ભારે કરી હો! વિમા લોકપાલ માંથી બોલું છું, કહીને ગઠીયાએ ફોન કર્યો અને કરી 77 લાખની છેતરપિંડી!
સુરત સાયબર સેલે હીરા વેપારીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ કરી હતી અને આ ગુનામાં સંડોવાયેલા પોલીસ પકડતી દૂર ભાગતો ફરતો ઋષભકુમાર રવિચંદ્ર શ્રીવાસ્તવ નામના આરોપીની દિલ્હીથી ધરપકડ કરી છે.
Trending Photos
ચેતન પટેલસુરત: સાયબર ક્રાઇમ પોલીસે વીમા કંપનીના નામે 77 લાખની છેતરપિંડી કરનાર આરોપીની દિલ્હીથી ધરપકડ છે. ફરિયાદીને વીમા કંપનીના પૈસા મળવાના હતા, જ્યારે આરોપીએ વીમા લોકપાલ માંથી બોલું છું કહી વિમાના પૈસા ચુકવણી ચાર્જના નામે 77 લાખ પડાવી લીધા હતા.
સુરતના પાલ વિસ્તારમાં રહેતા હીરા વેપારીએ વીમા કંપની પોલિસી પોતાના નામે ઉતારી હતી. વર્ષો બાદ આ વીમા કંપનીના 16 લાખ રૂપિયા તેમને મળવાના હતા. દરમિયાન ગત ૧૭-૦૯-૨૦૨૨ થી ૧૪-૧૦-૨૦૨૨ દરમ્યાન અલગ અલગ નબરથી ફોન કરી પોતે મેક્સ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આરોપીએ આપી હતી.
તમારા વિમાના પૈસાની ચુકવણી કરવાની છે. ત્યારે તમારે તેના ચાર્જ ચુકવવા પડશે એમ કહીને આરોપીએ ફરિયાદી પાસેથી અલગ અલગ રીતે 77 લાખ પડાવી લીધા હતા.પરંતુ હીરા વેપારીને ઈન્સ્યોરન્સનું પેમેન્ટ મળ્યું ન હતું.૧૬ લાખ મેળવવાના ચક્કરમાં ૭૭.૦૩ લાખ ગુમાવ્યા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આ અંગે તેઓએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
આ સમગ્ર ઘટનામાં સુરત સાયબર સેલે હીરા વેપારીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ કરી હતી અને આ ગુનામાં સંડોવાયેલા પોલીસ પકડતી દૂર ભાગતો ફરતો ઋષભકુમાર રવિચંદ્ર શ્રીવાસ્તવ નામના આરોપીની દિલ્હીથી ધરપકડ કરી છે. આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અનાજના હોલસેલનો વ્યાપાર કરે છે.
આ ગુનામાં અગાઉ પોલીસે ઉતર પ્રદેશથી ટ્રેડીંગના વ્યવસાય સાથે સંકળાયેલા બે આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે વધુ એક આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે