ અથવા ઝાપટા પડશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ આવશે. જોકે, લા-નીનોની અસર બાબતમાં કેટલાક તજજ્ઞોના મનમાં અવઢવ છે. તેની અસરના કારણે બંગાળ ઉપસાગર સર્કિય રહેશે અને 15 ફેબ્રુઆરી સુધીમાં હવામાનમાં પલટા આવશે.

ગરમી અંગે આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી 19 ફેબ્રુઆરીથી રાજ્યમાં ગરમીનો પારો વધશે. 19 ફેબ્રુઆરીથી આગામી બે માસમાં રોગિષ્ટ ઋતુ રહેશે. જેથી ધન અને સ્વાસ્થ્ય સુધી કાળજી રાખવી.

હવામાન આગાહીકાર અંબાલાલે આ દિવસોમાં ખેડૂતોને સલાહ આપતા કહ્યું કે, બદલાયેલા વાતાવરણને કારણે ઘઉંના પાકને બહુ અસર નહીં થાય. જોકે જીરાના પાકને અસર થઈ શકે છે. ઘઉંના પાકના ખેડૂતોએ ફેબ્રુઆરી 5 તારીખની આસપાસ બદલાયેલા વાતાવરણની અસર થઈ શકે છે, એટલે સાવચેત રહેવું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news