ભાવિના પટેલે રચ્યો ઈતિહાસ : Paralympics માં સિલ્વર મેડલથી નાનકડા ગામમાં ઉત્સવ જેવો માહોલ બન્યો
Trending Photos
- ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગુજરાતની ભાવિના પટેલે દેશ માટે જીત્યો સિલ્વર મેડલ
- ભાવિના પટેલે ટોકિયો પેરા ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો
- ભાવિના પટેલના નાનકડા એવા સુંઢિયા ગામમાં ખુશીનો માહોલ છવાયો છે
- ભાવિનાની મેચ મોટી સ્ક્રીન લગાવીને આખા ગામના લોકોએ નિહાળી
ઝી મીડિયા/બ્યૂરો :જાપાનની (Japan) રાજધાની ટોક્યોમાં (Tokyo) ચાલી રહેલી પેરાલિમ્પિક્સમાં (Paralympics) ભારતની (India) ભાવિના પટેલે (Bhavina Patel) ઇતિહાસ રચ્યો છે. ટોક્યો પેરાલિમ્પિક્સના ટેબલ ટેનિસ વીમેન્સ સિંગલ્સ ક્લાસ 4 (Table Tennis Women's Singles Class 4) ના ગોલ્ડ મેડલ માટે ભારતના ભાવિના પટેલ (Bhavina Patel) અને ચીનના ઝોઈ યિંગ(Zhou Ying) વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ચીનના ખેલાડી સામે ભાવિના પટેલની હાર થઈ. જો કે ભાવિના પટેલ આ મેચ ભલે હારી હોય, પણ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. ત્યારે ભાવિના પટેલના ગામમાં ખુશીનો માહોલ છવાયો છે. તેમના માતાપિતા તથા સ્નેહીઓએ મીઠાઈ ખવડાવીને ભાવિનાની આ ખુશીને સેલિબ્રેટ કરી રહ્યાં છે. આજે નેશનલ સ્પોર્ટસ ડે પર ગુજરાતની દીકરીએ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.
અબીબ ગુલાલ ઉડાડીને ડીજેના તાલે ગરબા રમીને ભાવિના પટેલના ગામમાં ખુશી ઉજવાઈ રહી છે. સાથે જ સિલ્વર મેડલની જાહેરાત થતા ગામમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ભાવિનાના માતાએ કહ્યું કે, અમારી દીકરી સિલ્વર મેડલ આવ્યો તેનો ગર્વ છે. તે આવશે એટલે તેનુ ભવ્ય સ્વાગત કરીશું. વરઘોડો કાઢીશું. મીઠાઈઓ વહેચીશું. તો તો ભાવિનાની બહેને કહ્યું કે, તેની મહેનત રંગ લાવી. તેનુ સપનુ અને તેણે જે ગોલ નક્કી કર્યો હતો તે આજે પૂરુ કર્યું. તેણે પોતાના સપના સાકાર કરીને બતાવ્યા છે. તેને આ મુકામ સુધી પહોંચવા બહુ જ સ્ટ્રગલ કરી છે. તેની પાસેથી શીખવા જેવુ છે કે, સપનુ પૂરુ કરવા માટે તેણે જે કર્યું તે શીખવા જેવુ છે. તો ભાવિનાના પિતાએ કહ્યું કે, મારી દીકરી ગોલ્ડ ભલે ન લાવી, પણ સિલ્વર લાવી એ જ મોટી સફળતા છે. તેણે દેશનુ નામ તો રોશન કર્યું છે, પણ દુનિયાભરમાં ભારતનું નામ ચમકાવ્યું છે. તેનુ અમે ભવ્ય સ્વાગત કરીશું. અમારી દીકરીને વધાવીશું.
ભાવિનાના ગામમાં ઉત્સવ જેવો માહોલ
ટોક્યો પેરાઓલિમ્પિકમાં ગુજ્જુ ખેલાડીનો દબદબો છવાયો છે. ગુજરાતની ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે. ટોક્યો પેરાલમ્પિકમાં ભાવિના પટેલે સિલ્વર મેડલ મેળવ્યો છે. ભાવિના પટેલ મૂળ વડનગર તાલુકાના સુંઢિયા ગામની વતની છે. ત્યારે સવારથી જ સુંઢિયા ગામમાં ઉત્સવ જેવો માહોલ હતો. ગામમાં મોટી સ્ક્રીન લગાવીને ભાવિનાની મેચ જોવાનુ આયોજન કરાયુ હતું. આખુ ગામ સવારથી જ આ સ્ક્રીન સામે તાકીને બેસી રહ્યુ હતું. સવારથી જ લોકો ગરબા રમીને ગુજરાતના આ ગૌરવને વધારી રહ્યા છે. ભાવિનાને સિલ્વર મેડલ મળવાથી માતા નિરંજનાબહેન અને પિતા હસમુખભાઈની ખુશીનો પાર નથી રહ્યો. તેઓએ મીઠાઈ ખવડાવીને દીકરીને વધાવી હતી.
લકવાને કારણે ભાવિના દિવ્યાંગ બની હતી
ભાવિના પટેલ મૂળ વડનગર તાલુકાના સુંઢિયા ગામની વતની છે અને હાલ ભાવિના પટેલ ESICની અમદાવાદ ઓફિસમાં મહેસૂલ વસૂલી સેલમાં આસિસ્ટન્ટ હેડ ક્લાર્ક તરીકે કાર્યરત છે. ભાવિના પટેલે સરકારની મેરીટોરિયસ સ્પોર્ટસ પર્સન યોજના હેઠળ નોકરી મેળવી હતી. મહેસાણા જિલ્લાના સૂંઢિયા ખાતે કટલરીની દુકાન ચલાવતા હસમુખભાઈ પટેલની દીકરી ભાવિના પટેલને બાળપણથી જ ટેબિલ ટેનિસની રમતમાં રસ હતો અને બાળવયે જ લકવાના કારણે બંને પગ ગુમાવતાં ભાવિના પટેલે દિવ્યાંગ મહિલાઓની આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભાવિના સંસ્કૃત વિષય સાથે ગ્રેજ્યુએટ પણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે