પત્નીને ટ્રેનમાં ટાટા કરવા જવું પતિને ભારે પડ્યું! ડબ્બાનો દરવાજો બંધ થઈ જતાં ખાવો પડ્યો 130 કિ.મીનો આંટો

હાલ આ ઘટના સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી છે. જેમાં એક યુવતીએ પોતાના માતા પિતા સાથે બનેલી ઘટના જણાવી છે. વડોદરા સ્ટેશન પર વંદે ભારતમાં પત્નીને મુકવા ગયેલા પતિ ટ્રેનમાંથી ઉતરે તે પહેલાં દરવાજો બંધ થઈ જતા સુરત ઉતરી પાછા વડોદરા જવું પડ્યું હતું

પત્નીને ટ્રેનમાં ટાટા કરવા જવું પતિને ભારે પડ્યું! ડબ્બાનો દરવાજો બંધ થઈ જતાં ખાવો પડ્યો 130 કિ.મીનો આંટો

Vadodara Vande Bharat Train: સ્વભાવિક રીતે આપણા ઘરેથી જ્યારે કોઈ ટ્રેનમાં બહાર જાય ત્યારે પરિવારજનો તેમને સ્ટેશન પર મૂકવા જતા હોય છે. જેથી લગેજ ઉપાડવામાં કોઈ મુશ્કેલી ના પડે. પરંતુ કેટલીકવાર લોકો સામાન ટ્રેનના ડબ્બામાં મુકવા માટે ચઢી જાય છે, અને કેટલીકવાર ટ્રેન ચાલવા લાગે છે અને ઉતાવળમાં ઉતરવું પડે છે. આવી ભૂલ વડોદરામાં એક વ્યક્તિને મોંઘી પડી ગઈ છે..

હાલ આ ઘટના સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી છે. જેમાં એક યુવતીએ પોતાના માતા પિતા સાથે બનેલી ઘટના જણાવી છે. વડોદરા સ્ટેશન પર વંદે ભારતમાં પત્નીને મુકવા ગયેલા પતિ ટ્રેનમાંથી ઉતરે તે પહેલાં દરવાજો બંધ થઈ જતા સુરત ઉતરી પાછા વડોદરા જવું પડ્યું હતું, પતિ ટ્રેનમાં પત્નીને સીટ સુધી મુકવા ગયો હતો. ટ્રેન સ્ટોપેજનો સમય પુરો થતાં ઓટોમેટિક દરવાજો બંધ થઈ ગયો હતો. સામાન્ય રીતે વંદે ભારતમાં 3 મિનિટની મર્યાદામાં દરવાજો ખુલે અને બંધ થઈ જાય છે આ પહેલા ઓટોમેટિક ડોરનું બીપ એલર્ટ પણ વાગે છે. પરંતુ એ ધ્યાનમાં ના આવે તો દરવાજો બંધ થઈ જાય અને પછી ટ્રેન બીજા સ્ટેશને જ ઉભી કહે છે.

વંદે ભારત ટ્રેનમાં અજીબો ગરીબ કિસ્સો
આ કિસ્સામાં પણ ઓટોમેટિક ગેટ બંધ થઈ જતા ટ્રેન વડોદરાથી ઉપડી સીધી સુરત ઉભી રહી હતી. નાઈટ ડ્રેસમાં જ પતિએ સુરત ઉતરવાનો વારો આવ્યો હતો અને 129 કિમીનો ફેરો પડ્યો હતો. ત્યાંથી પાછા વડોદરા ગયા હતા. આ ઘટના સોશિયલ મીડિયામાં શેર કરાઈ હતી. તમને જણાવી દઈએ કે, અમદાવાદથી વહેલી સવારે મુંબઈ જતી વંદે ભારત ટ્રેનમાં અજીબો ગરીબ કિસ્સો બન્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news