Tandav controversy: હવે વડોદરામાં તાંડવ વેબ સીરિઝના ડાયરેક્ટર, પ્રોડ્યુસર સામે ફરિયાદ
જ્યારથી ઓટીટી પ્લેટફોર્મ પર તાંડવ (Tandav) વેબ સીરિઝ રિલીઝ થઈ છે ત્યારથી સતત વિવાદ ચાલી રહ્યો છે. તાંડવ વેબ સીરિઝ પર હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ લાગી રહ્યો છે.
Trending Photos
રવિ અગ્રવાલ, વડોદરાઃ જ્યારથી ઓટીટી પ્લેટફોર્મ પર તાંડવ (Tandav) વેબ સીરિઝ રિલીઝ થઈ છે ત્યારથી સતત વિવાદ ચાલી રહ્યો છે. તાંડવ વેબ સીરિઝ પર હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ લાગી રહ્યો છે. તાંડવના મેકર્સ અને કલાકારો પર દેશભરમાં અનેક જગ્યાએ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તો હવે વડોદરામાં પણ ભવાની સેનાના પ્રમુખે તાંડવ વેબ સીરિઝ વિરુદ્ધ કોર્ટમાં કેસ ફરિયાદ નોંધાવી છે.
વડોદરામાં તાંડવ વિરુદ્ધ ફરિયાદ
અખિલ ભારતીય જય ભવાની સેનાના પ્રમુખ રત્નવિજયસિંહ ચૌહાણ તાંડવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં કહ્યું કે, આ વેબ સીરિઝથી ધાર્મિક લાગણી દુભાવવામાં આવી છે. તથા સમાજમાં વૈમનસ્ય ઉભુ થાય તેવા ડાયગોલ દર્શાવવામાં આવ્યા છે. તો ભારતના પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રીની છબી ખરડાઈ તેવા ડાયલોગ પણ છે.
તેમણે સિરીઝના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર, પ્રોડ્યુસર હિમાંશુ મેહરા, લેખક ગૌરવ સોલંકી, નેટફ્લિક્ષ એટત્તેમેન્ટ સર્વિસીસ ઇન્ડિયા સંસ્થા સિરીઝ પ્રસારિત કરનાર સામે ફરિયાદ નોંધાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે