કલકી અવતાર કહેતા રમેશ ફેફરનો બફાટ; 'પરશુરામની સરખામણી રાક્ષસ સાથે કરી; ચંદ્રયાન-3ને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો'
કથિત કલ્કી અવતાર રમેશ ફેફરે બ્રહ્મ સમાજનું અપમાન કરતા વિવાદ વકર્યો છે. રમેશ ફેફરનું મોં કાળું કરનારને 11 હજારના ઈનામની હેમાંગ રાવલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
Trending Photos
ઝી બ્યુરો/રાજકોટ: શહેરમાં રહેતા અને સરકારી પૂર્વ કર્મચારી રમેશ ફેફર પોતાને કલ્કી અવતાર ગણાવે છે. પરંતુ આ કર્મચારીએ તો આ વખતે હદ કરી નાંખી. વિવાદોનો બીજો પર્યાય બની ગયેલા રમેશ ફેફરે બ્રહ્મ સમાજનું સૌથી મોટું અપમાન કર્યુ. તેણે બ્રાહ્મણોના આરાધ્ય દેવ પરશુરામ ભગવાનની સરખામણી રાક્ષસ સાથે કરી અને બ્રાહ્મણોનો નાશ થશે તેવી ભવિષ્યવાણી કરી નાંખી હતી.
પોતાને કલ્કી અવતાર ગણાવતાં રમેશ ફેફરે ભગવાન પરશુરામની સરખામણી રાક્ષસ સાથે કરી; ચંદ્રયાન-3ના લેન્ડિંગને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો#Gujarat #Chandrayaan3 #Live pic.twitter.com/y7UbsTOJk1
— Zee 24 Kalak (@Zee24Kalak) August 26, 2023
જોકે આ વ્યક્તિ આટલે જ અટક્યો ન હતો. તેણે ચંદ્રયાન-3ના લેન્ડિંગને પણ સરકારનું પબ્લિસિટી સ્ટંટ ગણાવી દીધો. જે ક્ષણ દેશવાસીઓ માટે ગૌરવ સમાન હતી તે ક્ષણને આ તુચ્છ જીવે 615 કરોડ રૂપિયાના ચૂંટણી પ્રચાર ગણાવી દીધો. રમેશ ફેફર અગાઉ પણ વિવાદિત નિવેદન આપી ચૂક્યો છે. જોકે આ વખતે તેણે બ્રહ્મ સમાજનું અપમાન કરીને પોતાની મુશ્કેલી વધારી દીધી છે. કેમ કે બ્રહ્મ સમાજના આગેવાન હેમાંગ રાવલે તેમનું મોં કાળું કરનાર વ્યક્તિને 11,000 રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે અને આગામી સમયમાં આવા વ્યક્તિ સામે ઉગ્ર વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
મહત્વનું છે કે પૂર્વ સરકારી કર્મચારી રમેશ ફેફરે દાવો કર્યો હતો કે તે કલ્કી અવતાર છે. અહીં સુધી તો ઠીક છે પરંતુ આ મહાશયે સરકારને ધમકી આપી હતી કે જો તેમને પગાર નહીં ચૂકવવામાં આવે તો દુષ્કાળ લાવી દેશે. તેમણે સરકારને પત્ર લખીને પોતાનો એક વર્ષનો પગાર અને ગ્રેચ્યુઈટીના રોકેલા રૂપિયા 16 લાખ રૂપિયા તાત્કાલિક આપવા માગણી કરી હતી. ત્યારથી તે અવારનાર ભગવાન અને વિવિધ સમાજ વિશે વિવાદિત નિવેદન કરીને ચર્ચામાં રહેવાનો પ્રયાસ કરે છે. પરંતુ આવા માનસિક રીતે બીમાર વ્યક્તિ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી ઉઠી છે.
પોતાને કલ્કીનો અવતાર ગણાવતાં રમેશ ફેફરના વિવાદિત નિવેદન પર કોંગ્રેસ નેતા હેમાંગ રાવલની પ્રતિક્રિયા #Gujarat #Congress #RameshFefar pic.twitter.com/FbL5o1y8BJ
— Zee 24 Kalak (@Zee24Kalak) August 26, 2023
- હિન્દુસ્તાનના મંદિરમાં જેટલા બ્રાહ્મણો પૂજા કરે છે તે બધા નરકમાં જવાના છે: પોતાને કલ્કી અવતાર ગણાવતાં રમેશ ફેફરનું વિવાદિત નિવેદન
- ક્ષત્રિય અને બ્રાહ્મણ સમાજ તથા ભગવાન પરશુરામનો હું 'હાર્ટ એટેક'થી નાશ કરી દેવાનો છું: રમેશ ફેફર
- ચંદ્રયાન-3 ચૂંટણી જીતવા માટે મોદીનો પબ્લિસિટી સ્ટંટ છે: રમેશ ફેફર
- હિંદુ ધર્મમાં હવે દમ નથી રહ્યો: રમેશ ફેફરનું વિવાદિત નિવેદન
- મારુ પેંશન અટકાવ્યું છે એટલે જગદંબા કોપાયમાન થયા છે: રમેશ ફેફર
- જો હું ભગવાન હોઉં ને તો ભારતની પ્રજાને ધોકાઉ
- વર્ષ પછી એકેય બ્રાહ્મણને હું રહેવા દેવાનો નથી: રમેશ ફેફરના નિવેદનથી વિવાદ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે