અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી કરવા આ રસ્તેથી નીકળશો તો સો ટકા અટવાશો
New Year 2024 : અમદાવાદમાં દારૂ પીધેલા મળ્યા તો ગયા સમજો... અમદાવાદ પોલીસ 31stને લઈ ડ્રિંક એન્ડ ડ્રાઇવ, પાર્કિંગ, ઓવરસ્પીડ, ડ્રગ્સની ચલાવશે ડ્રાઇવ... અમદાવાદના આ રસ્તાઓ પર થશે સઘન ચેકિંગ
Trending Photos
Ahmedabad Traffic Alert : અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી કરવા મોડી સાંજથી જ લોકો ઉમટી પડશે. ખાસ કરીને એસજી હાઈવે, સિંઘુ ભવન રોડ, રીંગ રોડ, સીજી રોડ પર લોકોની મોટી ભીડ નવા વર્ષના સ્વાગત માટે ઉમટી પડશે. આવામાં અનેક ગાડીઓને કારણે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાશે. તેથી જો તમે આજે સાંજ બાદ આ રસ્તાઓ પરથી નીકળવાના હોય તો સાચવજો. કારણ કે, અમદાવાદ પોલીસે આ માટે જાહેરનામુ બહાર પાડ્યું છે. આજે અમદાવાદના આ રસ્તેથી નીકળશો તો સો ટકા અટવાશો. કારણ કે, એસજી હાઇવે પર રાતના 8 વાગ્યાથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાયો છે. તો સીજી રોડ સાંજના 6 વાગ્યાથી બંધ કરી દેવાશે. તો કયા વૈકલ્પિક રૂટ નીકળવુ તે જાણી લો.
અમદાવાદમાં આજે થર્ટીફર્સ્ટની શહેરભરમાં ઉજવણી થશે, ત્યારે રાત્રે નીકળો ત્યારે કયા રસ્તે વાહન લઈને જવું અને કયા રસ્તે ડાઇવર્ઝન આપવામાં આવ્યો છે એને લઈને પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. બીજીત રફ, કયો માર્ગ બંધ રહેશે તે પણ જાણી લેજો.
આજે અમદાવાદમાં આ રસ્તા રહેશે બંધ
કાંકરિયા કાર્નિવલમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવવાના હોવાથી નો પાર્કિંગ ઝોન, નો સ્ટોપ અને નો યુ ટર્ન જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સવારના 8 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે. કાલે સીજી રોડ પર લોકો ઉજવણી કરવાના હોવાથી નવરંગપુરા સ્ટેડિયમથી પંચવટી સુધીનો માર્ગ સાંજે 6 વાગ્યાથી વાહનોની અવરજવર માટે બંધ રહેશે.
અમદાવાદમાં નહિ પી શકો દારૂ
અમદાવાદમાં 31st ડિસેમ્બરની ઉજવણીને લઈ લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. લોકોના ઉત્સાહના રંગમાં ભંગ ના પડે તે માટે કાળજી રાખવી પડશે. કારણ કે પોલીસ દ્વારા અલગ અલગ ચાર પ્રકારની ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જેથી કોઈપણ ડ્રાઈવમાં ઝડપાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા અત્યારે પાર્કિંગ મામલે ડ્રાઇવ, ઓવર સ્પીડ ડ્રાઈવ, ડ્રગ્સ મામલે ડ્રાઇવ તથા ડ્રિંક એન્ડ ડ્રાઈવ મામલે પણ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.
સુરતમાં અઠવાગેટથી ડુમસ લંગર ચોપાટી સુધી લોકોની ભીડ
સુરતમાં આજે ધામધૂમથી 31મી ડિસેમ્બર ઉજવાશે. સુરતી લાલાઓ નવા વર્ષને આવકારવા માટે તૈયાર કરાઈ છે. આજે સુરતના ફાર્મહાઉસ અને ક્લબોમાં પાર્ટીનું આયોજન રહેશે. ડીજેના તાલે ડાન્સની સાથે નવા વર્ષને આવકારવામાં આવશે. આ માટે શહેરની હોટલો, રેસ્ટોરન્ટ અને મોલમાં ઉજવણીનો માહોલ જામશે. શહેરમાં પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. 5500 પોલીસના જવાનો રહેશે સુરક્ષા માટે તૈનાત રહેશે. આજે રાત્રે પોલીસ પેટ્રોલીંગમાં વધારો કરવામાં આવશે. પોલીસ બ્રેથ એનેલાઈઝર તેમજ ડ્રગ ડિટેક્શન કીટ દ્વારા તપાસ કરાશે. અઠવાગેટથી ડુમસ લંગર ચોપાટી સુધી લોકોની ભીડ જોવા મળશે.
રાજપીપળામાં દારૂ નહિ ઘૂસાડી શકાય
31 ડિસેમ્બરનો નવા વર્ષની ઉજવણી ટાણે રાજપીપળામાં વિદેશી દારૂને ઘુસાડવા માટે બૂટલેગરો સક્રિય બન્યા છે. બુટલેગરો સામે રાજપીપળા ખાતે પોલીસનું સઘન ચેકીંગ ચાલી રહ્યું છે. આખી રાત નાઈટ પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. સુરત અમદાવાદ અંકલેશ્વર તરફથી આવતા ચેકપોસ્ટ સહીત તમામ વાહનો, એસટી બસનું સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. LCB, SOG ની ટીમો દ્વારા ઘનિષ્ઠ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. અધિકારીઓ અને પોલીસ કર્મીઓ પોલીસ જવાનો દ્વારા સઘન ચેકીંગ કરાઈ રહ્યું છે. રાજપીપળા અવધૂત નિવાસ હાઇવે પર ચેકીંગ પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા છે. જિલ્લામાં પણ કોઈ નાગરિક નશો કરીને વાહનો ચલાવતા હોય એવા ચાલકોને પણ ચેકીંગ કરવામાં આવી રહ્યા છે.
સુરત પોલીસનો એક્શન પ્લાન
શહેરમાં પોલીસ સુરક્ષા-બંદોબસ્તની તૈયારી અંગે પોલીસ કમિશ્નર અજય તોમરે કહ્યું કે, બે દિવસ પછી નવા વર્ષની સ્વાગતની તૈયારી સુરતના લોકો કરશે. ઉજવણીના માહોલ દરમ્યાન કેટલાક ગેરલાભ ઉઠાવે છે. ઉજવણી કાયદાની મર્યાદામાં રહીને કરવી જોઈએ. આ માટે પોલીસે નાગરિકોની સુવિધા માટે વ્યવસ્થાઓ ઉભી કરી છે. ઉજવણીમાં દારૂ અને ડ્રગ્સનું સેવન કરવાનું કેટલાક યુવાનો માનતા હોય છે. જેને લઈ આજથી પોલીસ દ્વારા ખાસ ચકાસણી કરાશે. 200 બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કરી નશો કરેલા લોકોને ઝડપી પાડવા ઉપયોગ કરાશે.
વડોદરામાં પોલીસ એક્ટિવ
વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના આદેશ થી શહેરના વિવિધ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે. નવા વર્ષે ડ્રગ અને દારૂનું સેવન કરનારાને પકડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે. વડોદરા શહેર પોલીસ અને sog સંયુકત રીતે ચેકિંગ કરી રહી છે. આ માટે શહેરના 11 એન્ટ્રી પોઇન્ટ અને 55 અલગ અલગ જગ્યાએ પોલીસનું ચેકીંગ ચાલી રહ્યું છે. બ્રેથ એનેલાઈઝર અને નાર્કોટિક્સની કીટ લઈને પોલીસ ચેકીંગ કરી રહી છે. SOG ની ટીમ દ્વારા ખાસ અબોન કીટનો ઉપયોગ થી રહ્યો છે. અબોન કીટ દ્વારા લારના નમૂના લઇ સ્થળ પર જ ચેકીંગ કરાશે. બ્રેથ એનલાઇઝર તેમજ એબોન કીટથી કરવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે