સ્મૃતિ ઇરાનીનો કેજરીવાલ પર કટાક્ષ: 'સપનાના સોદાગર દિલ્હીથી આવીને ગુજરાતની બહેનોને ભ્રમિત કરે છે, તેઓ જીતવાના નથી'
સ્મૃતિ ઈરાનીએ કેજરીવાલ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, તમારો અવાજ અમેઠી સુધી પહોંચવો જોઈએ. જેઓ ગુજરાતમાં આવી પગ મૂકી રહ્યા છે તે સપનાના સોદાગરો વિચારતા હશે કે તેઓ ગુજરાતની મહિલાઓને ભ્રમિત કરી શકે છે
Trending Photos
સપના શર્મા/અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણી ટાણે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે. આજે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે, ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કેજરીવાલને આડેહાથ લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, હું અહીં આવી હિન્દીમાં કેમ બોલું છે એ તમે જાણતા જ હશો, પરંતુ દિલ્હીથી આવનારા ભાઈને ગુજરાતી બોલતા આવડતું નથી.
સ્મૃતિ ઈરાનીએ કેજરીવાલ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, તમારો અવાજ અમેઠી સુધી પહોંચવો જોઈએ. જેઓ ગુજરાતમાં આવી પગ મૂકી રહ્યા છે તે સપનાના સોદાગરો વિચારતા હશે કે તેઓ ગુજરાતની મહિલાઓને ભ્રમિત કરી શકે છે. દિલ્હીથી આવેલા લોકો ચૂંટણી રમવા આવ્યા છે. તેઓ જીતવાના નથી. આમ આદમી પાર્ટી ગમે તે કરે ગુજરાતીઓના દિલમાંથી પીએમ મોદીને કાઢી નહીં શકે. મફલર પહેરેલા ભાઈ કાશી ગયા હતા મોદીને હરાવવા. પણ ત્યાંની જનતાએ વડાપ્રધાનને જીતાડ્યા. અહીં મેટ્રો અને વંદે ભારત ટ્રેન ચાલુ થઈ. જ્યારે દિલ્હી પબ્લિક ટ્રાન્સપોર્ટની બસ ખરીદવામાં પણ ભ્રષ્ટાચાર થયો છે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના આપ પર પ્રહાર#Gujarat #AAP #GujaratElection2022 pic.twitter.com/kw0JJRThbD
— Zee 24 Kalak (@Zee24Kalak) October 1, 2022
સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, અહીં કાર્યકર્તાઓ પૈસા આપીને મળતા નથી. દિલ્હીના લોકો જે અહીં ચૂંટણી રમવા આવ્યા છે તેમને પણ ખબર છે કે તેઓ ચૂંટણી જીતવાના નથી. દ્વંદ્વ ભલે કેટલો પણ તીખો હોય પણ કાર્યકર્તાઓ ખરીદી શકાતા નથી. આપના લોકો ગરીબ મહિલાઓને કહે છે કે ઝાડુ વાળો કાર્ડ લઈને ઘરે ઘરે જાઓ અમે તમને પૈસા આપીશું. એરપોર્ટ હોય કે પ્રેસનો જમાવડો હોય ગુજરાત અને ગુજરાતીઓ માટે જુઠાણું ફેલાવે છે. પણ આવો લડી અને જીતવા આવ્યા જ નથી. કારણ કે બનારસમાં ચૂંટણી મોદી સામે લાડવાનું શું પરિણામ આવે છે તે જાણે છે, અને હવે તેઓ ગુજરાત આવ્યા છે.
સ્મૃતિ ઈરાનીએ વધુમાં જણાવ્યું હતું કે, નવા સપનાઓ અને નવું જુઠ્ઠાણું ફેલાવવા જે ચૂંટણી રમવા આવ્યા છે તેમને કહેવા માંગુ છું. ગુજરાતની જનતા એ જાણે છે કે ગુજરાતમાં સેમી હાઈસ્પીડ ટ્રેન નરેન્દ્ર મોદીએ શરુ કરી અને તમે દિલ્હીમાં DTC ની ટ્રેનમાં કૌભાંડ કર્યા છે. જે દિલ્હીથી આવ્યા છે ચૂંટણીની રમત ગમત કરવા આવ્યા છે તેમને કહેવા માંગુ છું કે ગુજરાતની જનતા જાણે છે કે જયારે ગુજરાત નર્મદાનું પાણી માંગી રહ્યું હતું એ સમયે તમે એમને માળા પહેરાવી જે ગુજરાતને પાણી વિહોણા કરવા માંગતા હતા.
દિલ્હીની વાસ્તવિકતા એ છે કે દિલ્હીમાં આજે પણ 690 ઝુંપડીઓ છે, જ્યાં આજે પણ પાણી વિના લોકો ટળવળે છે. આવા લોકો ગુજરાતમાં સપનાઓ લઈને આવે છે. સ્મૃતિ ઈરાનીએ ઉમેર્યું હતું કે, બાનું નામ રાજનીતિમાં ઉછાળવામાં આવ્યું. બા રાજનીતિમાં નથી બાનો દીકરો રાજનીતિમાં છે. હું પૂછું છું ગુજરાતની આ મહિલાઓને આપણે કઈ રીતે જવાબ આપીશું. આમ આદમી પાર્ટી ગુજરાતની મહિલાઓને આજમાવી લે.
ઉલ્લેખનીય છે કે, હેલ્લો કમલશક્તિ કાર્યક્રમના લોન્ચિંગ પ્રસંગે તેમણે આ વાત કરી હતી. આ પ્રસંગે સ્ટેજ પર કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, સાંસદ દર્શના જરદોષ, મહિલા મોરચાના હોદ્દેદારો સાથે ગરબા રમ્યા હતા. ભાજપની મહિલા કાર્યકરો તેમને ઘેરી વળ્યાં હતા. સ્મૃતિ ઈરાની સાથે સેલ્ફી લેવા મહિલા કાર્યકરોએ પડાપડી કરી. ભાજપ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ દીપિકા સરડવાએ સ્મૃતિ ઇરાણીનું માતાજીની મૂર્તિ અને તલવાર આપી સ્વાગત કર્યું. સ્મૃતિ ઈરાનીએ એક નાની બાળકીને દુર્ગાની મૂર્તિભેટ આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે