SURAT: એક તરફી પ્રેમમાં પાગલ યુવકે વટાવી તમામ હદ, યુવતી તેના મંગેતર સાથે કર્યું ગંદુ કામ
એક તરફી પ્રેમમાં પાગલ યુવકે હદ વટાવીને યુવતીનું જીવન બરબાદ કરી નાખ્યું છે. સુરતના સરથાણા વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. પૂર્વ પ્રેમીના કારસ્તાનથી કંટાળીને યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે. યુવતીની ફરિયાદ અનુસાર તેની સગાઇ થઇ ગઇ હતી. જો કે તેના પુર્વ પ્રેમીએ જે યુવક સાથે સગાઇ થઇ હતી તેનું નકલી ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવીને તેની કેટલીક વંધાજનક તસ્વીરો પોસ્ટ કરી હતી. જેના કારણે તેની સગાઇ તુટી ગઇ હતી.
Trending Photos
સુરત : એક તરફી પ્રેમમાં પાગલ યુવકે હદ વટાવીને યુવતીનું જીવન બરબાદ કરી નાખ્યું છે. સુરતના સરથાણા વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. પૂર્વ પ્રેમીના કારસ્તાનથી કંટાળીને યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે. યુવતીની ફરિયાદ અનુસાર તેની સગાઇ થઇ ગઇ હતી. જો કે તેના પુર્વ પ્રેમીએ જે યુવક સાથે સગાઇ થઇ હતી તેનું નકલી ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવીને તેની કેટલીક વંધાજનક તસ્વીરો પોસ્ટ કરી હતી. જેના કારણે તેની સગાઇ તુટી ગઇ હતી.
આ યુવક તેને વારંવાર બ્લેકમેઇલ કરતો હતો અને તેને વારંવાર મળવા માટે બોલાવતો રહેતો હતો. જો તે ન આવે તો આ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપતો હતો. જેનાથી કંટાળેલી યુવતીએ આખરે પોલીસની શરણ લેવી પડી હતી. જેના કારણે પોલીસે ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ આદરી છે.
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર યુવતી ટી.વાય બી.કોમમાં અભ્યાસ કરે છે. કોલેજ દરમિયાન તેનો એક બોયફ્રેન્ડ હતો. જેની સાથે તે કોલેજકાળ દરમિયાન સંબંધો હતા. જો કે કોલેજ પુર્ણ થયા બાદ તેણે યુવક સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા હતા. જો કે પ્રેમમાં પાગલ યુવકે બંન્નેની તસ્વીરો વાયરલ કરવાની ધમકી આપીને તેને વારંવાર બ્લેકમેઇલ કરીને મળવા બોલાવવા માટેનું શરૂ રાખ્યું હતું.
દરમિયાન આ યુવતીની સગાઇ અન્ય સ્થળે થઇ હતી. જેનાથી ગિન્નાયેલા તેના પ્રેમીએ તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. હદ તો ત્યારે થઇ જ્યારે તેણે યુવતીનાં ફિયોન્સેને તસ્વીરો મોકલીને યુવતી સાથે સંબંધો તોડી નાખવા માટે દબાણ કર્યું હતું. જેથી આખરે યુવતીના સંબંધો તુટી ગયા હતા. ત્યાર બાદ યુવકે ફરી તેને બ્લેકમેઇલ કરવાનું શરૂ કરતા આખરે યુવતીએ પોલીસનું શરણ લીધું હતું. પોલીસે સમગ્ર મુદ્દે ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી છે. યુવકની ધરપકડ કરવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે