શેરબજારમાં રોકાણની સામે ઉંચા વળતરની લાલચ પડી શકે છે ભારે! વાંચી લેજો અમદાવાદનો આ કિસ્સો

ક્રાઈમ બ્રાન્ચની EOW શાખાની ગીરફ્તમાં ઉભેલા આ મહિલા અને બે શખ્સો મહાઠગ છે અને જેના નામ નિલેશ પ્રજાપતિ, અમિત પ્રજાપતિ અને સંધ્યા અમિત પ્રજાપતિ છે. 

શેરબજારમાં રોકાણની સામે ઉંચા વળતરની લાલચ પડી શકે છે ભારે! વાંચી લેજો અમદાવાદનો આ કિસ્સો

ઉદય રંજન/અમદાવાદ: શેરબજારમાં રોકાણ કરાવી ઊંચું વ્યાજ આપવાનું કહી કરોડો રૂપિયા ચાંઉ કરનાર એક જ પરિવારના ત્રણ સભ્યોની અમદાવાદની આર્થિક ગુના નિવારણ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની EOW શાખાની ગીરફ્તમાં ઉભેલા આ મહિલા અને બે શખ્સો મહાઠગ છે અને જેના નામ નિલેશ પ્રજાપતિ, અમિત પ્રજાપતિ અને સંધ્યા અમિત પ્રજાપતિ છે. 

આ એક જ પરિવારનાના પતિ પત્ની અને દિયરે નરોડા અને બાપુનગરમાં એમસ્ટ્રેડ કેપિટલ નામથી ઓફીસ ખોલી લોકોને શહેરબજારમાં પૈસા રોકાણ કરવાનું કહી દર મહિને 4 ટકા સુધીનું વળતર આપવા નું કહી લોકો પાસેથી કરોડો રૂપિયા મેળવાયા હતા ત્યારબાદ શરૂઆતના 4 માસ સુધી રોકાણકારોને 4 ટકા સુધીનું રોકેલ રકમનું વળતર આપ્યું હતું. ત્યારબાદ રોકાણકારોને રકમ કે વળતર આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું, ત્યારે રોકાણકારો એમસ્ટ્રેડ કેપિટલ ઓફીસ મૂડી અને વળતર માટે ધક્કા ખાય રહ્યા હતા. તેમ છતાં રકમ કે વળતર ન આપતા અંતે રોકાણકારોએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખા એ ફરિયાદ નોંધાવતા ફરિયાદ નોંધી પ્રાથમિક તપાસમાં પતિ અમિત પ્રજાપતિ, પત્ની સંધ્યા પ્રજાપતિ અને દિયર નિલેશ પ્રજાપતીની ધરપકડ કરી પૂછ પરછ હાથ ધરી હતી.

આર્થિક ગુના નિવારણ શાખાની ટીમ દ્વારા પૂછપરછ કરતા આરોપીઓ પતી અમિત પ્રજાપતિ, પત્ની સંધ્યા પ્રજાપતિ અને દિયર નિલેશ પ્રજાપતીએ કબૂલાત કરી હતી કે રોકાણકારો પાસેથી શેરબજારમાં રોકાણ કરાવવાનું કહી કરોડો મેળવ્યા હતા. જે પૈસા તેમણે પોતાના અંગત રીતે ખર્ચ કરી નાખ્યાં હતાં. જેથી રોકેલ રકમ કે વળતર પરત આપી શક્યા નહતા. આર્થિક ગુના નિવારણ શાખાને હાલ એક ફરિયાદ નોંધી છે. જેની રકમ એક કરોડ એકસઠ લાખ થવા પામી છે. 

વધુ 25 જેટલા અન્ય રોકાણ કરો મળી આવ્યા છે જે બધાની મળીને 5 કરોડ સુધીનો આંકડો પહોંચવા પામ્યો છે ત્યારે આર્થિક ગુના નિવારણ શાખા એ આવા રોકાણ કરો ને અપીલ કરી છે કે જો આ આરોપીઓની વાતો માં આવી રોકાણ કર્યું હોય અને રકમ પરત ન મળી હોય તો આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક સાધે. ત્યારે પોલીસે તપાસ શરૂ કરી છે કે રોકાણકારો પાસે થી મેળવેલ રકમ આરોપી પરિવારે ક્યા ક્યા ઉપયોગ કરી છે આ સહિત અન્ય કોઈ આ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news