ગુજરાતભરમાં આ રીતે આપતા ચોરીને અંજામ, ક્રાઇમ બ્રાંચે કરી બેની ધરપકડ
આરોપીઓ ATM મશીન તોડી ચોરી કરતા સાથે સાથે આરોપીઓએ ઘરફોડ ચોરી અને વાહન ચોરીને પણ ગુજરાતભરમાં અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.
Trending Photos
મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ચીખલીઘર ગેંગના બે સાગરીતોની ધરપકડ કરી છે. આરોપીઓ ATM મશીન તોડી ચોરી કરતા સાથે સાથે આરોપીઓએ ઘરફોડ ચોરી અને વાહન ચોરીને પણ ગુજરાતભરમાં અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.
ATM મશીન તોડી ચોરી અને ઘરફોડ ચોરીમાં જગતસિંગ ઉર્ફે જગ્ગુ બાવરી અને કરતારસિંગ ચીખલીઘર આ બંને શખ્સો ચોરીના અંજામ આપવામાં એટલા માહેર છે. હાલ આ આરોપીઓની ક્રાઇમ બ્રાંચ કાળીગામ રેલ્વે ગરનાળા પાસેથી ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે, આરોપીઓએ તાજેતરમાં લાંભા ગામમાંથી આખુ એટીએમ મશીન ઉઠાવી લૂંટને અંજામ આપ્યો હતો. આ બંને શખ્સોની ટોળકી નથી સાથે તેમના ત્રણ સાગરીત પણ હોવાનું સામે આવ્યું છે. જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આરોપીઓ ગુનાને અંજામ આપવા પહેલા પ્લાનિંગ કરતા બાદમાં વાહનોની ચોરી કરી ગુનાને અંજામ આપતા હતા. થોડા સમય અગાઉ લાંભામાં ATM મશીન લૂંટ્યું હતું. તેમાં પણ આ જ મોડસઓપરેન્ડી આરોપીઓએ અપનાવી હતી. આરોપીઓ કાર લઇને લંભા ગયા હતા અને CCTV તોડી નાખી ત્યાંથી ATM મશીન ઉઠાવી ગાડી સાથે બાંધી વિવેકાનંદ નગરમાં ઝાડીઓમાં લઇ જઇ તોડી રૂપિયા 2.77 લાખ કાઢી લીધા હતા. અન્ય લૂંટ અંગે પુછપરછમાં પણ અનેક મહત્વની વાતોની આરોપીઓએ કબુલાત કરી છે.
આરોપીઓએ પહેલા લૂંટનું પ્લાનિંગ કર્યું અને બાદમાં રેકી કરી હતી. ખોરજ ગામમાં ઇકો કારની ચોરી કરી અને ત્યારબાદ મારોલી ગામમાં આવેલ એડીસી બેંકમાં જઇને કેમેરા તોડી નાખ્યા પણ કેમેરો ન તૂટતા લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ આ ગામની સહકારી મંજળીની ઓફિસનો દરવાજો તોડી તિજોરીમાંથી 18 હજારની ચોરી કરી હતી. લાંભામાં ATM મશીન લઇ જવા માટે મજબુત અને મોટી ગાડીની જરૂર પડતા પાલડી કાકજ ગામમાંથી બોલેરો પિકઅપની ચોરી કરી હતી. ગાડીમાં લોડ કરી મશીન અવાવરૂ જગ્યાએ લઇ જઇ પૈસા કાઢી મશીન ત્યાં મૂકી આરોપીઓ ફરાર થઇ ગયા હતા.
આરોપીઓએ આ સિવાય મણિનગર, ઇસનપુર, વટવા જીઆઇડીસી, અસલાલીમાં કુલ 7 ઘરફોડ ચોરી કરી હતી. તો આરોપીઓ ખાસ ATM મશીન, સહકારી મંડળી, બંધ મકાનો જેવી જગ્યાઓને જ ટાર્ગેટ બનાવતા હતા. પકડાયેલા આરોપી કરતારસિંગ તો આ અગાઉ વર્ષ 2004માં નરોડા પોલીસ સ્ટેશનમાં પણ ચોરીના ગુનામાં પકડાયો હતો. ત્યારે હવે પોલીસ આરોપીઓના ત્રણ ફરાર સાગરીતને શોધવા તજવીજ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે