હાર્ટ એટેકના કેસ વધતા આરોગ્ય મંત્રીની મોટી સલાહ : ‘આવા લોકો હાલ સખત મહેનત કરવાનું ટાળજો’

Sudden cardiac arrest : હાર્ટ એટેકના વધતાં બનાવો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની લોકોને સલાહ... કોરોનાકાળમાં જે લોકોને કોરોનો થયો હોય તેવા લોકોને સખત મહેનતથી દૂર રહેવા કરી અપીલ...

હાર્ટ એટેકના કેસ વધતા આરોગ્ય મંત્રીની મોટી સલાહ : ‘આવા લોકો હાલ સખત મહેનત કરવાનું ટાળજો’

Heart Attack Death In Gujarat : ગુજરાતમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો અટકી નથી રહ્યો. રાજ્યભરમાં યુવાઓ અને આધેડ ઉંમરના લોકોના ચાલતા-ફરતા મોત થઈ રહ્યાં છે. ખાસ કરીને રાજકોટ અને સુરતમાં હાર્ટ એટેકના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. યુવાઓ જ હાર્ટએટેકના મુખ્ય શિકાર બની રહ્યાં છે. ત્યારે આ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેઓએ હાર્ટ એટેકથી સતર્ક રહેવાની સલાહ આપતા જણાવ્યું કે, જેને કોરોના થયો હોય તેમને થોડા સમય સુધી સખત પરીશ્રમ કરવાનું ટાળવું જોઈએ.  ICMRના અભ્યાસમાં આ વાત સામે આવી છે. 

હાર્ટ એટેકના વધતા જતા બનાવો અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સલાહ આપી છે. ભાવનગર આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે જે લોકોને કોવિડની ગંભીર બીમારી હતી, તે લોકો ગંભીર કોવિડથી પીડાતા હોય તેઓએ થોડો સમય સખત મહેનત કરવાનું ટાળવું જોઈએ. થોડો સમય સખત મહેનત ટાળવી પડશે. ICMRના અભ્યાસમાં આ વાત સામે આવી છે. 

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા મન કી બાત કાર્યક્રમમાં ભાગ લેવા ભાવનગર આવ્યા હતા. જ્યાં તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news