રાજકોટ દુષ્કર્મ કેસ રાજકીય અખાડો? પાટીલ બાદ હાર્દિક પટેલ અને રેશમા પટેલની મુલાકાત
રાજકોટનાં જેલસરમાં સૃષ્ટિ રૈયાણી હત્યા કેસ હવે રાજકીય અખાડો બની ચુક્યો હોય તેમ લાગી રહ્યું છે. એક પછી એક એક પક્ષનાં નેતાઓ પરિવારને સાંત્વના આપવાના નામે પોતાના રાજકીય રોટલા શેકવા માટે આવી રહ્યા છે. આજે ભાજપનાં હાઇકમાન્ડ દ્વારા મુલાકાત બાદ કોંગ્રેસનાં પણ ટોચના નેતાઓ પણ જેતસર ગામે આવી પહોંચ્યા હતા. તમામે પરિવારને સાંત્વના આપી હતી. પોલીસ તથા તંત્રને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની સાથે રાજકીય ટપાટપી પણ કરી હતી.
Trending Photos
જેતલસર: રાજકોટનાં જેલસરમાં રાજકોટ દુષ્કર્મ હત્યા કેસ હવે રાજકીય અખાડો બની ચુક્યો હોય તેમ લાગી રહ્યું છે. એક પછી એક એક પક્ષનાં નેતાઓ પરિવારને સાંત્વના આપવાના નામે પોતાના રાજકીય રોટલા શેકવા માટે આવી રહ્યા છે. આજે ભાજપનાં હાઇકમાન્ડ દ્વારા મુલાકાત બાદ કોંગ્રેસનાં પણ ટોચના નેતાઓ પણ જેતસર ગામે આવી પહોંચ્યા હતા. તમામે પરિવારને સાંત્વના આપી હતી. પોલીસ તથા તંત્રને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની સાથે રાજકીય ટપાટપી પણ કરી હતી.
હાર્દિક પટેલે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચાલે તેવી માંગ કરી
કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આ અંગે જણાવ્યું કે, 30 દિવસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં વહેલો કેસ સરકાર દ્વારા ચલાવવો જોઇએ. આરોપીને ફાંસીની સજા થાય તે પ્રકારનો વોટર ટાઇટ કેસ તૈયાર કરવો તે સરકાર અને પોલીસની જવાબદારી છે. મૃતકના ભાઈ હર્ષની સારવાર માટે હાર્દિક પટેલે 21 હજારનો ચેક પણ આપ્યો હતો. આ ઉપરાંત તેણે જણાવ્યું કે, આ પ્રકારનાં કિસ્સાઓ ન થાય તે માટે પોલીસ અને તંત્ર દ્વારા પગલા ભરવામાં આવે તે ખુબ જ જરૂરી છે.
એનસીપી નેતા રેશ્મા પટેલનું નિવેદન
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ - જેતલસરની યુવતી હત્યાકાંડનો મામલે એક પછી એક નેતાઓ સામે આવી રહ્યા છે. એન.સી.પી પ્રદેશ અધ્યક્ષ રેશ્મા પટેલે પણ આ અંગે નિવેદન આપ્યું હતું. રેષમા પટેલે જણાવ્યું કે, આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માત્ર વાતો નહી પરંતુ 30 દિવસમાં સજા થાય તેવા તમામ પ્રયાસો સરકાર અને તંત્રએ કરવું જોઇએ. ગુજરાતમાં હજી પણ આવી ઘટના બને તે કથિત વિકસિત ગુજરાત માટે ખુબ જ શરમજનક બાબત છે.
ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે પણ લીધી મુલાકાત
રાજકોટ (Rajkot) જિલ્લાના જેતલસર ગામે આજે પ્રદેશ ભાજપના પ્રમુખ (Region BJP President) સી.આર.પાટીલ (CR Patil) પહોંચ્યા હતા. સીઆર પાટીલે હત્યાનો ભોગ બનેલ તરૂણીના પિતા સાથે મુલાકાત લીધી હતી. પરિવારને સાંત્વના આપી હતી. સી.આર.પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આરોપીને કડકમાં કડક સજા થાય તે માટેના અમારા પ્રયાસોમાં રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે