'પહેલા હું સુરત આવતો તો મીની સૌરાષ્ટ્ર લાગતું, હવે એવું લાગે છે કે મીની ભારતમાં ભાષણ કરું છું'
સુરત આવેલા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરસોત્તમ રૂપાલાના સ્વાગતમાં સુરત ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરાછા સ્થિત સભા હોલ ખાતે સ્વાગત સંમેલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં અલગ અલગ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: સુરત આવેલા પુરુષોત્તમ રૂપાલામાં સ્વાગતમાં વરાછા ખાતે ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા સ્વાગત સંમેલન યોજવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ સમાજના લોકો દ્વારા રૂપાલાનું પુષ્પગુચ્છ અને શોલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રૂપાલાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સુરતના કારણે દેશભરમાં રાજ્યની આબરૂ વધી છે. લોકશાહીના પર્વમાં સહભાગી બનવા દેશભરના લોકો થનગણી રહ્યા છે. પહેલાં ચૂંટણી આ સમય હું અહીં ભાષણ કરવા આવતો હતો, ત્યારે લાગતું હતું કે મીની સૌરાષ્ટ્રમાં ભાષણ કરવા આવ્યો છું. પરંતુ આજે લાગી રહ્યું છે કે હું મીની ભારતમાં આવી ભાષણ કરી રહ્યો છું. ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપને મત આપી વિજયી બનાવવા માટેની અપીલ પણ કરી હતી.
સુરત આવેલા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરસોત્તમ રૂપાલાના સ્વાગતમાં સુરત ઉમિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરાછા સ્થિત સભા હોલ ખાતે સ્વાગત સંમેલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં અલગ અલગ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના અલગ અલગ ગામડાના અગ્રણીઓ દ્વારા રૂપાલાનું પુષ્પગુછ અને શોલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે સુરતના પાટીદાર સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. જે તમામ શ્રેષ્ઠીઓ દ્વારા રૂપાલાનું અભિવાદન કરવામાં આવ્યું હતું
સ્વાગત સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પુરુષોત્તમ રૂપાલાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, રાજકોટ લોકસભા મત વિસ્તારના અહીં વસતા લોકોને મળવા આવવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. માતાજીના આશીર્વાદનો લાભ મળ્યો તે બદલ સમાજના સૌ લોકોનો અંત:કરણથી આભાર માનું છું. બધાના આશીર્વાદ પણ અપાવ્યા તે બદલ પણ હું આભાર વ્યક્ત કરું છું. આજના દિવસમાં હું સૌ લોકોને મળવા આવ્યો છું. જુદા જુદા જુના ભાઈબંધો, સમાજના આગેવાનોએ મળીને મને શુભકામના આપી, જે બદલ તમામને અભિનંદન પાઠવું છું. સમગ્ર દેશના લોકો લોકશાહીના પર્વમાં જોડાવવા થનગની રહ્યા છે. અયોધ્યામાં રામ વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા આવ્યા તેવો માહોલ 22મી જાન્યુઆરીએ જોવા મળ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણીના સમયે હું અહી આવતો ત્યારે લાગતું કે મીની સૌરાષ્ટ્રમાં ભાષણ કરી રહ્યો છું. હવે લાગી રહ્યું છે કે હું મીની ભારતમાં ભાષણ કરી રહ્યો છું. સુરતના કારણે દેશભરમાં રાજ્યની આબરૂ વધે છે.સુરતની અંદર દેશ-વિદેશથી આવતા લોકોનું ઉમળકાભેર સ્વાગત થાય છે. બહારથી આવતા લોકો પણ પોતાને સુરતી હોવાની અનુભૂતિ કરે છે.
સૌને વિન્નતી કરવી છે કે આપણા રાજ્યમાં 7 મી તારીખના રોજ મતદાન છે. અહીંના લોકો પત્ર,ટેલિફોન અથવા કોઈ પણ માધ્યમ દ્વારા પોતાના સગા-સબંધીઓને જાણ કરી ગુજરાતની 26 સીટો પર કમલને મતદાન કરી જીત અપાવે તેવી અપીલ છે.દરેક લોકોએ ઓછામાં ઓછા 50 લોકોનો સંપર્ક કરવો જોઈએ. પોતાના પરિવારની જેમ મિટિંગ કરી ભાજપ માં સમર્થનમાં મતદાન કરાવશે તેવો મને વિશ્વાસ છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે