વીમા કંપની સામે 12 વર્ષની અનાથ દીકરી જંગ જીતી, વલસાડ કોર્ટે કર્યો 4.30 કરોડ ચૂકવવાનો આદેશ

Valsad Court Judgement : વર્ષ 2010ના અકસ્માતના કેસમાં વલસાડની કોર્ટનો ઐતિહાસિક ચુકાદો..... માતા-પિતા ગૂમાવનારી 12 વર્ષની સગીરાને સાડા ચાર કરોડનું વળતર ચુકવવા વીમા કંપનીને આદેશ....

વીમા કંપની સામે 12 વર્ષની અનાથ દીકરી જંગ જીતી, વલસાડ કોર્ટે કર્યો 4.30 કરોડ ચૂકવવાનો આદેશ

Valsad News : અકસ્માતમાં માતાપિતા ગુમાવનાર 12 વર્ષની સગીરાને ન્યાય મળ્યો છે. વલસાડની કોર્ટે માતાપિતાની છત્રછાયા ગુમાવનાર 12 વર્ષની સગીરાને 4.30 કરોડનું વળતર ચૂકવવા વીમા કંપનીને આદેશ કર્યો છે. વલસાડ જિલ્લા પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક કોર્ટનો ઐતિહાસિક ચુકાદો બની રહ્યો.

વલસાડ જિલ્લા પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક કોર્ટ દ્વારા આ જજમેન્ટ આપવામાં આવ્યું છે. જેમાં માતાપિતાની છત્રછાયા ગુમાવનાર 12 વર્ષની દીકરીને કોર્ટે 4.30 કરોડનું વડતર આપવાનો આદેશ કર્યો છે. બન્યું એમ હતું કે, વર્ષ 2010 માં મુંબઈથી વલસાડ આવી રહેલા ટંડેલ પરિવારને મહારાષ્ટ્રના કાશા નજીક નેશનલ હાઇવે પર અકસ્માત નડ્યો હતો. જેમાં હિતેશ ટંડેલનું મોત નિપજ્યું હતું. હિતેશ ટંડેલના મોત બાદ તેમની પત્ની રત્નાબેન ટંડેલે વીમા કંપની સામે વીમો મેળવવા માટે કેસ કર્યો હતો. પતિના મૃત્યુ સમયે રત્નાબેન ટંડેલ ગર્ભવતી હતા અને દીકરીને જન્મ આપ્યા બાદ તેમનું પણ મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો : 

આમ માતાપિતાની છત્રછાયા ગુમાવનાર દીકરી અનાથ બની હતી. પરંતું 12 વર્ષ બાદ દીકરીના હકમાં ન્યાય આવ્યો હતો. દીકરીના હકમાં વલસાડ કોર્ટે ચુકાદો આપ્યો હતો. વીમા કંપની સામે 12 વર્ષની દીકરીએ જંગી જીતી હતી. કોર્ટે વીમા કંપનીને 4.30 કરોડ દીકરીને આપવવાનો આદેશ કર્યો છે. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news