રાજકોટઃ પૈસાની ઉઘરાણી કરવા ગયેલા વેપારીની એસિડ પીવડાવી કરી હત્યા
વેપારીની હત્યાનો બનાવ બનતા તેમજ જેના પર હત્યાનો આક્ષેપ છે તે યુવક પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોવાથી પોલીસ હોસ્પિટલ ખાતે સુરક્ષા વધારે ચુસ્ત કરી દીધી છે.
Trending Photos
રાજકોટઃ શહેરમાં ખળભળાટ મચાવી દે તેવો હત્યાનો એક બનાવ સામે આવ્યો છે. જેમાં મૃતકના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે તેના પુત્રની એસિડ પીવડાની હત્યા કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં આવેલી કબીરવન સોસાયટીમાં રહેતા યુવક 20 લાખ રૂપિયાની ઉઘરાણી કરતા માટે જિયાણા ગામ ગયો હતો. ત્યાં તેણે યુવક પર છરીથી હુમલો કર્યો હતો. યુવકને એસિડ પીવડાવીને મોતને ઘાટ ઉતારી દેતા પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું હતું.
કબીરવન સોસાયટીમાં રહેતા અને ચાંદીકામ કરતા જયેશ રામાણી (ઉં 35) સોમવારે બેભાન હાલતમાં મળી આવતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યાં ડોક્ટરોએ જયેશને મૃત જાહેર કર્યો હતો. જયેશના પિતા તેને હોસ્પિટલ લઈને આવ્યા હતા. તેમના પિતા છગનભાઈએ પોલીસને જણાવ્યું કે, તેમનો પુત્ર ચાંદીકામ કરતો હતો અને મોરબી રોડ પર રહેતા કિશોર રામાણી પાસે રૂપિયા 20 લાખ માંમગતો હતો તેની ઉઘરાણી કરતા તે જિયાણા ગયો હતો. આ દરમિયાન જયેશને એસિડ પીવડાવી દેતા જયેશનું મોત થયું છે. તો કિશોર રામાણીએ આરોપ લગાવતા કહ્યું કે, મેં પાંચ લાખ લીધા છે.
બીજીતરફ સામાપક્ષે કિશોર રામાણી ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ થયો હતો. તેણે જયેશ રામાણી અને તેની સાથે રહેલી એક વ્યક્તિ પર છરીથી હુમલો કરવાનો આક્ષેપ કર્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ દોડી ગઈ હતી. જયેશ બે ભાઇમાં મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્ર છે. જયેશની પત્ની સોનલબેન હાલમાં સગર્ભા છે. પરિવારમાં નવા સભ્યનું આગમન થાય તે પૂર્વે જયેશનાં મોતથી ગમગીની છવાઇ ગઇ હતી. જયેશની એસિડ પીવડાવી હત્યા કરાયાનો તેના પિતાએ આક્ષેપ કર્યો હતો. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી.
આ અંગે મીડિયા સાથે વાત કરતા કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું કે, ઘટનાની જાણ થતા તેઓ જિયાણા ગામ પહોંચ્યા ત્યારે જયેશ રામાણી જિયાણામાં કિશોર રામાણીના ઘરમાં સૂતો હતો તે સામે ચાલીને 108માં બેઠો તે બોલી શકતો ન હતો. પીઆઈએ કહ્યું કે, જયેશ અને એક અજાણ્યો વ્યક્તિ જિયાણા ગામે કિશોર રામાણીના ઘરે પહોંચ્યા હતા. કિશોર અને તેની પત્ની રૂમ તરફ જતા હતા ત્યારે જયેશે પાછળથી કિશોર પર હુમલો કર્યો હતો.
કિશોર પર હુમલો થયા બાદ તેની પત્ની એક્ટિવા પર કિશોરને લઈને હોસ્પિટલ પહોંચી હતી. તો બીજીતરફ હુમલો કર્યા બાદ જયેશે કિશોરના રૂમમાં દાખલ થયો અને અંદરથી રૂમ બંધ કરીને એસિડ પી લીધું હતું. આ ઘટના બાદ ગ્રામજનો ભેગા થઈ ગયા હતા. તેમણે રૂમનું બારણું તોડીને જયેશને બહાર કાઢ્યો હતો. રૂમમાંથી એસિડની બોટલ પણ મળી આવી હતી, તેમ પીઆઇએ જણાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે