પરિક્ષા જ નથી આપી એ યુવરાજસિંહ નેતા, હવે વિદ્યાર્થીઓને રઝળાવી ગાયબ !
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવા મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીનગરમાં મોટુ અભિયાન ચલાવાઇ રહ્યું છે
Trending Photos
અમદાવાદ : બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવા મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીનગરમાં મોટુ આંદોલન ચલાવાઇ રહ્યું છે. જેમાં આ તમામ વિદ્યાર્થીઓનાં નેતા તરીકે જે ચહેરો ઉભરી રહ્યો છે તે યુવરાજસિંહ છે. આ વિદ્યાર્થી નેતા તરીકે યુવરાજસિંહ સમગ્ર આંદોલનનું સંચાલન કરી રહ્યો છે. આ ઉપરાંત તેણે અનેક વખત આસિક વોરાને મળીને રજુઆત કરી હોવાનો પણ દાવો કરી રહ્યો છે. તો સરકાર સાથેની મંત્રણામાં પણ તે તમામ વિદ્યાર્થીઓનો પ્રતિનિધિ બનીને ગયો હતો. જો કે આ યુવરાજસિંહે પોતે જ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા જ નહી આપી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
જે વિદ્યાર્થીઓનાં તારણહાર તરીકે પોતાની જાતને સ્થાપિત કરવાનો પ્રયાસ કરનારા યુવરાજ સિંહે પોતે પરીક્ષા જ નથી આપી. જેથી હાલ વિદ્યાર્થીઓમાં ભારે મતમતાંતર પ્રવર્તી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં પણ હાલ બે ફાંટા પડી ચુક્યા છે. એક પક્ષ મેદાન ખાલી કરી દેવાનાં મુડમાં છે. આ ઉપરાંત બીજો પક્ષ જ્યાં સુધી પરીક્ષા રદ્દ ન થાય ત્યાં સુધી હટવાની મનાઇ કરી રહ્યો છે. જેના કારણે હાલ વિદ્યાર્થીઓનાં જ બે ફાંટા પડી ગયા છે. આ બંન્ને પક્ષોની સામસામે બોલાચાલી પણ થઇ રહી છે. પોલીસે મધ્યસ્થી કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે.
Bin Sachivalay Clerk Exam: સરકાર વિદ્યાર્થીઓની સાથે છે, સકારાત્મક વાતાવરણમાં વાતચીત ચાલુ છેઃ સીએમ વિજય રૂપાણી
વિદ્યાર્થીઓ દ્વારા યુવરાજસિંહનેમેદાનમાં બોલાવવાની માંગ કરવામાં આવી રહી છે. જો કે યુવરાજસિંહ દ્વારા ગૃહમંત્રી સાથે પત્રકાર પરિષદ કર્યા બાદ ગુમ થઇ ચુક્યા છે. તેનો નંબર પણ બંધ આવી રહ્યો છે. જેના કારણે હાલ વિદ્યાર્થીઓમાં ભારે અસમંજસની સ્થિતી જોવા મળી રહી છે. આંદોલન માટે આવેલા 80 ટકા વિદ્યાર્થીઓ રવાના થઇ ચુક્યા છે. જ્યારે 20 ટકા જેટલા વિદ્યાર્થીઓ હજી પણ ત્યાં જ છે અને આંદોલન કરી લેવા અને લડી લેવાનાં મુડમાં છે. તેઓએ હાર્દિક પટેલ અને કોંગ્રેસનાંનેતા પરેશ ધાનાણી પાસે મદદ માંગી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે