રાજકોટમાં એક જ દિવસમાં બે યુવકોના હાર્ટએટેકથી મોત, એકને જન્માષ્ટમીના કાર્યક્રમમાં દુખાવો ઉપડ્યો
Rajkot News : રાજકોટના જેતપુરમાં 26 વર્ષના યુવકનું હાર્ટએટેકથી મોત...પંચવટી વિસ્તારમાં રહેતા વિજય મેઘનાર્થી નામના યુવકનું નિપજ્યું મોત... રાજકોટના જેતપુરમાં 26 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત...
Trending Photos
Heart Attack : સતત વધી રહેલા હ્રદયરોગના હુમલાએ લોકોની ચિંતા વધારી દીધી છે. એક સમય એવો હતો જ્યાં ઉમરલાયક લોકો જ હાર્ટએટેકનો શિકાર બનતા હતા. પરંતું હવે તો જુવાનજોધ લોકો હાર્ટએટેકથી મોતને ભેટી રહ્યા છે. ત્યારે રાજકોટમા આજે હાર્ટએટેકથી એકસાથે બે યુવકોને મોત આવ્યું છે.
રાજકોટમાં જન્માષ્ટમીનાં કાર્યક્રમમાં હાર્ટ એટેક આવતા યુવકનું મોત નિપજ્યું છે. 25 વર્ષીય જતીન સરવૈયા નામના યુવકનું હાર્ટ એટેકથી નિધન થયું છે. રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ પાસે વીર હનુમાનજી ચોક પાસે આ બનાવ બન્યો હતો. જન્માષ્ટમીના કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે જતીનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાતા તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. જતીન સરવૈયા (ઉ.વ.25) ના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.
જન્માષ્ટમીના કાર્યક્રમમાં જ યુવકનું હાર્ટ એટેકથી મોત#Gujarat #Janmashtami #HeartAttack #Rajkot pic.twitter.com/Sieq24vufw
— Zee 24 Kalak (@Zee24Kalak) September 7, 2023
તો બીજી તરફ, જેતપુરમાં યુવાનનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. જેતપુરમાં યુવાનોમાં વધી હાર્ટ એટેકના બનાવ વધતા ચિંતા વ્યાપી ગઈ છે. જેતપુરના પંચવટી વિસ્તારમાં રહેતા યુવાનને ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. વિજય મેઘનાર્થી નામના 26 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું છે. યુવાનને હાર્ટ એટેક આવતા હોસ્પિટલ લવાતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો. જેથી મૃતકના મૃતદેહને પીએમ અર્થ ખસેડાયો હતો.
રાજકોટમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત#Gujarat #HeartAttack #BreakingNews #Rajkot pic.twitter.com/eCyvTUHSRj
— Zee 24 Kalak (@Zee24Kalak) September 7, 2023
વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો
આજકાલ વાયરલ વીડિયોમાં તમે એવુ જોતા હશો કે, કેટલાક લોકો પ્રસંગોમાં ઢળી પડે છે, તો કેટલાક ચાલતા ચાલતા મોતને ભેટે છે. તો કેટલાકને નાટકોમાં રોલ ભજવતા સમયે હાર્ટ એટેક આવે છે. ત્યારે જો તમે પણ એવુ વિચારો છો કે તમારી સાથે આવુ ન થાય તો આજથી જ તકેદારી રાખવાની શરૂઆત કરી દો. આ ઘટનાઓ મતલબ હાર્ટ એટેક. આજકાલ હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. આવામાં જો તમે નાની ઉંમરમાં હાર્ટ એટેકનો શિકાર થવા ન માંગતા હોવ તો આજથી જ કેટલાક નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દો.
વર્તમાન જીવનશૈલીને નાની ઉંમરે હૃદય સંબંધિત સમસ્યા અને હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યાં છે. હાઈ બ્લડ પ્રેશરથી તેની શરૂઆત થાય છે. WHOના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં 1.28 અરબ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. પરતું એમાંથી 46 ટકા લોકોને ખબ જ નથી કે તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. જ્યારે લોકો કોઈ સમસ્યાની સારવાર માટે જાય છે, ત્યારે તેમને ખબર પડે છે કે તેમને હાઈ બીપી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે 20 થી 30 વચ્ચે જો આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટએટેકનું જોખમ ઘટાડી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે