વિદેશમાં બેઠા બેઠા ગુજરાત પર કરે છે રાજ, ઇચ્છે તેને મરાવી નાખે, પોલીસ વાળ પણ વાંકો નથી કરી શકતી !

વિદેશમાં બેઠા બેઠા ગુજરાત પર કરે છે રાજ, ઇચ્છે તેને મરાવી નાખે, પોલીસ વાળ પણ વાંકો નથી કરી શકતી !

* જામનગરમાં ઈવા પાર્કમાં બિલ્ડર પર ફાયરિંગનો મામલો
* ફાયરીંગની ઘટનામાં સાત આરોપીઓ ઝડપાયા
* ચાર શાર્પ શૂટર સહિત સાત આરોપીઓની ધરપકડ
* ભુમાફિયા જયેશ પટેલ દ્વારા બિલ્ડર પર કરાવ્યું હતું ફાયરિંગ
* ચાર દિવસ પહેલા ઇવા પાર્કમાં બિલ્ડર પર કરવામાં આવ્યું હતું ફાયરિંગ
* જામનગરમાં જ રહેતા 7 આરોપીઓને એલસીબી એ ઝડપી પાડ્યા

મુસ્તાક દલ/જામનગર : ભુમાફિયા જયેશ પટેલે જામનગર શહેરના ઇવા પાર્કમાં ચાર દિવસ પહેલા જૂની અદાવતમાં નગરસેવકના ભાઈ પર જૂની અદાવતમાં ફાયરીંગ કરાવ્યું હતું. આજે આ મામલે 7 ઈસમોને ઝડપી લેવાયા છે. આ પ્રકરણમાં જયેશ પટેલ દ્વારા વારંવાર વોટસએપ કોલીંગથી ભોગ બનનાર શખ્સનો સંપર્ક કર્યો હતો. જો કે હજી સુધી મુખ્ય આરોપી જયેશ પટેલ પોલીસ પકડથી દુર છે. 

જામનગરમાં ઇવા પાર્કમાં ચાર દિવસ પહેલાં બિલ્ડર પર ફાયરિંગ કરનાર આરોપીઓને હથિયારો સાથે ગણતરીના દિવસોના એલસીબીએ ઝડપી પાડયા છે. તમામ આરોપીઓ જામનગરના જ રહીશ હોવાનું બહાર આવ્યું છે. જામનગરનો ભુમાફીયો જયેશ પટેલ છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ છે અને તે વિદેશમાં રહી પોતાના નાપાક મનસૂબાઓ જામનગરમાં પાર પાડી રહ્યું છે. અગાઉ જયેશ પટેલ પર જમીનો પચાવી પાડવી તેમજ ખંડણીઓ માગવી અને હત્યા સહિતના ગુનાઓ નોંધાયા છે.

જામનગરમાં ઇવા પાર્ક ખાતે કન્શટ્રકશનનુ કામ કરી રહેલા બિલ્ડર ટીના પેઢડિયા પર બાઈક પર આવેલા ચાર શખ્સોએ ધડાધડ ફાયરિંગ કર્યું હતું. જોકે સદનસીબે બિલ્ડરને મોઢાના ભાગે ગોળી વાગી હતી. જોકે આ સમગ્ર ફાયરીંગ પ્રકરણમાં જામનગરમાં જ રહેતા 7 આરોપીઓને એલસીબી એ ઝડપી પાડ્યા છે. જેમાં એક કિશોર વયના આરોપીનો પણ સમાવેશ થાય છે. જ્યારે હજુ અન્ય 8 આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ફાયરિંગની આરોપીઓ ઝડપાયા...
1. મયુર આલાભાઇ હાથલીયા રહે.જામનગર હરીયા કોલેજની પાછળ ગલીમાં
2. દીપ હીરજીભાઇ હડીયા રહે .ગોકુલનગર , નવાનગર શેરી , જામનગર મુળ - કચ્છ ભુજ
3. સુનીલ ખીમાભાઇ કણઝારીયા રહે.મુળ જામપર તા.કલ્યાણપુર હાલ યાદવનગર જામનગર
4. સુનીલ ઉર્ફે જાંબુ દેવશી નકુમ રહે.ગોકુલનગર જામનગર મુળ કલ્યાણપુર
5. કરણ ઉર્ફે કારો ભીખાભાઇ કેસરીયો રહે.માધવબાગ જામનગર. મુળ ભાડથર તા.ખંભાળીયા
6. ભીમશી ગોવાભાઇ કરમુર રહે.ગોકુલનગર જામનગર મુળ ગામ કલ્યાણપુર તા.ભાણવડ
7. સાતમો આરોપી કિશોર હોવાથી નામ જાહેર કરાયું નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news