ધુળેટીના તહેવાર પર પ્રતિબંધથી વડોદરાના બજાર સુમસાન, દેવામાં ડૂબેલા વેપારીઓએ કરી આ માંગ
રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા હોળી તહેવાર ઉપર પ્રતિબંધને (Holi Ban) લઈ સિઝનેબલ વેપાર કરનાર વેપારીઓ (Vadodara Traders) દેવામાં ડૂબ્યા છે અને તેમની હાલત ગ્રાહકો વિના કફોડી બની છે.
Trending Photos
હાર્દિક દીક્ષિત/ વડોદરા: વડોદરાના (Vadodara) હોળી નિમિતે ખજૂર, ધાણી અને પિચકારી સહિતની ખરીદી માટે ગ્રાહકોથી (Customers) ધમધમતું ચોખંડી બજાર હાલ સુમસાન બન્યું છે. રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા હોળી તહેવાર ઉપર પ્રતિબંધને (Holi Ban) લઈ સિઝનેબલ વેપાર કરનાર વેપારીઓ (Vadodara Traders) દેવામાં ડૂબ્યા છે અને તેમની હાલત ગ્રાહકો વિના કફોડી બની છે.
સરકાર દ્વારા હોળી ધુળેટીના તહેવાર ઉપર પ્રતિબંધ (Dhuleti Ban) ફરમાવવામાં આવતા સીઝનલ વેપાર કરનાર નાનાં વેપારીઓની (Vadodara Traders) હાલત કફોડી બની છે. વડોદરા શહેરના ચોખંડીમાં 500 થી વધુ નાના વેપારીઓ ખજૂર, ધાણી, ચના, પિચકારી સહિતની ચીજવસ્તુઓનો સિઝનેબલ વેપાર કરે છે. હાલ આ ચોખંડી બજારમા ગ્રાહકો (Customers) ન આવતા સુમસાન બન્યું છે. સરકારની જાહેરાત પહેલા જ આ નાના વેઓરીઓ હોલસેલ બજારોમાંથી વ્યાજે રકમ લઈ મોટી ખરીદી કરી ચુક્યા હતા.
ખરીદી બાદ હોળી પ્રતિબંધ (Holi Ban) ફરમાવવામાં આવતા હવે ગ્રાહકો હોળી ઉજવણીની (Holi Celebrations in Vadodara) ખરીદી માટે બહાર નીકળવાનું ટાળ્યું છે. ગ્રાહકો બજારમાં ન આવતા ચોખંડી બજાર સુમસાન બની ગયું છે અને છેલ્લા 3 દિવસથી ખજૂર, ધાણી, પિચકારી સહિતના વેચાણ કરનાર વેપારીઓ કાગડોળે ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ ખજૂર, પિચકારીમાં 50 ટકા ભાવ ઘટાડો થયો છે છતાં વેપાર ધંધો નથી જેને કારણે આ નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
સરકારે એક માસ અગાઉ આ જાહેરાત કરવાની હતી. જો સરકારે વહેલી જાહેરાત કરી હોત તો આ નાના વેપારીઓ ઉંચા વ્યાજદરે રકમ લઈ ખરીદી ન કરતા અને વેપાર પણ ન કરતા. જોકે વેપારીઓની ખરીદી બાદ હવે ગ્રાહકો ન દેખાતા માલ પડી રહેશે સાથે વ્યાજે લાવેલ રકમ વ્યાજ સહિત આપવાને લઈ મુશ્કેલી ઉભી થઈ છે. જેને લઈ આંશિક છૂટછાટ સાથે હોળી પર્વ ઉજવવાની પરવાનગી સરકાર આપે તો આ નાના વેઓરીઓની મુશ્કેલી હલ થાય તેમ છે તેમ વેપારીઓએ જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે