Rathyatra Big Breaking: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પહિંદવિધિ કરે તેવી સંભાવના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોરોના થતા ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દવિધિ કોણ કરશે તે અંગે સવાલ ઉભો થયો છે. આજે સાંજ સુધીમાં પહિન્દવિધિ કોણ કરશે તે અંગે સત્તાવાર જાહેરાત થશે.

Rathyatra Big Breaking: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પહિંદવિધિ કરે તેવી સંભાવના

અમદાવાદ: રથયાત્રા પહેલાં પહિંદવિધિને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહિંદવિધિ કરી શકે છે. પરંતુ પહિંદ વિધિ અંગે સત્તાવાર જાહેરાત સાંજે કરાશે. સામાન્ય રીતે રથયાત્રામાં પહિંદવિધિ રાજ્યના મુખ્યમંત્રી કરે છે. પરંતુ હાલ સીએમ ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ છે. CM કોરોના પોઝિટિવ હોવાથી પહિંદવિધિ કરી શકે તેમ નથી. વિધિ પ્રમાણે રાજ્યના વડા કે રાજા જ પહિન્દવિધિ કરી શકે છે. પરંતુ સૂત્રો પાસેથી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પહિંદવિધિ કરે તેવી શક્યતા દેખાડી રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોરોના થતા ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દવિધિ કોણ કરશે તે અંગે સવાલ ઉભો થયો છે. આજે સાંજ સુધીમાં પહિન્દવિધિ કોણ કરશે તે અંગે સત્તાવાર જાહેરાત થશે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે (બુધવાર) ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થયા છે. રથયાત્રાના ગણત્રીના દિવસો અગાઉ જ તેઓ કોરોના સંક્રમિત થતા હવે તેઓ હોમ ક્વોરન્ટાઇન થયા છે. સામાન્ય લક્ષણો જણાતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા આખરે તેઓએ હોમ ક્વોરન્ટાઇન થવાનો નિર્ણય લીધો છે. જો કે તેઓ કોરોના પોઝિટિવ થતા જ હવે રથયાત્રાની પહિંદવિધી પર સવાલ પેદા થઇ ચુક્યાં છે. ગુજરાતમાં રથયાત્રામાં વર્ષોથી મુખ્યમંત્રી હંમેશા માટે પહિંદવિધિ કરતા આવ્યા છે. જો કે છેલ્લા બે વર્ષથી રથયાત્રા બંધ હતી જ્યારે હવે રથયાત્રા નિકળવાની છે ત્યારે જ મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ થતા હવે પહિંદવિધિ કોણ કરશે તે સૌથી મોટો સવાલ થઇ રહ્યો છે. 

મહત્વનું છે કે, ગુજરાતમાં અમદાવાદની રથયાત્રા દરેક ગુજરાતી માટે મહત્વની હોય છે. રથયાત્રા જગન્નાથપુરી રથયાત્રા બાદ ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. તેવામાં આ રથયાત્રાને લઇને સમગ્ર રાજ્યનું તંત્ર આ રથયાત્રા અગાઉ સ્ટેન્ડ બાય પર રહેતું હોય છે. પોલીસ કાફલો મહિનાઓ પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દેતી હોય છે. તેવામાં મહત્વનું છે કે, હવે પહિંદવિધિ કોણ કરશે કારણ કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પહિંદવિધિ કરવામાં આવતી હતી. હાલનાં વડાપ્રધાન અને પહેલાના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ આ પહિંદવિધિ કરી ચુક્યાં છે તેવામાં આ વર્ષો જુની પરંપરા સામે પ્રશ્નાર્થ થઇ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news