ઝોલાછાપ તબીબોએ ઉભી કરી દીધી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ, ઉદઘાટનના 24 કલાકમાં સીલ

Fake Hospital In Surat : સુરતમાં સારવારના નામે લોકોના જીવ સાથે રમત... પાંડેસરામાં નકલી તબીબોએ ભેગા મળીને શરૂ કરી એક હોસ્પિટલ... ZEE 24 કલાકના અહેવાલ બાદ પોલીસે કરી નકલી તબીબ અને સંચાલકની અટકાયત..
 

ઝોલાછાપ તબીબોએ ઉભી કરી દીધી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ, ઉદઘાટનના 24 કલાકમાં સીલ

Surat News ચેતન પટેલ/સુરત : હોસ્પિટલ ખોલીને ધંધો શરૂ કરવો કેટલાક લોકો માટે ચણા-મમરાનો ખેલ છે.. જી હાં, જે માત્ર રૂપિયા કમાવવા માટે જ હોસ્પિટલ ખોલીને બેઠા હોય એ ધંધો જ કરતા હોય છે.. સુરતમાં એક એવી નકલી હોસ્પિટલ ઝડપાઈ છે જેનો સંચાલક વર્ષ 2022માં દારૂના કેસમાં જેલમાં જઈ ચૂક્યો છે.. એટલું જ નહીં આ હોસ્પિટલ ઉદ્ઘાટનના 24 કલાકમાં જ પાલિકાએ સીલ કરી દીધી.. કોણ છે આ ઊંટવૈદો,, જુઓ આ રિપોર્ટમાં..

  • બોગસ તબીબની બોગસ 'મલ્ટિસ્પેશિયાલિટી'
  • બુટલેગરો શરૂ કર્યો દર્દીની 'સારવાર'નો ધંધો
  • એક જ દિવસમાં બોગસ હોસ્પિટલના પડી ગયા પાટિયા

નવી હોસ્પિટલની લોકાર્પણ પત્રિકા જોઈને કોઈ એમ ના કહી શકે કે આ હોસ્પિટલમાં કોઈ ઝોલ છે.. પરંતુ, હકીકતમાં આ આખી હોસ્પિટલ જ ઝોલ છે. સુરત પોલીસે અગાઉ જે ઊંટવૈદું સામે કાર્યવાહી કરી હતી.. તેઓએ સુરતના પાંડેસરા વિસ્તારમાં જનસેવા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી દીધી હતી અને રવિવારે તેનું ઉદ્ઘાટન પણ કરી નાખ્યું હતું.. પહેલાં ખંડેર હાલતમાં થિયેટર હતું તેને 15 દિવસમાં તોડીને મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ઊભી કરી દીધી હતી.. જેમાં એકપણ ફાયર એક્સ્ટિંગુઈસર લગાવવામાં નહોતું આવ્યું અને જે ફાયર સિસ્ટમ હતી તે પણ બંધ હાલતમાં હતી.. જેથી એક દિવસ પહેલા જ ખુલેલી હોસ્પિટલને 24 કલાકમાં જ સીલ કરી દેવામાં આવી છે.

કેવી છે આમંત્રણ પત્રિકા

  • નામ જનસેવા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ
  • લોકાર્પણની તારીખ 17/11/2024 રવિવાર
  • મુખ્ય અતિથિ સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ
  • અતિથિ વિશેષ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને IPS રાઘવેન્દ્ર વત્સ

નવી હોસ્પિટલની લોકાર્પણ પત્રિકા જોઈને કોઈ એમ ના કહી શકે કે આ હોસ્પિટલમાં કોઈ ઝોલ છે. પરંતુ, હકીકતમાં આ આખી હોસ્પિટલ જ ઝોલ છે. સુરત પોલીસે અગાઉ જે ઊંટવૈદું સામે કાર્યવાહી કરી હતી. તેઓએ સુરતના પાંડેસરા વિસ્તારમાં જનસેવા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી દીધી હતી અને રવિવારે તેનું ઉદ્ઘાટન પણ કરી નાખ્યું હતું. ચોંકાવનારી વાત એ છેકે, હોસ્પિટલમાં દર્દીઓની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી. 
 

 

જે કથિત ડોક્ટરો દ્વારા આ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે તેમાંથી બે તબીબો ઉપરાંત એક સંચાલક સામે વર્ષ 2022માં દારૂની હેરાફેરીનો કેસ પાંડેસરા પોલીસ મથકમાં નોંધાઈ ચૂક્યો છે. 31 જુલાઈ વર્ષ 2022ના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પાંડેસરા પોલીસ મથકમાં બબલુરામ શુક્લા સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરવા મામલે ફરિયાદ નોંધાઈ હતી. આવી જ રીતે રાજારામ દુબે સામે પણ પાંડેસરા પોલીસ મથકમાં પણ ફરિયાદ દાખલ થઈ હતી. અન્ય ત્રીજા આરોપીની વાત કરવામાં આવે તો ડોક્ટર જીપી મિશ્રા પોતાની ડિગ્રી B.A.M.S બતાવે છે. પાંડેસરા પોલીસ મથકમાં વર્ષ 2022માં તેની ઉપર પણ દારૂ સાથે પકડાયાનો ગુનો દાખલ થયો હતો.

આ ત્રણેય લોકોએ મળીને સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં જનસેવા હોસ્પિટલની શરૂઆત કરી દીધી. ઝોલા છાપ પ્રેક્ટિસ બદલ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થયા બાદ પણ આ ત્રણેય આરોપીઓએ હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્ડમાં સુરત શહેરના CP અનુપમસિંહ ગેહલોત અને ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સનું નામ આપી દીધું હતું. જો કે આ અંગે અધિકારીઓને ખબર પણ નથી.. હાલ પોલીસે હોસ્પિટલ પહોંચી તમામ ડોક્ટરોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. જોકે, ધરપકડ પહેલાં આ બોગસ તબીબો હોસ્પિટલમાં રોકાણકાર હોવાનો દાવો કરી રહ્યા હતા.

પહેલાં ખંડેર હાલતમાં થિયેટર હતું તેને 15 દિવસમાં તોડીને મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ઊભી કરી દીધી હતી. જેમાં એકપણ ફાયર એક્સ્ટિંગુઈસર લગાવવામાં નહોતું આવ્યું અને જે ફાયર સિસ્ટમ હતી તે પણ બંધ હાલતમાં હતી. જેથી એક દિવસ પહેલા જ ખુલેલી હોસ્પિટલને 24 કલાકમાં જ સીલ કરી દેવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news