માતાપિતાએ ખેતરમાં ત્યજી દીધું હતું, હવે સ્વીડનના પરિવારમાં પંચમહાલના અનાથ બાળકનો ઉછેર થશે

વિદેશી કપલમાં ભારતીય બાળકોને દત્તક લેવાનું પ્રમાણ વધી રહ્યું છે. આવામાં પંચમહાલના અનાથ બાળકને સ્વીડીશ દંપતીએ દત્તક લીધું છે. પંચમહાલના એક વર્ષના બાળકને સ્વીડીશ દંપતી દ્વારા દત્તક લેવામાં આવ્યો છે. ત્યારે આ બાળકના નસીબ ચમકી ગયા છે. આ બાળકને એક ખેતરમાં ત્યજી દેવાયુ હતું. 

માતાપિતાએ ખેતરમાં ત્યજી દીધું હતું, હવે સ્વીડનના પરિવારમાં પંચમહાલના અનાથ બાળકનો ઉછેર થશે

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ : વિદેશી કપલમાં ભારતીય બાળકોને દત્તક લેવાનું પ્રમાણ વધી રહ્યું છે. આવામાં પંચમહાલના અનાથ બાળકને સ્વીડીશ દંપતીએ દત્તક લીધું છે. પંચમહાલના એક વર્ષના બાળકને સ્વીડીશ દંપતી દ્વારા દત્તક લેવામાં આવ્યો છે. ત્યારે આ બાળકના નસીબ ચમકી ગયા છે. આ બાળકને એક ખેતરમાં ત્યજી દેવાયુ હતું. 

પ્રેમ અને પ્રેમાળ પરિવાર દરેક બાળકની જરૂરિયાત અને અધિકાર છે અને તે દિશામાં પ્રયાસો કરવા આપણી ફરજ છે, ગુજરાત સરકાર અનાથ બાળકોનું પુનઃસ્થાપન કરવાની આ દિશામાં કટિબદ્ધ બની છે અને પૂરતા પ્રયાસો કરી રહી છે, ત્યારે ગુજરાત સરકારનો પ્રયાસ રંગ લાવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, ગોધરા શહેરના પથ્થર તલાવડી વિસ્તારમાં આવેલા બાળ ગૃહમાં આજે એક વર્ષ ત્રણ માસના બાળક આલોકને સ્વીડનના સ્ટોકહોમ શહેરના દંપતી હેન્સ માઈકલ અને લીના માર્ગરીટા દ્વારા દત્તક લેવામાં આવ્યું છે, એક વર્ષ ત્રણ માસ અગાઉ આલોક નામનું બાળક મહીસાગર જિલ્લાના ખેતરમાંથી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું અને ગોધરા ચિલ્ડ્રન હોમ લાવવામાં આવ્યું હતું ચિલ્ડ્રન હોમમાં સતત સારવાર અને હૂંફને પરિણામે તે ચાલતા થયું છે અને થોડાક શબ્દો બોલતા પણ શીખ્યું છે.

સ્વીડનમાં રહેતા હેન્સ માઈકલ અને તેમના પત્નીએ પંચમહાલના ગોધરા બાળગૃહમાંથી એક બાળકને દત્તક લીધું છે. સ્વીડનના સ્ટોકહોમ શહેરના દંપતી હેન્સ માઈકલ અને લીના માર્ગરિટા દ્વારા બાળકને દત્તક લેવામાં આવ્યું છે. તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી દંપતીએ સમાજ કલ્યાણ અધિકારી પાસેથી બાળકને દત્તક લીધું હતું. જેએચ લખારાએ બાળકને સ્વીડીશ દંપતીને સોંપ્યું હતું. આમ, એક વર્ષના અનાથ બાળકને સ્વીડીશ માતાપિતા મળ્યાં છે. 

panchmahal_balak_zee.jpg

આ બાળકને જન્મતાની સાથે જ ત્યજી દેવામાં આવ્યુ હતું. બાળક મહીસાગર જિલ્લાના ખેતરમાંથી મળી આવ્યુ હતું. જેના બાદ તે ગોધરાના બાળગૃહમાં ઉછેર્યુ હતું. ત્યારે સ્વીડીશ ફેમિલીએ અનાથ બાળક માટે અરજી કરી હતી. જેમાં આ બાળકને તેમને સોંપવામાં આવ્યું છે તેવુ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જેએચ લખારાએ જણાવ્યું. 

ઉલ્લેખનીય છે કે, ગોધરા ખાતે આજે બાળગૃહમાં દત્તક લેનાર સ્વીડિશ દંપતિ પૈકી માતા લીના માર્ગરીટા પણ વર્ષો અગાઉ તમિલનાડુના બાળગૃહમાંથી સ્વીડિશ પરિવાર દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા, આ ઘટનાથી પ્રેરાઈને તેથી તેઓ હંમેશાથી એક બાળક દત્તક લઈ તેને પ્રેમ અને પરિવાર આપવાની ઈચ્છા ધરાવતા હતા, જેને લઇને તેઓ અગાઉ પણ એક બાળક દત્તક લઈ ચૂક્યા છે અને આલોકને દત્તક લેવા સાથે તેઓની વધુ એકવાર ઈચ્છા પૂરી કરી છે, પિતા હેન્સ માઈકલએ જણાવ્યું હતું કે કારા નામની વેબસાઇટ પર બાળક દત્તક લેવા માટે નોંધણી કરાવ્યા બાદ વેબસાઈટ પર આલોકનો ફોટો જોતાની સાથે તેમને અને પત્ની લીના માર્ગરીટાને બાળક સાથે વાત્સલ્ય અનુભવાયું હતું અને તેમણે તેને દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે તેઓ બાળકની લર્નિંગ ડિસએબિલીટીઝથી અવગત છે અને તેનો સારો વિકાસ થાય તે માટે શ્રેષ્ઠ થેરાપી અને શિક્ષકો ઉપલબ્ધ કરાવશે, સ્વીડિશ દંપતિને આ બાળક જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા સોંપવામાં આવ્યું હતું. બાળકને સ્વીડિશ માતાપિતા મળતા બાળગૃહના તમામ લોકોના ખુશી જોવા મળી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news