4 માસૂમ બાળકોના મોતથી સુરત થથર્યું! એવું તો શું થયું કે ચાર ફૂલ જેવા બાળકોની જિંદગી હણાઈ ગઈ
Surat News: શનિવારનો રોજ ખુબ જ ગોઝારી ઘટનોઓ સામે આવી હતી. બનેલ ઘટનાઓથી લોકના હૃદય હચમચી ઉઠ્યા હતા. બે અલગ અલગ ઘટનાઓમાં ચાર ફૂલ જેવા બાળકોના મોતની ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
Trending Photos
સંદીપ વસાવા/સુરત: જિલ્લામાં શનિવારનો રોજ ખુબ જ ગોઝારી ઘટનોઓ સામે આવી હતી. બનેલ ઘટનાઓથી લોકના હૃદય હચમચી ઉઠ્યા હતા. બે અલગ અલગ ઘટનાઓમાં ચાર ફૂલ જેવા બાળકોના મોતની ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રથમ ઘટના પર નજર કરીયે તો સુરત જિલ્લાના અંતરીયાર વિસ્તાર ગણાતા ઉમરપાડા તાલુકામાં બનવા પામી હતી. તાલુકાના ગોવત ગામે રહેતા ધોરણ ૩ માં અભ્યાસ કરતા ૮ વર્ષીય પાર્થ ધરમસિંગ વસાવા અને નેવીક મહેશ ભાઈ વસાવા નામના બાળકો શાળાએ જવા નીકળ્યા હતા. જોકે મોડે સાંજ સુધી પરત ન ફરતા બાળકોના વાલી પરિવારજનો દ્વારા શોધખોર હાથ ધરવામાં આવી હતી. ચિંતિત પરિવારજનો દ્વારા બાળકો ગુમ થયા અંગે પોલીસે સ્ટેશન તેમજ સોસિયલ મીડિયા માં મેસેજ ફરતો કર્યો હતો. રમતા રમતા બાળકો ક્યાંક ચાલ્યા ગયા હશે બાળકો ક્યાં હશે કેવી હાલતમાં હશે પરિવાર ખુબજ ચિંતિત હતો. આસપડોશી બાળકોની ભાર મેળવવા સ્વજનો બેબાકરા બન્યા હતા. જોકે ગુમ થયા ને બીજા દિવસે ગામની સીમમાં આવેલા કૂવામાં બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા.
ઘટના અંગે ની જાણ પરિવારજન તેમજ પોલીસ ને કરવામાં આવી હતી. બંને બાળકોના મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા. પરિવાર સ્વજનો પર આભ તૂટી પડ્યું હોય તેમ ચોધાર આંસુ આક્રંદ કરી રહ્યા હતા. જોકે ઘટના સ્થળે પહોંચેલ પોલીસે બંને બાળકોના મૃતદેહ નો કબ્જો લઈ તપાસ હાથધરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ બંને બાળકોના પગ લપસી જતા કૂવામાં પડી જવાના કારણે ડૂબી જવાથી મોત નિપજ્યા હોવાનું જણાયું હતું. બંને પરિવાર ના લાડકવાયા મોત ને ભેટતા સમગ્ર વિસ્તાર શોકમગ્ન બન્યો હતો.
બીજી ચકચરિત ઘટના પર નજર કરીએ તો કામરેજ તાલુકામાં બનવા પામી હતી. તાલુકાના હલધરું ગામે શુભમ રેસિડેન્સી આવી છે. જ્યાં વરૂણ અવધેશ મિશ્રા પોતાની પત્ની અને બે બાળકો સાથે રહે છે. ગતરોજ તેમની પત્ની સાથે કોઈક કારણસર ઝઘડો થયો હતો. ત્યારબાદ પતિ વરૂણ ઘર બહાર જતા રહ્યો હતો. જોકે પાડોશી દ્વારા ઘટના અંગે ની જાણ થોડા સમય બાદ પતિ વરૂણ ઘરે આવતા અચંબિત થઈ ગયો હતો. તેના બંને બાળકી વૈષ્ણવી મિશ્રા ઉ.વ ૨ વર્ષ ૭ માસ અને વિધિ મિશ્રા ૧૧ માસ જેઓ પલંગ ઉપર મૃત અવસ્થામાં પડ્યા અને અને પત્ની અન્નયા ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.
સમગ્ર ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘટના અંગેની જાણ કામરેજ પોલીસ ને કરવામાં આવતા કામરેજ પોલીસ પીઆઇ સાહિફ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને તપાસ હાથધરી હતી. પોલીસ ની પ્રાથમિક તપાસ માં બંને ફોલ જેવી બાળકીઓને કંઈક ઝેરી પદાર્થ ખવડાવી માતા એજ તેમની હત્યા બાદ પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધું હોવાનું સામે આવ્યું છે. જોકે સમગ્ર બનાવ અંગે પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથધરી છે.
આ શનિવારનો રોજ સુરત જિલ્લામાં હ્ર્દયકંપાવી નાખનાર ઘટનાઓ સામે આવી હતી. એક ઘટનામાં ચૂક થતા બે બાળકો મોતને ભેટ્યા જ્યારે બીજી ઘટના શ્રણીક ગુસ્સાના કારણે જનેતા એ જ પોતાના બાળકોનું મૃત્યુ નિપજાવી પોતે પણ મોતને વ્હાલું કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે