આ યુવકે તો ભારે કરી! યુવતીનું ફેક એકાઉન્ટ બનાવી પાર્લરના ધંધા વિશે એવું લખાણ લખ્યું કે બીજા દિવસે...
યુવતી પાર્લર ચલાવતી હોવાથી તેના પાર્લર વિશે પણ ટીપ્પણી લખવામાં આવી હતી. આ સમગ્ર મામલે યુવતીએ ફરિયાદ નોંધાવતા સુરત સાયબર સેલે આરોપીને ઝડપી પાડ્યો હતો
Trending Photos
ઝી બ્યુરો/સુરત: શહેરમાં યુવતીના નામનું ફેક એકાઉન્ટ બનાવી તેમાં પ્રોફાઈલમાં અને સ્ટોરીમાં ફોટા અપલોડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત યુવતી પાર્લર ચલાવતી હોવાથી તેના પાર્લર વિશે પણ ટીપ્પણી લખવામાં આવી હતી. આ સમગ્ર મામલે યુવતીએ ફરિયાદ નોંધાવતા સુરત સાયબર સેલે આરોપીને ઝડપી પાડ્યો હતો.
હાલના સમયમાં લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ વધુ કરે છે. પરંતુ આ જ સોશિયલ મીડિયા ક્યારેક તેઓના માટે મુસીબત ઉભી કરી દે છે. અને આવું કંઇક સુરતની એક યુવતી સાથે બન્યું હતું. મળતી માહિતી મુજબ સુરતમાં રહેતી એક યુવતી હાલ પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી છે. આ યુવતી ઈન્સ્ટગ્રામમાં એકાઉનટ ધરાવે છે.
યુવતીના ધ્યાને આવ્યું હતું કે તેણીના નામનું ફેક એકાઉનટ બનાવવામાં આવ્યું છે તેમજ પ્રોફાઈલ પિક્ચર અને સ્ટોરીમાં તેણીનો ફોટો અપલોડ કરવામાં આવ્યો છે એટલું જ નહી તેના પાર્લરના ધંધા વિષે પણ ટીપ્પણી લખવામાં આવી હતી. જેથી આ સમગ્ર મામલે યુવતીએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ સમગ્ર મામલે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને પોલીસે આ ઘટનામાં આરોપી રાજુકુમાર જબરારામ પુખરાજ ચૌહાણ ને ઝડપી પાડ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે ફરીયાદીએ ઈન્સ્ટગ્રામમાં તપાસ કરતા તેઓના નામનું ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું તેમજ પ્રોફાઈલ પિક્ચર અને સ્ટોરીમાં તેણીના ફોટો અપલોડ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત તેના પાર્લરના ધંધા વિષે પણ લખાણ લખવામાં આવ્યું હતું આ અંગે મહિલાએ ફરિયાદ આપી હતી. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે