મૂળ વડોદરાનો પરિવાર, ડોનાલ્ડ ટ્રમ્પના વફાદાર...કાશ પટેલ બની શકે આગામી CIA ચીફ, જાણો તેમના વિશે
એવી ચર્ચા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના વિશ્વાસુ અને નીકટના એવા ભારતીય મૂળના કશ્યપ 'કાશ' પટેલને રાષ્ટ્રીય સુરક્ષાની જવાબદારી સોંપતા એક મોટું પદ આપી શકે છે.
Trending Photos
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાના ડેમોક્રેટિક પ્રતિસ્પર્ધી અને હાલના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને હરાવી દીધા અને એકવાર ફરીથી ચાર વર્ષના ગાળા બાદ વ્હાઈટ હાઈસમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. ટ્રમ્પને અત્યાર સુધીમાં 277થી વધુ ઈલેક્ટોરલ મત મળી ચૂક્યા છે. જ્યારે તેમને બહુમત માટે 270 મતની જરૂર હતી. ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની ટીમ આવનારા અઠવાડિયાઓમાં પોતાના નવા મંત્રીમંડળ અને પ્રશાસનના અન્ય ઉચ્ચ અધિકારીઓની પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરશે.
નવા પ્રશાસનમાં ઉચ્ચ પદના ટોચના દાવેદારોમાં ટ્રમ્પના કટ્ટર સહયોગી જેમી ડિમન, સ્કોટ બેસેન્ટ અને જ્હોન પોલસન સામેલ છે. આ બધા વચ્ચે એવી ચર્ચા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના વિશ્વાસુ અને નીકટના એવા ભારતીય મૂળના કશ્યપ 'કાશ' પટેલને રાષ્ટ્રીય સુરક્ષાની જવાબદારી સોંપતા એક મોટું પદ આપી શકે છે. ચર્ચા છે કે પટેલને ટ્રમ્પ અમેરિકાની સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (CIA)ના ચીફ બનાવી શકે છે. આ પદ પર નિયુક્ત થવા માટે તેઓ ટોચના દાવેદાર ગણાય છે. અનેક ટ્રમ્પ સહયોગીઓએ CIA પ્રમુખની નિયુક્તિ માટે પટેલનું નામ આગળ રાખ્યું છે.
કોણ છે કાશ પટેલ
44 વર્ષના કાશ પટેલ ટ્રમ્પના વફાદાર છે. તેઓ ભારતીય મૂળના છે. તેમનો જન્મ 25 ફેબ્રુઆરી 1980ના રોજ ન્યૂયોર્કમાં થયો હતો. કાશ પટેલના મૂળ ગુજરાતના વડોદરા શહેરમાં છે. માતા પિતા પછીથી પૂર્વ આફ્રિકા ગયા અને ત્યાંથી કેનેડાના રસ્તે સંયુક્ત રાજ્ય અમેરિકામાં વસી ગયા. પટેલના પિતા એક વિમાનન ફર્મમાં નાણાકીય અધિકારી તરીકે કામ કરતા હતા. તેમણે પેસ યુનિવર્સિટીમાં લો સ્કૂલથી સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યો છે. પટેલને જ્યારે એક પ્રતિષ્ઠિત લો ફર્મમાં નોકરી ન મળી તો તેઓ એક પબ્લિક ડિફેન્ડર બની ગયા અને ન્યાય વિભાગમાં સામેલ થતા પહેલા મિયામીમાં કોર્ટોમાં લગભગ 9 વર્ષ વિતાવ્યા.
તેમણે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં ટ્રમ્પના આતંકવાદ વિરોધી સલાહકાર અને તેમના ગત કાર્યકાળ દરમિયાન કાર્યવાહક રક્ષા સચિવના ચીફ ઓફ સ્ટાફ તરીકે કામ કર્યું છે. તેમને બચાવ પક્ષના વકીલ, સંઘીય અભિયોજક, ટોચના સદનના કર્મચારી અને રાષ્ટ્રીય સુરક્ષા અધિકારી તરીકે પણ કામનો અનુભવ છે. ટ્રમ્પના પરમ વફાદાર ગણાતા કાશ પટેલને તેમના કાર્યકાળ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ માટે નિયુક્ત સલાહકારોના સમૂહમાં ટોચની ખુરશી અપાઈ હતી જ્યારે તેઓ યુક્રેન યુદ્ધ સંબંધે પ્રતિક્રિયાના મુદ્દાનો સામનો કરી રહ્યા હતા.
પટેલ 2019માં હાઉસ ઈન્ટેલિજન્સ કમિટીથી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના કર્મચારીઓમાં હતા. તેમણે સંયુક્ત રાજ્ય અમેરિકામાં અનેક સુરક્ષા અને રક્ષા મુદ્દાઓ પર પોતાના વિચારોથી ટ્રમ્પને પ્રભાવિત કર્યા છે. જો કે પટેલ પોતાની સમગ્ર કરિયરમાં વિવાદોમાં પણ રહ્યા છે. ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન તેમણે કેટલાક વધુ અનુભવી રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓ સાથે દુશ્મનાવટ પણ ઝેલી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે