સેલવાસના મદરેસાના મોલવીએ શું દુષ્કર્મ આચર્યું? અભ્યાસ કરતી સગીરાનો મોટો આક્ષેપ, ઉચ્ચ અધિકારીઓ હરકતમાં..

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં મદરેસાના મોલવી પર દુષ્કર્મનો આરોપ લાગતા ખળભળાટ મચ્યો છે. દરેસામાં અભ્યાસ કરતી સગીરા ઉપર દુષ્કર્મ થયું હોવાની જાણ સગીરાએ તેના માતા પિતાને કરી હતી..

સેલવાસના મદરેસાના મોલવીએ શું દુષ્કર્મ આચર્યું? અભ્યાસ કરતી સગીરાનો મોટો આક્ષેપ, ઉચ્ચ અધિકારીઓ હરકતમાં..

નિલેશ જોશી/ દાદરા નગર હવેલી: રાજ્યમાં મહિલાઓ પર દુષ્કર્મના કેસ વધી રહ્યા છે, જેના કારણે નાની બાળકીઓથી લઈ મોટી મહિલાઓ અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં મદરેસાના મોલવી પર દુષ્કર્મનો આરોપ લાગતા ખળભળાટ મચ્યો છે. દરેસામાં અભ્યાસ કરતી સગીરા ઉપર દુષ્કર્મ થયું હોવાની જાણ સગીરાએ તેના માતા પિતાને કરી હતી, જેના કારણે સગીર બાળકની માતાએ મોલવી પર આરોપ લગાવ્યો છે. આ ઘટનાની હકીકત જાણતા જ માતા-પિતાએ તાત્કાલિક સેલવાસ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.

આ ઘટના વિશે જાણવા મળી રહ્યું છે કે, વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં મદરેસામાં અભ્યાસ કરતી સગીર યુવતીએ પોતાના પર દુષ્કર્મ થયાની ફરિયાદ કરી મૌલાના પર ગંભીર આરોપ લગાવ્યા છે. સગીર બાળકીએ મૌલાનાએ કરેલી હરકતની ફરિયાદ પોતાની માતાને કરી હતી. જેથી માતાએ મદરેશાના મૌલાના પર આરોપ મૂકીને પોલીસ અરજી કરી છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે ભિલાડથી સેલવાસ મદરેશામાં ભણવા બાળકી આવતી હતી. ઘટના બનતા સેલવાસ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.

બાળકીની ફરિયાદના આધારે માતાએ ભિલાડ પોલીસને જાણ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે બાળકીને મેડિકલ ચેકઅપમાં મોકલી છે. હવે પોલીસ મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર મામલો બહાર આવે એમ છે. પોલીસ પણ મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. મેડિકલ રિપોર્ટ બાદ મૌલાના પર ગુનો નોધાશે.

અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલીના એક મદરેસામાં અભ્યાસ કરતી સગીર યુવતીએ પોતાના પર દુષ્કર્મ થવાના મુદ્દે મદરેસાના મૌલાના પર ગંભીર આરોપ લાગતા પંથકમાં ખળભળાટ મચ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news