Rice: આ 2 પ્રકારના ચોખા આપણા માટે બેસ્ટ, ખાવાથી વજન અને બ્લડ શુગર રહેશે કંટ્રોલમાં

Rice Benefits: ભારતમાં અલગ અલગ રીતે ચોખા ખવાય છે. ચોખા પોષકતત્વોથી ભરપુર હોય છે પરંતુ તે ડાયાબિટીસ અને વધારે વજન ધરાવતા લોકો માટે જોખમી છે. પરંતુ 2 પ્રકારના ચોખા એવા છે જે શરીરને નુકસાન નહીં ફાયદો કરે છે.

Rice: આ 2 પ્રકારના ચોખા આપણા માટે બેસ્ટ, ખાવાથી વજન અને બ્લડ શુગર રહેશે કંટ્રોલમાં

Rice Benefits: ભારતમાં ચોખા મુખ્ય રીતે ખવાતા અનાજમાં આવે છે. ચોખાનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. દક્ષિણ ભારત અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં તો મુખ્ય ભોજન તરીકે ચોખા ખવાય છે. ચોખાથી શરીરને ઊર્જા મળે છે અને પોષણ પણ મળે છે. ચોખા પણ અલગ અલગ પ્રકારના હોય છે.

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર સફેદ ચોખા કરતા અન્ય બે પ્રકારના ચોખા શરીર માટે વધારે ફાયદાકારક છે. સફેદ ચોખા વધારે માત્રામાં નિયમિત ખાવાથી બ્લડ સુગર અને વજન વધવાની સમસ્યા રહે છે. પરંતુ જો બ્રાઉન રાઈસ અને રેડ રાઈસનો ઉપયોગ કરવામાં આવે તો આ સમસ્યાઓ થતી નથી. બ્રાઉન રાઈસ અને રેડ રાઈસ ફાઇબરથી ભરપૂર હોય છે જેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે પરિણામે વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. 

બ્રાઉન રાઈસ 

બ્રાઉન રાઈસ સ્વાસ્થ્ય માટે સૌથી સારા ગણાય છે કારણ કે તે ફાઇબરથી ભરપૂર હોય છે અને તેના પર પ્રોસેસ ઓછી કરેલી હોય છે. બ્રાઉન રાઈસના ફાયદા વિશે વાત કરીએ તો તેને ખાવાથી પાચન સુધરે છે અને બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. બ્રાઉન રાઈસ મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને સેલેનિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ ચોખા ખાવાથી વજન વધતું નથી પણ વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. બ્રાઉન રાઈસને કુક કરતા પહેલા ૨૦ થી ૩૦ મિનિટ માટે પલાળી રાખવા જોઈએ. ત્યાર પછી તેને ખુલ્લા પાણીમાં બાફીને ઉપયોગમાં લેવા. 

રેડ રાઈસ 

બ્રાઉન રાઈસ સિવાય રેડ રાઈસ પણ ઉપયોગમાં લઈ શકાય છે. આ ચોખા સૌથી વધારે દક્ષિણ અને પૂર્વતર ભારતમાં લોકપ્રિય છે. જોકે મેટ્રો સિટીમાં આ ચોખા સરળતાથી મળી રહે છે. રેડ રાઈસમાં એન્ટિ ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે અને તે શરીરના સોજા ઉતારવામાં મદદ કરે છે અને સાથે જ હાર્ટને પણ હેલ્ધી રાખે છે. રેડ રાઈસ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. રેડ રાઈસ હાર્ટ પેશન્ટ માટે ફાયદાકારક છે આ ચોખા આયરનની ખામીને પણ દૂર કરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news