AAP ના નેતાને મહિલાએ કહ્યું નોકરી જોઇએ છે, પછી ગાડીમાં થઇ મુલાકાત અને સવારે મૃતદેહ મળી આવ્યો...

 આમ આદમી પાર્ટીના નેતા ઉમેદસિંહ ચાવડાના શંકાસ્પદ મૃત્યુ રહસ્ય પરથી પોલીસે પડદો ઉંચકી નાખ્યો છે. મૃતક ઉમેદસિંહ સ્ત્રીમિત્ર સાથે ગાડીમાં બેઠા હતા અને...

AAP ના નેતાને મહિલાએ કહ્યું નોકરી જોઇએ છે, પછી ગાડીમાં થઇ મુલાકાત અને સવારે મૃતદેહ મળી આવ્યો...

ઉદય રંજન/ અમદાવાદ :  આમ આદમી પાર્ટીના નેતા ઉમેદસિંહ ચાવડાના શંકાસ્પદ મૃત્યુ રહસ્ય પરથી પોલીસે પરદો ઉંચકી નાખ્યો છે. મૃતક ઉમેદસિંહ સ્ત્રીમિત્ર સાથે ગાડીમાં બેઠા હતા અને સ્થાનિક ત્રણ લોકો સાથે માથાકુટ થતા હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે કાલુપુર પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. અમદાવાદના સામાજિક ગાડી્યકર અને આમ આમ આદમી પાર્ટીના નેતા ઉમેદસિંહ ચાવડાના શંકાસ્પદ મોત મામલે કાલુપુર પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. કાલુપુર પોલીસે હત્યાની કલમ હેઠળ હનીફ, ફારૂક અને મુનાફની ધરપકડ કરી છે. આ હત્યા કઈ પરિસ્થિતિમાં થઇ હતી તે અંગે પોલીસ તપાસ કરતા ચોંકાવનારૂ ગાડીણ સામે આવ્યું છે.

ઉમેદસિંહ ચાવડાની હત્યાના ઘટનામાં સાત લોકો વિરૂદ્ધ કાલુપુર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યા બાદ તપાસ શરુ કરી હતી. જેમાં સૌથી પહેલા પોલીસે એ મુદ્દાની તપાસ કરી હતી કે 30-12-2020ની રાત્રિ એટલે કે બનાવની રાત્રે મૃતક સાથે કોની કોની હાજરી હતી. જેમાં ઉમેદસિંહ ચાવડાના બે મિત્રો અને એક મહિલા મિત્રના નામ સામે આવ્યા હતા. જેમને પોલીસે પદ્ધતિસર પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક ઉમેદહસિંહ ચાવડા સોશિયલ મીડિયાના માધ્યમથી એક મહિલાના સંપર્કમાં આવ્યા હતા. 


(આપ લીડર ઉમેદસિંહ ચાવડા)

આ મહિલાને નોકરીની જરૂરિયાત હતી. જેથી તે મહિલા મિત્રને મળવા માટે ખાડિયા ચાર રસ્તા નજીક ફોર વહીલર ગાડીમાં મોડી રાત્રે મળવા માટે ગયા હતા. ગાડીમાં બંનેની મુલાકત ચાલી રહી હતી ત્યારે જ અચાનક હનીફ, ફારૂક અને મુનાફે આવીને ગાડીનો દરવાજો ખખડાવ્યો હતો. જેથી મૃતક ઉમેદસિંહ ચાવડા અને હનીફ, ફારૂક અને મુનાફ વચ્ચે મારામારી થઇ હતી. જેમાં મૃતકને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. જયાં તેનું મોત થયું હતું.

કાલુપુર પોલીસે આ હત્યા અંગે ઘટના સ્થળે હાજર તેવી ઉમેદસિંહની મહિલા મિત્ર અને અન્ય બેમિત્રોના નિવેદન નોંધીને સ્થળ પરના સીસીટીવી કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કાલુપુર વિસ્તારમાં સામાન્ય બાબતે નેતાનીહત્યા થઇ જતા ચકચાર મચી જવા પામી છે. કાલુપુર સહિતનાં વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. આ ઉપરાંત રાત્રી કર્ફ્યૂ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. પોલીસના પેટ્રોલિંગ દાવાઓના ધજાગરા ઉડાવતો વધારે એક કિસ્સો સામે આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news