બેન કોઈની દીકરી સાથે આવુ ન કરાય, સુરતમાં શિક્ષિકાએ બાળકીને 35 જેટલા ધબ્બા માર્યાં

Teacher Hit Child : સુરતના પુણાની સાધના નિકેતન શાળામાં શિક્ષિકા બની હેવાન....જુનિયર KGમાં અભ્યાસ કરતી બાળકીને માર્યો ઢોર માર....ફુલ કોમળ જેવી બાળકીને નિર્દઈતાથી માર્યો માર...તાલિબાની શિક્ષિકાની શાળામાં કરાઈ હકાલપટ્ટી....
 

બેન કોઈની દીકરી સાથે આવુ ન કરાય, સુરતમાં શિક્ષિકાએ બાળકીને 35 જેટલા ધબ્બા માર્યાં

Surat News : સુરતના પુણા વિસ્તારમાં મહિલા શિક્ષકે બાળકીને ઢોર માર માર્યો હતો. શિક્ષકે નાનકડી બાળકીને એક બાદ એક એમ કુલ 35 જેટલાં ધબ્બા માર્યા હતા. બાળકીને માર મારવાની ઘટના ક્લાસ રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. શિક્ષકે એટલા જોરથી માર માર્યો કે, બાળકીના શરીર પર માર મારવાના નિશાન પડ્યા હતા. બાળકીના શરીર પર નિશાન જોતાં માતા-પિતા રોષે ભરાયા હતા. માતા-પિતાએ આ સમગ્ર મામલે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. તો સુરતમાં બાળકીને માર મારવાની ઘટના અંગે  શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા છે. પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે આવી ઘટના ચલાવી નહીં લેવાય. આ બાદ શિક્ષિકા જશોદા ખોખરીયાને શાળામાંથી સસ્પેન્ડ કરાયા છે. 

સુરતમાંથી એક એવા સીસીટીવી સામે આવ્યા છે, જેને જોઈને તમારું લોહી ઉકળી જશે. આ મુદ્દો બહુ જ સેન્ટીસિટીવ બની રહ્યો. મહિલા શિક્ષક એક બાળકી પર એટલી ગુસ્સે બની કે, તેણે ભણાવતા સમયે નિર્દયતાથી બાળકીને માર માર્યો હતો. ડાકણ પણ ન કરે તેવુ કૃત્ય આ મહિલા શિક્ષકે કર્યું છે. સુરતમાં એક મહિલા શિક્ષકે બાળકીને ભણવતા સમયે તેને ઉપરાઉપરી 35 જેટલા ધબ્બા પીઠ પર માર્યા હતા. 

 

-સમગ્ર ઘટના CCTV માં થઈ કેદ#crime #surat #CCTV #ZEE24Kalak #school #viralvideo #student @sanghaviharsh @kuberdindor pic.twitter.com/2EZWNBtnDR

— Zee 24 Kalak (@Zee24Kalak) October 11, 2023

 

સુરતમાં મહિલા શિક્ષકે વિદ્યાર્થિનીને ઢોર માર માર્યો હતો. સુરતના પુણા વિસ્તારમાં આવેલ સાધના નિકેતન શાળાની ઘટના છે. શિક્ષિકાએ હેવાન બનીને માસૂમ બાળકીને માર માર્યો હતો. એક બાદ એક એમ કુલ 35 જેટલાં ધબ્બા માર્યા. બાળકીને માર મારવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જુનિયર કે.જી. માં અભ્યાસ કરતી બાળકીને શિક્ષક દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મુદ્દો બહાર આવતા શિક્ષિકા જશોદા ખોખરીયાને શાળામાંથી કાઢવામાં આવ્યા છે. હાલ આ મુદ્દે માતાપિતા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. 

કાપોદ્રા સ્કૂલમાં બાળકીને માર મારવાનો મામલો સુરત જિલ્લા શિક્ષણ અધિકારી સુધી પહોંચ્યો. જિલ્લા શિક્ષણ અધિકારી દિપક દરજી આ ઘટનાની જાણ થતા તાત્કાલિક સ્કૂલ પર પહોંચ્યા છે. અને સમગ્ર મામલાની માહિતી મેળવી રહ્યાં છે. 

આવી ઘટના પર કડક પગલા લેવાશે - શિક્ષણમંત્રી
શાળામાં શિક્ષિકા દ્વારા શિક્ષક દ્વારા માર મારવાની ઘટના ઉપર શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું કે, આ ખુબ જ દુખદ ઘટના છે. આ મામલામા કાર્યવાહી થશે. શાળા પર કઇ રીતે કાર્યવાહી કરવી કે કેમ તે અંગે વિચારી રહ્યા છીએ. જિલ્લા શિક્ષણાઅધિકારીને આદેશ આપ્યા છે, તેથી તેઓ શાળા પર પહોંચી ગયા છે. સાથે જ શિક્ષણમંત્રીએ ચેતવણી આપી કે, રાજ્યમાં કોઇ પણ શાળામા આવી ઘટના ન બનવી જોઇએ. જો આવી ઘટના થશે તો કડક પગલા લેવામા આવશે. બાળકો દેશનુ ભવિષ્ય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news